
સાવલી અધ્યાય ૧૮
II શ્રી II
II અથ અષ્ટદશોડધ્યાયઃ II
શ્રી ગણેશાય નમઃ I શ્રી સરસ્વત્યૈ નમઃ I શ્રી કુલદેવતાયૈ નમ: I શ્રી ગુરૂભ્યો નમ: II શ્રોતા કહે મને I કે અમૃતઘટ લગાવ્યો હોઠે I તો પણ ન થઈ મનની તૃપ્તિ I અધિક કાંક્ષા એ કરે II૧II અમને છે એ ખબર I કથાને આ નથી ક્ષિતીજ રેખા I એ છે અનિર્બધ વિલક્ષણ I સ્વયં સિધ્ધ પ્રકાશની જેમ II૨II એને નથી આદિ-અંત I પણ મન કોઈ ઠેકાણે થાય શાંત I જ્યાંથી ન ચળે ચિત્ત I અને પૂર્તિ થાય કાંક્ષાની II૩II એવું કાંઈ કહેવું I કે જે સર્વથા હોય પરિપૂર્ણ I આ સિવાય બીજા સાંભળવું I એવું ના લાગે અમને II૪II અરે ! તે એટલે સદગુરૂ ચરણ I એ જ દઢ રાખવા પકડી I ત્યાંજ કરવું સ્થિર મન I વાસના ક્ષય થાય ત્યાં સુધી II૫II ક્ષય વાસનાનો થશે I અક્ષય સુખ ત્યાંજ મળશે I ચિંરતન સુખ ભોગવશો I ફરી ન પાછા વળશો II૬II જેને દેવથી પણ મળે મોટાઈ I એ જ સાક્ષાત પરબ્રહ્મ જાણ I જ્યાં જીવ-શિવનું મિલન I સત્યમ- શિવમ -સુંદરમ્ II૭II જે સુંદરતાથી સુંદર I મંગલથી પણ અતિ મંગલ I હોય જ્ઞાનમાં પરિપૂર્ણ I સદગુરૂ ચરણ નિરંતર II૮II એ જ માંગ્યું સંતોએ I સમચરણ લક્ષીને લોચને I થાય કે રજકણ થઈને I પદકમલે રમવું નિરંતર II૯II પછી સદગુરૂ તમને ઉંચકશે I કરશે પોતાની જેમ I દેવપણું પણ તે ભૂલી જશે I એકાત્મતાની ભાવનાથી II૧૦II શ્રી કૃષ્ણ – મીરાનું થયું મિલન I સર્વ સૃષ્ટિમાં દેખાય નારાયણ I અણું બ્રહ્માંડે રહી થઈને I ભક્તિ રસથી પ્રેમના II૧૧II મીરાની મધુરા ભક્તિ I જે કોઈ પ્રેમથી આચરે I એમને જ આવશે પ્રચિતિ I “તુકા થયો પાંડુરંગ” એની II૧૨II અહિંયા પણ કરવું એજ આપણે I સદગુરૂ જાનકીના ધરવા ચરણ I કે જે સદગુરૂ માવડી એક થઈને I પ્રગટી છે તમ સામે II૧૩II માટે જ શ્રોતાજન I જેમણે ધર્યા દ્રઢ ચરણ I એમનો ઉલ્લેખ કર્યા સીવાય I કથાનક પૂર્ણ ન થાય II૧૪II અસ્તુ ! પાછળના અધ્યાયે કથીને I કે જે ભક્ત હતા સારા I એમને જ માત્ર અનુભવ આવ્યો I જાનકીના અસ્તિત્વનો II૧૫II પણ જે હતા સાધારણ I અને કાંઈ જ જાણતા ન હતા I એમને મુંઝવણ થાય મનમાં I ભ્રમ નિરસન થાય ના II૧૬II એકેક એની કથા સાંભળતા I કોઈને જાનકીની આવી પ્રચિતિ I કહે અમારી કેવી દૈવગતી I જોઈ ન શક્યા એને II૧૭II શું છે અમારામાં ન્યૂન I જેથી ન ઘડે એનું દર્શન I વાટ જોઈને થાક્યા લોચન I તો પણ દયા ન આવે એને II૧૮II તાઈ પરળીકર કરીને I એક ભક્ત છે જાણો I એમને નિત્ય મનમાં I ખોટ એવી જ જણાયે II૧૯II શું દૈવમાં છે કમી પણ I જેથી ન દેખાય ચરણ I માતા વિના પારકાપણું I આજ જણાય અમોને II૨૦II એકવાર એમની છોકરીને I દેવી નીકળ્યા સર્વાંગે I દેવી ફૂટી નીકળ્યા બધે I જગ્યા ન રહી ક્યાંય પણ II૨૧II એવી રહેતા એ ચિંતામાં I સામે દેખાઈ જાનકી અવચિત I હાથમાં થેલી લઈ ઉભી રસ્તામાં I સસ્મીત કહે તાઈને II૨૨II તારા ઘરે રહેવા આવી I વાસ્તવ્ય કરીશ થોડા દિવસ I તું રહેજે નિશ્ચિન્ત, કન્યાને I કંઈ ન થશે તારી II૨૩II એવું કહીને દરવાજામાં I અદશ્ય થઈ ક્ષણમાં I ત્યાં તાઈ સર્વત્ર શોધે I હમણા દેખાઈ તે ક્યાં ગઈ II૨૪II એવા જાતા કાંઈ દિવસ I ત્યાં કન્યાને આવે જોવા I કુસુમ અવચિત એક દિવસ I તાઈના ઘરે એકવાર II૨૫II કહે જોર દેહમાં છે ઉગવાનું I ઘટસ્થાપના કરવી ઘરમાં I આરતી કરવી ત્રણે પ્રહરે I ઓછો થશે ત્યારે તે II૨૬II મેં પરમ દિવસે કહ્યું તને I કે હું આવી રહેવા માટે I હજુ ન ઓળખી અમોને I પ્રત્યક્ષ રહીને ઘરમાં II૨૭II ત્યારે પ્રકાશ પડ્યો માથામાં I કે આતો જાનકી છે બોલતી I પ્રત્યક્ષ મળી દ્વારમાં I આજ કન્યાકુખે બોલે II૨૮II દેહ બદલીને આવી I આજ કન્યામુખે બોલી I ઉપકૃત કર્યા અમને I માતા ફરીથી મળી II૨૯II આજ સુધી હતા વંચિત I દ્રષ્ટિ તને શોધતી હતી I આજે મળી અચાનક I કન્યા શરીરે પ્રગટીને II૩૦II આગળના પુજનનો વિધી I સમજાવીને કહ્યો પહેલા I એણે મુક્ત કર્યા આધિ-વ્યાધિ I પ્રકૃતિ સ્વાસ્થ મળ્યું II૩૧II પણ જાનકી પાછી મળી તેથી I આજ પરમાનંદ થયો એટલે I કન્યા દેહે આવી સંચારીને I કામ પોતાનું કરવા II૩૨II પણ કુસુમ કહે ભક્તોને I આની ચર્ચા ના કરવી લોકોમાં I અનુભવ આવતા પ્રત્યક્ષમાં I બધા જાણશે આપો-આપ II૩૩II એવી તે પાછી આવી I પોતાના વચનને પાળ્યું I કાર્ય કરવા સિધ્ધ થઈ I ઉપછાયામાં પોતાની II૩૪II જેમ ફુલ ખીલે છે સુગંધિત I ભ્રમર જાય આપોઆપ શોધતા I તેવા આ જાનકી ભ્રમર ભક્ત I એની આજુબાજુ ફેલાયા II૩૫II અથવા ગોળ-સાકર જો ઢોળાય I કીડીઓ દોડે સહપરિવાર I વાટ આમંત્રણની પણ ન જુવે I સહજ આકર્ષાય ત્યાં એવી II૩૬II તેવા આ સુભક્તજન I ચિંતામણી મળ્યો માટે I કુસુમતાઈને કરે વંદન I જય જય બાયજી કહીને II૩૭II કોઈવાર દેહમાં સંચારીને I કોઈવાર કહે સ્વપ્નમાં I કોઈવાર સામે બેસીને બોલે I કન્યા સામે પોતાની II૩૮II માતૃદેવતાનું ચિંતન I અખંડ ચાલે રાત દિવસ I સદગુરૂ પ્રગટે હૃદયેથી I વરદહસ્ત માથા ઉપર II૩૯II ભલે સર્વ સંસાર કર્યો I એ કર્મ-માર્ગ તરીકે આચરણ કર્યો I વાચા-મનથી દેહ વહાવ્યો I સદગુરૂ ચરણે નિરંતર II૪૦II તેથી વાસ્તવ્ય રહે દેહમાં I એક રૂપ થયું અદ્વૈત I કુસુમ થઈને રૂપાંતરીત I જાનકી થાયે પોતે II૪૧II એણે સંભાળ્યો ભક્તગણ I ભાર ઉચક્યો જાણીને I કેવળ નિમિત્ત માત્ર રહીને I આજ્ઞા શીરોધાર્ય માની એણે II૪૨II આજ થયું દ્વિત્તિય સ્થાન I માતૃદેવતાનું રહેઠાણ I નૂતન પવિત્ર મહાન I સ્થાન ભક્તોને મળ્યું II૪૩II સ્થાન મહિમાં જાણીને I ભક્ત આવે દર્શન કરવા I ઈચ્છિત ફલ પ્રાપ્તિ થઈને I આશીર્વાદ મળે એમને II૪૪II રામનવમીના શુભ દિને I ઉત્સવ કરે આનંદથી I અને એના ગુણ ગાયને I રંગાઈ જાતા ભક્તજન II૪૫II જય જય જાનકી કહીને I કીર્તન કરે મોટા-નાના I ભક્તિ પ્રેમથી નાચીને I ગાઈને દિવસ પસાર કરે II૪૬II જેમ આષાઢી-કાર્તિકીમાં I ભકતગણ આવે પંઢરપુરમાં I તેવા અહિંયા ભેગા થાય બહુ I રામનવમીના શુભ દિને II૪૭II નવરાત્રિના નઉ દિવસમાં I જાનકી સદૈવ રહે શરીરમાં I ગણદેવીના રહે સ્થાનમાં I સાક્ષાત્કારે બતાવે II૪૮II વાસ ફૂલનો પ્રસરે I કોઈવાર આવે ગુલાલ-કંકુ ઉછળતાં I હીના-મોગરા આવે દોડી I અસ્તિત્વ કહેવા દેવીનું II૪૯II સુવાસીની ઘણી બધી પુજીને I કોઈ ન જાય ખાલી હાથે I સંતુષ્ટ થાય સર્વ ભક્ત I દેવ દેવીના દર્શનથી II૫૦II પ્રતિ ગણદેવીજ અવતરીI કે પ્રતિ પંઢરી મળી I આબુઅંબાજી એક થઈને I જાણે અહિંયા જ પ્રત્યક્ષ II૫૧II વડસાવિત્રિની કથા કહે I વડની પાસે પુજન કરે I એ વૃક્ષને જ આપે સદગતી I પુર્વ જન્મ કહીને II૫૨II પુર્વ જન્મની કથા કહેતી I જન્મો જન્મના સગપણ મેળવે I નાગદંપતીને મુક્તિ આપે I બધા ભક્તજનો આગળ II૫૩II ગિરનારે જાય કરવા દર્શન I વાંદરા કરે માર્ગમાં વિઘ્ન I સિંહણ લાગે આળોટવા I નયને વહે અશ્રુધારા II૫૪II આશીર્વાદ આપે એને I પુર્વ જન્મ એનો કહે I એની થાય શાપ મુક્તિ I દેહ છોડીને જાય એ II૫૫II આવી વિસ્મયકારક કથા I કેટલી કહેવી કરીને હવે I આ પુણ્ય પ્રદાયક ગાથા I જાણે અમૃત સિંચનની કુપી II૫૬II પ્રાણી માત્ર પર દયા કરી I ચરાચર પર ધરી છાયા I એવી આ જાનકીની માયા I પ્રતિમા રૂપે પ્રગટી II૫૭II માટે હે ભક્તજન I એને કરવા પૂર્ણ પ્રસન્ન I માનસ પુજા શ્રેષ્ઠ સાધન I સહજ સુલભ અને II૫૮II આને માટે ન જોઈએ કોડી-દામ I પ્રેમ રસની જોઈએ લ્હાણી I સર્વ સુખને તરત જોડી I માનસ પુજા નિરંતર II૫૯II માટે બેઠો પલાંઠીવાળી I શાંત નિર્મળ કરીને મન I જાનકીની પ્રતિમા સામે લાવી I સુસ્વાગત કર્યું મનોમન II૬૦II હૃદયસ્થ કલ્પના સિંહાસનની I સુવર્ણ-રત્ન જડીત સુંદર I મેં બેસાડી એને વિનવીને I સુહાસ્ય વદને એ જુવે II૬૧II આવ આવ ઓ માવડી I તારી વાટ કેટલી મેં જોઈ I બધા ગાત્રો અધિર થયા I દર્શન તારું કરવા II૬૨II આદરથી બેસાડી સિંહાસને I વાંરવાર વંદન કરીને I પવન નાખી સ્વહસ્તે I શ્રમ પરિહાર કરવા II૬૩II સુવર્ણ પાત્રા લીધું હાથે I પદયુગ્મ મુક્યા એના પર I માંથુ મુકયું ચરણોમાં I જય જાનકી કહીને II૬૪II વિવિધ સુગંધીત તેલોથી I પદ પ્રક્ષાલન કરી મનમાં I તે લુછ્યું મેં સ્વકરથી I ધીરે રહીને સ્વસ્થતાથી II૬૫II ગોરસ દધિ-ધૃત I મધુ શર્કરા પંચામૃત I સર્વ કરીને મિશ્રીત I પુજનનો મેં પ્રારંભ કર્યો II૬૬II ગંગા યમુના ગોદાવરી I નર્મદા સિંધૂ કાવેરી I ચાંદીની ગાગરો ભરીને I પુજન માટે કલ્પ્યાં II૬૭II કેસર મિશ્રીત ભસ્મ લઈને I પદયુગ્મમાં દીધી ચોળીને I એકેક પવિત્ર જળથી I અભિષેક મનથી આરંભ્યો II૬૮II સુવર્ણ પાત્ર લીધું ભરીને I હર ગંગે નર્મદે કહીને I પદયુગ્મોં પર નાખ્યું ભરી ભરીને I અતિ હર્ષથી અંતરમાં II૬૯II ચરણતીર્થ કર્યું પ્રાશન I સ્વ શરીરે કર્યું પ્રોક્ષણ I કરવા પાપક્ષાલન I મેં પ્રાર્થના કરી એની II૭૦II શાલૂ રેશમી આપ્યો સુંદર I ચોળી રંગદાર શોભે એવી I શાલ પહેરાવી મેં શરીર પર I ફરીને બેસાડી સિંહાસને II૭૧II એવા વસ્ત્રો આપીને I કુમ કુમ અક્ષતા લગાડીને કપાળે I વાળમાં બાંધવા વેણી I કાંસકી સુંદર આપી કરમાં II૭૨II બહુવિધ સુગંધી પુષ્પોની I શમી, બિલ્વાદિક ગુલાબોની I મોગરો ચંપો ગુથીને I પુષ્પ માળા પહેરાવી II૭૩II ભાંગમાં ભર્યો સીંદુર I લગાડ્યું હીના, કેવડા અત્તર I નથણી પહેરાવી નાકે સુંદર I એને પ્રિયા હતી માટે II૭૪II કલ્પીને સુવર્ણાલંકાર I ગળામાં માણેક મોતીના હાર I બાજુબંધા આપ્યા નાગાકાર I કમરપટ્ટો નકશીદાર II૭૫II પગે તોડાનો ઝંકાર I “જોડવી” પદાંગુલીમાં સુંદર I પહેરાવ્યા વિવિધ અલંકાર I નખશિખાન્ત માવડીને II૭૬II ધુપદિપ પ્રગટાવીને I શુધ્ધ પ્રેમ ભાવથી ભરીને I આરતી કરું હું મનોમને I જય જય જાનકી કહીને II૭૭II જય જાનકી દુર્ગેશ્વરી I અનંત નમનો ચરણો પર I જન્મ લીધો ભૂપરે I જડ મુઢને ઉધ્ધારવા II૭૮II જે ત્રિવીધ તાપથી દાઝયા I તેમના પર તેહ પ્રેમ કર્યો I દુઃખ તાપનું કર્યું નિવારણ I સુખી કર્યા ભક્તજન II૭૯II જે તારા પદકમલે રમ્યા I એને તમો એજ તાર્યા I ઉચ્ચ-નિચ્ચ ન જોઈને I સમદ્રષ્ટિથી સંભાળ્યા તેમને II૮૦II તો પણ હે કરૂણાધન માવડી I તારી પૂર્ણ કૃપાની છાયા I માનસ પુજાથી મળી I એ મસ્તકે રહો નિરંતર II૮૧II આવું કરતાં ગુણગાયન I અષ્ટ ભાવ આવ્યા ઉછળીને I માવડીના ધરીને ચરણ I આનંદાશ્રુથી ધોયા મેં II૮૨II હવે ભુખ લાગી માટે I સુવર્ણનો થાળ લીધો કલ્પીને I ષડરસ પરિકર પકવાન I મિષ્ટાન્ના આપ્યું મનોમને II૮૩II સ્વહાથે ભરાવ્યો ગળ્યો કોળીયો I જમવાને કહ્યું સબુરીથી I જે જે ગમ્યું માવડીને I તે તે આગ્રહથી પીરસ્યું II૮૪II મોડું થયું છે માટે I ક્ષમા લીધી છે માંગી I શેષ મારા હાથે આપ્યું ઉંચકીને I પ્રસાદ તરીકે ભક્ષણ કર્યો II૮૫II એવું પ્રેમથી કરીને ભોજન I અને કરતાં મુખ પ્રક્ષાલન I પાન-શ્રીફળ આપીને I સુવર્ણ દક્ષિણા આપી મેં II૮૬II રત્નદિપની પંચારતી લઈ I મનોભાવથી એની ઉતારીને I પ્રદક્ષિણા ધીરેથી કરીને I લીન થયો એના ચરણે II૮૭II હવે કર્યું ગાયન-ભજન I જય જગદંબા જાનકી કરીને I તમારું કરવા ગુણ ગાયન I ફુર્તિ આપજો મને II૮૮II તું લાવણ્યમયી તારૂણ્યમયી I તું કારુણ્યમયી ચૈતન્યમયી I તું કલ્યાણમયી આનંદમયી I તું કલ્પનાતીત જ્યોતિર્મયી II૮૯II તું જ પરા, મધ્યમાં, પશ્યન્તિ I આદ્યા, વેદગર્ભા, શારદા ભારતી I જગત્ વ્યાપીની, સર્વા શુક્લા વિણાવતી I વાગીશ્વરી, પ્રજ્ઞા, બ્રહ્મકુમારી II૯૦II સર્વ જગતનું તું કરે ધારણ પોષણ I તું જ એ મહાદેવી જાણીને I ચરણે કરૂં અનંત નમન I કલ્યાણમયી શીવે તને II૯૧II તું જ વસે દશ્ય-અદશ્યમાં I તેવી જ સ્થૂળ સુક્ષ્મ સ્વરૂપમાં I એવા ચિત્શકતીના રૂપમાં I વિશ્વ-વિશ્વેશ્વર વ્યાપ્યો II૯૨II તો પણ અમને આપ અભયદાન I અમૃત દષ્ટિથી નીહાળી I ભવસાગર જવા તરીને I ચરણે આશ્રય આપ નિરંતર II૯૩II એવું માવડીને કરગરી I ભાવ પુષ્પાંજલી અર્પીને I પ્રદક્ષિણા આજુબાજુ કરીને I માનસપુજા પુર્ણ કરી II૯૪II મસ્તક મુકતાં ચરણો પર I ત્યાં અભય કર મુક્યો માથા પર I કહે સંતુષ્ટ થઈ તારા પર I સેવા સુંદર સ્વીકારી II૯૫II સદભક્ત મારો થઈશ I તને પૂર્ણ ગુરૂકૃપા મળશે I સર્વ સુખો મળશે I આશીર્વાદ છે નિરંતર II૯૬II તારી આ વાંગ્મય સેવામાં I મારૂ વાસ્તવ્ય છે મૂર્તિમંત I ભાવથી વાંચશે જે ભક્ત I છાયા રહેશે તેના પર II૯૭II આ “છાયાનું” કરતા વાંચન I ભાવ ભક્તિથી જાણીને I તેની ઈચ્છા કરીશ રે પુર્ણ I શ્રધ્ધા અટળ રાખજો II૯૮II એવું મળતાં આશ્વાસન I ગ્રંથ પરિપૂર્ણ થયો જાણીને I કુસુમતાઈના છેડે અર્પીને I કૃતાર્થ થયો હું જીવને II૯૯II એમને હમેંશ લાગે મનમાં I માતાનું ચરિત્ર લખવું સુસંગત I તે ભાગ્ય મને મળે I પૂર્વ સુકૃત એટલે II૧૦૦II ભલે હતું પૂર્વ સુકૃત I સદગુરૂના છે વરદહસ્ત I એમણે કર્યો મને ભાગ્યવંત I ગ્રંથ લખાવ્યો મારા હાથે II૧૦૧II તો પણ આ ગ્રંથમાનું કથન I મારું કાંઈ નથી જાણીને I ભાઉકાકા એ લખાવી લીધું I ભૂલું કેમ હું તેમને II૧૦૨II આમાં જે જે સાંરૂ I મેં તે સદગુરૂ કૃપાથી લખ્યું I ન્યૂન તરીકે જો કઈ દેખાય I તો દોષ મારો સમજવો II૧૦૩II પણ ભાવ લેજો જાણીને I દુર્લક્ષ જો કોઈ હોય જો ન્યુન I જાનકીનું કરતાં ગુણ ગાયન I પ્રમાદની કરવી ક્ષમા II૧૦૪II આવી આ વાંગ્મય રૂપી છાયા I જ્યાં જાનકી હોય વિસામો લેતી I જાણે તે નૂતન “સપ્તશતી” મળી I સદભક્ત હો ! તમને II૧૦૫II આ “સાવલીનું” કરતા વાંચન I જાણ સપ્તશતી વાચ્યાનું પુણ્ય I કુલ દેવતા જાશે સંતોષી I સહાયરૂપ થશે II૧૦૬II માટે આ અભિનવ કથન I ભક્તોને પુણ્યપ્રદાયક જાણ I ભક્તિ ભાવે કરતાં વાચન I ઈચ્છિત ફલ પ્રાપ્તિ થશે II૧૦૭II પ્રથમોધ્યાયે જેમને વિનવ્યા I આશીર્વાદ લીધો માંગીને I એ સર્વ દેવતાઓના પગે નમીને I આ ગ્રંથ સેવા પૂર્ણ કરી II૧૦૮II
ઇતિ શ્રી જાનકી મહિમા કથનં નામ અષ્ટાદશોડધ્યાયઃ I શ્રી જગજ્જનની જગદંબા – એકવીરા I માતાર્પણમસ્તું I શુભં ભવતુ I શ્રી રસ્તુ I