
સાવલી અધ્યાય ૧૭
II શ્રી II
II અથ સપ્તદશોડધ્યાયઃ II
શ્રી ગણેશાય નમઃ I શ્રી સરસ્વત્યૈ નમઃ I શ્રી કુલદેવતાયૈ નમ: I શ્રી ગુરૂભ્યો નમ: II આવું જાનકીનું જીવન I જેમ ગંગાનો પ્રવાહ જાણ I અખંડ એ વહેતો રહીને I સુખા સમૃધ્ધિ અર્પે એ II૧II આ પ્રવાહનું નિર્મળ જીવન I જ્યાં દોડ્યું બાથ બાથ ભરીને I ત્યાં સકલ જન ઉધ્ધારીને I તીરે નિર્માણ કર્યા તિર્થક્ષેત્રો II૨II પોતે મળી સિંધુને I તો પણ ચાલ્યો સતત પ્રવાસ I લીધેલા એ અસિ ધારાવ્રતનો I ખંડ ન પડવા દીધો ll૩II બીજરૂપ થઈ પોતે I અંકુર ફુટ્યા ભક્ત હૃદયે I ફરી પૂર્વવત વૃક્ષ થઈને I છાયા કરી ભક્તો પર II૪II જેવો ક્રમ ચાલે સૃષ્ટિનો I વૃક્ષ જાય મુકીને બીજ I ફરી એ જ આવે અંકુર લઈ I ફળો-પુષ્પો આપવા II૫II એવું જાનકીએ કર્યું I જતાં પહેલા શું કરી રચના I બીજ પોતાનું મુકીને I કન્યા હૃદયને રક્ષવા II૬II પાછળના અધ્યાયે કહ્યું I કાલાનું જયારે લગ્ન થયું I તે પછી કહ્યું કુસુમને I નિર્વાણ કાર્ય પોતાનું કરવા II૭II ત્યારે જ કહ્યું તેને I મારો કાર્યભાગ હજુ રહ્યો I એ મ્હેં તને જ સોંપ્યો I આગળ ચાલતો રહે માટે II૮II હવે અમારે જાવું જલદી I એવું બોલીને પકડ્યો હાથ I કહે કાંટાળો મુગુટ શીર પર I આજ તારા હું મુકું છું II૯II તારે એ હવે કરવો ધારણ I એના માટે તું યોગ્ય જાણીને I એ બધું તને સોંપીને I નિવૃત થઈ હું આજ II૧૦ll પણ કુસુમ થાય ગુસ્સે I કહે મને ન આમાંનું જ્ઞાન I એમાં પણ હું સાસરીમાં I મારાથી આ કાર્ય ઝીલાશે કેમ II૧૧II ત્યારે જાનકી કહે હસીને I યોગ્ય સમય આવે છે જાણીને I હું તને સહાય કરીશ I તું થઈશ નીમીત્ત માત્ર II૧૨II જેમ કૃષ્ણ રહે પાર્થ પાસે I તેવી જ રીતે હું તારી સાથે I કાર્ય કરીશ મારા વંશે I અપુર્ણ જે જે રહ્યું II૧૩II તને આપું છું ભગવદ્ ગીતા I જીવનમાં આચરણ કરવા I કર્મ ફલનો ત્યાગ કરવા I કર્મ કરવું સંસારે II૧૪II કુસુમના તે ન આવ્યું ધ્યાનમાં I શું છે માતાના મનમાં I શું છે આ કાંટાળા મુગુટમાં I એ ફકીર બાદશાહના ભૂષણે II૧૫II એવું થયું સંભાષણ I ત્યારે જ બીજનું થયું રોપાણ I શક્તિ પાત કરીને ગઈ I ભવિષ્ય જાણીને આગળનું II૧૬II ભલે કાળનું સન્માન કરીને I જાનકી થઈ હવે નિગુર્ણ I તો પણ બીજ આવ્યું ફુટીને I સગુણ રૂપ ધરવા II૧૭II આવો આવો શ્રોતાજન I તમને હું લઈ જાઉં છું I જ્યાં ભક્તિજલ સીંચીને I વૃક્ષ ફુલ્યોફાલ્યો જે ક્ષેત્રે II૧૮II જેમ વૃક્ષ નીચે બેસીને I બુધ્ધ દેવે કર્યું તપાચરણ I એ વૃક્ષને મળે નામ ભુષણાવહ I બોધીવૃક્ષ કહેવાય એ II૧૯II દત્તાત્રેય બેસે વિશ્રાંતી માટે I જે ઔદુંબર વૃક્ષ નીચે I મળ્યું મોટાપણ એને પણ I કલ્પવૃક્ષ એ પણ ઓળખાયો ll૨૦II જેવી શિવ ભક્તો માટે પાવન કાશી I જીવ ઉધ્ધારે વંશો વંશી I દર્શનથી ભેગી થાય પુણ્ય રાશી I દર્શન માટે દોડે એટલે II૨૧II જેવી વિષ્ણુભક્તોની પંઢરી I પ્રત્યક્ષ વૈકુંઠ છે ભૂપર I દર્શન માટે કરે વારી I ભક્તવૃંદ જીવને એકવાર II૨૨II જે શક્તિની કરે ઉપાસના I એમને લાગે પ્રિતી એ સ્થાનની I દર્શનાર્થે દોડે અતી પ્રિતથી I જીવને થવા ધન્ય II૨૩II કોઈ જાય પાવાગઢ I કોઈ જાય માહું રગઢ I કોઈ જાય કાર્લાગઢ I તેમજ કોઈ આબુગઢ II૨૪II માટે શ્રોતાજન I તમે એકવાર પણ લો દર્શન I જ્યાં તિર્થક્ષેત્ર થયું નિર્માણ I જાનકીના રહેવાથી II૨૫II આજે પણ એ રમ્ય સ્થાન I એટલું જ છે એ પરમ પાવન I જાનકી મુકી ગઈ નિશાની I પોતાના પૂર્ણ અસ્તિત્વની II૨૬II ભલે એ ઘર થયું પરધન I એનો માલિક છે ભક્ત જાણીને I ઘર છોડીને નીકળી આવ્યો I સ્વયંભુ ત્રિશુળ દેવઘરમાં II૨૭II એણે પણ અતી નિષ્ઠાથી I સ્થાન મહિમાં રાખ્યો સંભાળી I એજ પરમતીર્થ સ્થાન I આપણે જઈશું પ્રત્યક્ષ lI૨૮II ભલે આવશો મારી સાથે કલ્પના થકી I ચિત્ર દેખાશે વર્ણનમાં I પ્રયત્ન કરું છું તમ કારણે I તિર્થયાત્રા કરાવવા II૨૯II મથુરા જાય સંતજન I કૃષ્ણલીલાના જુવે સ્થળો I યમુનાને પણ કરે વંદન I રજ:કણ માથે લગાવીને II૩૦II એવું જ છે ગાણગાપુર I પ્રત્યક્ષ વસે શ્રી ગુરૂવર I ભક્તોના ઉમટે પુરા I આશીર્વાદ લેવા ગુરૂનો II૩૧II એવો સ્થાન મહિમા જાણીને I તિવ્ર ઈચ્છા થાય મનમાં I એક વાર જોવું આંખો ભરીને I જાનકી સ્થાન ગણદેવીનું II૩૨II માટે વિનંતી કરી માલુને I જે તત્કાળ તેણે માન્ય કરી I અમારી સહકુટુમ્બ યાત્રા નિકળી I બીલીમોરા ગામે ઉતરી II૩૩II થોડો પ્રવાસ એસ.ટી. થી કર્યો I ત્યાં સ્મૃતિઓ ઉઘડી ખાસ I માલુ વર્ણવે પ્રસંગને I આગળ આગળ જતા માર્ગથી II૩૪II વેંગણીયા નદિ આવી માર્ગમાં I જ્યાંના શિવમંદિર પ્રાંગણમાં I દાદી રમી નવરાત્રિમાં I બે રૂપમાં દેખાઈ જે ll૩૫II અને આજ નદિમાંથી I ત્રિઅંકને લીધો ઉંચકીને I ચોમાસામાં વહે જોરથી I ભલે દેખાય નાના વહેણ જેવી II૩૬II એ પણ ગયા ઓળંગીને આગળ I ત્યાં બીજાં મંદિર દેખાય સરસ I કહે અહિંનો જ એ ભાગ્યવાન I પુજારી અભિષેક કરનારો II૩૭II એવું વર્ણન ચાલે માર્ગમાં I ત્યાં ગાડી ચાલી ગામમાંથી I એ ગામડા જેવું ગામ જોઈને I કુતુહલ ભરાયું મનમાં Il૩૮II મામલતદારની કચેરી જોઈ I જ્યાં દાદાએ કરી નોકરી I ત્યાં જ અમારી એસ.ટી. રોકાઈ I વંદન કર્યું એ ભુમીને II૩૯II ગામમાં ગયા થોડું ચાલતા I પુજન માટે લીધા વેચાતા I માલુ એકલી જ કહેતી હતી I એકેક સંભારણા બાળપણના II૪૦II દરૂવાડાના વલણ પર I એક દર્ગા દેખાયો સુંદર I નિત્ય અહિંના જ ભક્ત પીર I દર્શન લેતા જાનકીનું II૪૧II જરા આગળ ચાલીને ગયા I એક મંદિર દેખાય નવીન I તુળજાભવાનીનું દર્શન I થયું ત્યાં અમોને II૪૨II બહાર આવતા મંદિરમાંથી I ત્યાંજ દેખાય સરસ જાનકી મંદિર I બે મજલાવાળો કૌલારૂવાડો જોઈ I જય જયકાર કર્યો મનમાં II૪૩II પૂર્વાભિમુખ છે પ્રવેશ દ્વાર I આગળ આંગણ છે સુંદર I ઉભા રહ્યા ઘર સામે I ધ્યાનપૂર્વક નિહાળ્યું એ II૪૪II ઓટલો પ્રશસ્ત દેખાયો સરસ I એ જ કરી આપે સંભારણ I માથું ખોળામાં મુકીને I પાડા-બંધુ જ્યા બેસે ll૪૫II અહિં જ જોઈ આકાશમાં I વિજ બતાવી થોભીને I અને આજ તે પવિત્ર આંગણ I જ્યાં ગંગા પ્રગટી દ્વારમાં Il૪૬II અહિંયા જ બધા બેસે I ગપ્પા વાતો કરવા ભેગા મળે I અહિં જ આવે શ્રી ગણપતિ I આમંત્રણ આપવા દાદીને II૪૭II જેવું નામદેવનું પગથીયું I જેને ભક્તો કરે પ્રેમથી નમસ્કાર I એટલા જ આદરથી ઓટલા પર I પગથીયા વંદીને ચડ્યા Il૪૮II અમે પ્રવેશ્યા પહેલી ખોલીમાં I વિશ્રાંતી લેવા બેઠા શાંત I માલુ કહેતી હતી અમને I પૂર્વે હતો હિંચકો અહીં II૪૯II ખોલી દક્ષિણ દિશા તરફ હતી લાંબી I મધ્ય ભાગે દેખાય થાંભલા I દ્વાર હતા પૂર્વ-પશ્ચિમમાં I કબાટ દક્ષિણમાં મધ્યભાગે II૫૦II અહિંયા જ આ ઝુલા ઉપર I દર્શન આપે દુર્ગેશ્વરી I ઝુલા ઝુલાવે ઉપરા છાપરી I દેવતા આનંદથી એને II૫૧II અને આજ હિંચકા ઉપર I બાળપણમાં બોલ્યા શુંભ કરોતી I અનેક રૂપો જોયા હતા I જાનકીના અમે આજ ઘરમાં II૫૨II પછી ગયા બીજી ખોલીમાં I ઉત્તરમાં દેખાય ગોખલો શાંત I દક્ષિણમાં દાદર જાય ઉપર I પશ્ચિમમાં હતું રસોઈઘર II૫૩II ગોખલાનું લેતા દર્શન I ત્રિશુળ દેખાતાં થયું સ્મરણ I આજ એ પરમ પાવન I સ્મૃતિ જાનકીએ મુકેલી II૫૪II અહિં જ આ દેવ ખોલીમાં I લીલા થઈ હતી અનંત I પ્રત્યક્ષ આવે નવરાત્રિમાં I દેવી રમવાને ગરબા II૫૫II અને નીચેના ગોખલામાં I શ્રીફળ નીકળ્યા અસંખ્ય I પ્રસાદ પુષ્પો પણ આપે I અથવા જે જાનકી આપતી હતી II૫૬II દેવઘરની ડાબી બાજુએ I એક થાંભલો છે ભીંતમાં I એના પણ નાના ગોખમાં I જાનકી હાથ નાખતી હતી II૫૭II ત્યાં મળતા તેને ઔષધ I જે દુઃખીઓને તે આપે I થાંભલાને ટેકીને નિત્ય બેસે I મુખ કરીને દેવ સામે II૫૮II અહિં જ આ દેવઘરની નીચે I ગંગાનું પણ સ્થાનાપન્ન કર્યું I અહિં જ જાનકી દેખાઈ I ત્રણ વર્ષ પુજારીને II૫૯II બાજુએ દેખાયું મોટુ કબાટ I અન્નપુર્ણા બેઠી અંદર I અને એનાજ એ આરસામાં I કૃષ્ણ-લીલા બતાવી એણે II૬૦II અહિં જ આવ્યો મોટો ભ્રમર I ના ! જાણે રાજા સયાજી મરણોત્તર I સાત છછુંદરીઓ આવી સુંદર l લક્ષ્મી રૂપે અહિંયા જ II૬૧II આ પશ્ચિમના દરવાજામાં I અને બારીમાંની જગ્યામાં I જાનકી નિત્ય બેસે ત્યાં I નજર શુન્યમાં લગાડીને lI૬૨II આજ આ પવિત્ર જગાએ I હતી આપતી ભક્તોને આશીર્વાદ I કોઈ તૃપ્ત થાયે દર્શને I મનોવાંચ્છિત મેળવીને II૬૩II આગળ વધ્યા રસોઈઘરમાં I ત્યાં પણિયારાની જગ્યા જોત I ત્રણ કરચલા નિળ્યા ત્યાં I લિંગ રૂપ થયા જે II૬૪II બહાર આવ્યા પાછલા આંગણમાં I ત્યાં સંભારણાની અસંખ્ય શ્રેણી I માલુને આવે ભરાઈને I શું કહું ને શું નહિ II૬૫II પશ્ચિમમાં થોડા અંતરપર I વેંગણિયાના છે કાંઠા I ત્યાં કર્યો પીશાચ્ચનો ઉધ્ધાર I ગંગા બોલાવી આંગણે II૬૬II અહિં જ આવે નાગમણિધર I જાનકીને વંદવા વાંરવાર I અહિં એ બતાવે રૂપ ભયંકર I મહાકાલીનું કન્યાને ll૬૭II દક્ષિણમાં જોઈ લાંબી ખોલી I જે ઘાસ લાકડા થકી ભરેલી I અહિંયા જ એ આગ લાગી I ગર્વ દાદાનો હરવા II૬૮II ગમાણ હતી દુર ઉત્તરમાં I જ્યાં ગાય વાછરડાનો વાસ I જ્યાં ગોધન દેખાય નજરે I ત્યાં ક્ષીર સમૃધ્ધિનો વાસ II૬૯II તુલસી વૃંદાવન હતું આંગણે I ફુલો સુવાસિક ચોતરફ I ઘુન્દ થઈ એ જગ્યા પર I પ્રત્યક્ષ કથા સાંભળીને II૭૦II ફરી દેવ ખોલીમાં પ્રવેશ્યા I પ્રથમ મજલે ચડ્યા I ધનના કોઠારમાં પેંઠા I દક્ષિણ-ઉત્તર બાજુના II૭૧II જોઈ સુવાવડીની ખોલી I હતી સારી થાપેલી I કુંકુમ પદકમલો ઉમટ્યા I દેવીના અહિં અનેકદા II૭૨II એવો નિહાળી પરિસર I અમે બેઠા દેવ સામે I ભાવથી કરી આરતી સુસ્વરે I ફળ પુષ્પો અર્પિને II૭૩II ફોટો જગદંબાનો સુંદર I મુક્યો હતો સામે I જાનકી જ બેઠી વાઘ ઉપર I એવો ભાસ થયો ક્ષણ એક II૭૪II સંકલ્પ કર્યો મનમાં I કે જાનકીનું લખવું ચરિત્ર I એ માલુ મને કહે I એનો પ્રથમોધ્યાય વાંચવો II૭૫II પ્રથમ અધ્યાયનું વાંચન કર્યું I ત્યાં પ્રસાદ મળ્યો અમને I ઢગલો ભરીને કંકુ નિકળ્યું I ચરણ પાસે દેવીના II૭૬II કહે બાળ તારું લેખન I અમને ગમ્યું બહુ I તારા પૂર્ણ થશે મનોરથ I છે આશીર્વાદ અમારો II૭૭II આ ઉપરથી શ્રોતાજન I તમને આવ્યું હશે સમજાઈ I કે જાનકી ગઈ અહિં થી I પણ પ્રસાદરૂપે પ્રગટીને II૭૮II છે આ સ્થાન પરમ પાવન I માટે લો જાણીને I જીવનમાં થવું ધન્ય I દર્શન એકવાર કરીને II૭૯II કુસુમને અહિં જ મળી I માતા સદગુરૂ રૂપે મળી I ભક્તિ પણ અંકુર અહિં પામી I એના કરૂણા જળ સિંચનથી II૮૦II સદૈવ રાત્રે હોય જાગૃત I એક મેકની કરે સોબત I એવા આ સુખસહવાસમાં I કાર્ય સોપ્યું કન્યાને ll૮૧II આ કોઈને ન સમજાયું I કે કોણે કર્યા શિષ્ય ઉત્પન્ન I ભક્તને થયું આકલન I યથા સમયઆગળ આગળ ll૮૨II આવી હોતા માતાની જાગૃતિ I કુટુમ્બીજન કેમ ભુલાય I મંગલકાર્યો થાય ઘરમાં I ખોળો માતૃ દૈવતનો ભરવા II૮૩II એવું આ પરમપાવન શ્રધ્ધાસ્થાન I જ્યાં કન્યાને આપ્યું વરદાન I એ જ કાશી પ્રયાગ સમાન I સકળ કુટુમ્બને થયું II૮૪II બહું પહેલા આ ભાગમાં I દેવીના ગણ રહેતા હોવા જોઈએ I ઇતિહાસ હોવો જોઈએ વિખ્યાત I કાળ ઉદરમાં જાય તે II૮૫II જાનકીએ કર્યું પાવન I દેવી ગણો સાથે રહી પોતે I નામનું સાર્થક કર્યું જાણ I ગણદેવી કરીને II૮૬II માલુસ્તે ગામેથી આવી I આ ગણદેવીમાં રહી I પ્રગટ-ગુપ્ત અહિંયા થઈ I અદશ્ય રૂપે વાવરે છે II૮૭II તેથી સ્થાન મહિમાં થયો I વાડો મંદિર રૂપ થયો I એવા આ કીર્તિમંદિરને I મુલાકાત એકવાર આપજો II૮૮II માટે આ મુલાકાતમાં I અમે સંતૃપ્ત થયા મનમાં I પાછા ફર્યા સ્મરતા એને I સંધ્યાકાળના સમયે II૮૯II ભલે નિકળ્યા મંદિરમાંથી I તો પણ મન પાછળ રહે વિચારીને I ફરી ક્યારે થશે દર્શન I પારણું ફીટ્યુ આંખોનું II૯૦II એવા અનેક સુખદ વિચારોથી I અમે પહોંચ્યા ઘેરે I અંતરમનમાં આનંદીને I યાત્રા પૂર્ણ થઈ તેથી II૯૧II માટે હે શ્રોતાજન I તમને વિનંતી કરું જાણીને I નિશ્ચિત જોવું પવિત્ર સ્થળ I શ્રધ્ધા રાખી અંતરે II૯૨II જે શ્રધ્ધા વીના જશે I એને ભળતું જ કાંઈ દેખાશે I પડેલા વાડાની જણાશે I ઠેક ઠેકાણે રૂક્ષતા II૯૩II એને પડેલો વાડો જણાશે I પગ છાણ માટીથી ભરાશે I શુષ્ક જંગલ જેવું દેખાશે I પરિસર આજુબાજુનો II૯૪II જેવા તમે પેસો ખોલીમાં I છીઃ છીઃ કરીને આવશો બહાર I આજ ચર્મ ચક્ષુને દેખાશે I ભક્તિ વગર તમને શુષ્કતા II૯૬II પણ શ્રધ્ધા હોતા હૃદયમાં I સૃષ્ટિ જુદી જ દેખાશે આંખોને I અંતરમનથી જાશો ભૂતકાળમાં I કલ્પનાથી સર્વ દેખાય પુર્વવત II૯૭II જાનકી ત્યાં કેવી રીતે વાવરી I બધી જગ્યા પાવન કરી I જયાં તેના પદકમલો ઉમટ્યા I કપાળે લગાડોએ માટી II૯૮II “સંતચરણ રજ” લાગતા પગમાં I આની મળશે ત્યાં જ સાક્ષી I બધા તિર્થોને થશે ઉતાવળ I પાવન કરવા તમોને II૯૯II આજ એ ગુરૂચરણની માટી I એ જ ભક્તો માટે ભાગીરથી I એવી રાખશો જો સન્મતી I સ્થાન મહિમાં સમજાશે II૧૦૦II શ્રોતાઓ મને કહે ઉમળકાથી I ધન્ય અમને કર્યા કહીને I ગણદેવી યાત્રા કરાવી પૂર્ણ I પ્રત્યક્ષ સ્થાન જાણે બતાવ્યું II૧૦૧II અમે કરીશું સકલ્પ મનમાં I કે ગણદેવી જઈશું નિશ્ચિત I જાનકીનું એ લીલામૃત I પ્રાશન કરીશું ભક્તિથી II૧૦૨II પણ બોલે કહે અમને I તે તેનો નવો અવતાર કયાં થયો I એ વૃક્ષ ક્યાં ફેલાયો I છાયા આપવા ભક્તોને II૧૦૩II શાંત થાવ શ્રોતાજન I ત્યારે તમને હું કહીશ I અવતાર કથાનું વર્ણન I આગળના અધ્યાયે થોડામાં II૧૦૪II જાનકી જીવન પ્રવાહમાં I બીજું તિર્થક્ષેત્ર થયું નિર્માણ I એનું પણ કહીશ વૃત્ત થોડામાં I શાંત ચિત્તે શ્રવણ કરો II૧૦૫II જ્યોતિથી જ્યોત સળગાવી I અસંખ્ય દિપ થાયે નિર્માણ I એવું આ જાનકી જીવન I અસંખ્ય જ્યોતિથી બન્યું તેજોમય II૧૦૬II અસંખ્ય જ્યોતિનો થશે I એક જ પ્રકાશમય ગોળો I કોટી સુર્યસમ પ્રભુ દેખાશે I અજ્ઞાન તિમિર ને હરવા II૧૦૭II અહિં જ બધા સ્થિર થયા I સ્થિતપ્રજ્ઞ મુક્તિ પામ્યા I એજ ભક્તિ ભાવે પહોંચ્યા I જાનકીના ચરણો પાસે II૧૦૮II
ઇતિ શ્રી જાનકી મહિમા કથનં નામ સપ્તદશોડધ્યાયઃ I શ્રી જગજ્જનની જગદંબા – એકવીરા I માતાર્પણમસ્તું I શુભં ભવતુ I શ્રી રસ્તુ I