
સાવલી અધ્યાય ૧૬
II શ્રી II
II અથ ષોડષોડધ્યાયઃ II
શ્રી ગણેશાય નમઃ I શ્રી સરસ્વત્યૈ નમઃ I શ્રી કુલદેવતાયૈ નમ: I શ્રી ગુરૂભ્યો નમ: II આવી સાંભળીને કથાઓ જાનકીની I શ્રોતાજન પામે મનમાં આશ્ચર્ય I લાગે પુરૂં ના થાયે કથન I શ્રવણથી પામે સમાધાન II૧II આ શ્રવણ સુખ મળે અમને તેથી ભાન હરાય ચિત્તનું I ભક્તિરસથી પલળી જાયે I હૃદય અમારૂં નિરંતર II૨II લાગે એકેક કથા સાંભળી I કે આ ભક્તો કેટલા ભાગ્યવાન I જાનકીનું મળે વરદાન I અને તેનો અભયકર માથા પર II૩II જેવી વરસે શ્રાવણધારા I ધરતી તલને તૃપ્ત કરે I તરસ્યાની તૃષ્ણા હરે I હમેંશ પોતાના જીવને II૪II તૃપ્ત થતાં વસુંધરા I બીજ નિકળે ફૂટી સરસર I પાક લહેરાય ભરભર I જીવસૃષ્ટીનો રીઝવવા II૫II એવી જ રીતે વરસતી ઓવીઓ I ભક્ત હૃદય પર વરસે I આકંઠ થાય તૃપ્તિ I અંકુર ભક્તિના લહેરાય II૬II ભક્તિની આવે બહાર I વસંત ઋતુ ન સામે દેખાય I ભક્તિ માર્ગની અલગદ ધૂંધબહાર I ઉપમા ન મળે કોઈ II૭II જ્યારે ઉછળે ભક્તિ લહેર I દેવ સ્વયં સામે પ્રગટે I નિગુર્ણ માંથી થઈ સાકાર I અનેક વિદ્ય રૂપોમાં II૮II કબીરની વિણી શાલો I ફેરવી ઘંટી જનાબાઈની I વિષ મીરાનું પ્રાશન કર્યું I પ્રત્યક્ષમાં પ્રગટીને II૯II ના જોઈ નાતજાત I જોયા નહિ ભેદભાવાદિક I ભકતો થયા સુવિખ્યાત I સર્વજાતીમાં અસંખ્ય II૧૦II એવો આ ભક્તિનો પ્રકાર I જોવા ખરખરે મળે I આજે પણ એ અમ સામે II૧૧II ત્હેં કર્યું જે વર્ણન I ધન્ય થયા કર્ણને નયન I તૃપ્ત થયું અમારું મન I આનંદ સાગરમાં ડુબકી મારીને II૧૨II જેમ ધીરેથી ફુલમાં I ભ્રમર બેસે શિરકાવ કરી I બેસે મધુર મધ ચાખતા I ભ્રમણ પોતાનું ભુલીને II૧૩II ત્યાં પાખડીઓ ધીરેથી મીટાય I ભમર સહજ અટકાય એમાં I એવી જ કંઈ અમારી મનઃસ્થિતી I શ્રવણ અમારું થાયે II૧૪II ભલે અધ્યાય થયો પુરો I તો પણ રંગાય મન વાતમાં I રહે પાછળ લચકીને I હરીને ભાન વખતનું II૧૫II ગુલબંકાવલી જેવું છે આ કથન I ક્યારે પણ ન થાય પુરૂં I રાત્રી પછી આવે દિવસ I એવું ચક્ર ચલાવજે II૧૬II માટે કરીએ વિનંતી I વધુ કહો ગંમત કથા I જેથી જાનકી પરની પ્રિતી I રહે સદૈવ નવી નવી II૧૭II ચંદ્રનું જોઈ પૂર્ણપણ I દરિયો ઉછળે ઝડપ મારીને I જાણે પ્રગાઢ આલિંગન આપવા I એકમેકને મળવા જાણે II૧૮II તેવું જ ભક્તનું પુર્ણ પણ I જોતાં નાચે દયાધન I પરસ્પરને આપે આલિંગન I દેવપણું એનું ભૂલીને II૧૯II જાનકીનું પુરૂ જીવન I એવું જ દેખાઈ આવ્યું I છાયાની જેમ રહીને I ભક્તોને પંપાળે પ્રેમથી II૨૦II શ્રોતાની જોઈ ઉત્સુકતા I સમાધાન મળે મમ ચિત્તે I હવે કથાનક કહું આગળ I દોહરાવું આગ્રહ થકી II૨૧II બીજો પુત્ર શેખર કાલાનો I એની જુદી પસંદગી સુંદર I લાગે જાણે કરવું પર્વતારોહણ I તંત્ર એનું લેવું શીખીને II૨૨II પહેલા “માવળા” કેવા ચઢતા I એમણે કિલ્લા બાંધ્યા પર્વત પર I શૌર્ય ત્યાં બતાવ્યું I મરાઠા શાહીમાં પોતાની II૨૩II ભલે હવે નહિ હોય એ પ્રકાર I ખરેખર હિંમત-શોર્ય હોવું જરૂરી I પાદાક્રાંત કરવા શીખર I એમાં ભુષણ લાગે શેખરને II૨૪II તેનસિંગ ચડ્યો ગૌરી શંકર I તેણે નિરખ્યું અપુર્વ સૌંદર્ય I એ ચઢનારો પહેલો માનવ I જાણીતો થયો જગભર II૨૫II તેણે અપાવ્યું ભુષણ ભારતને I ભારતીય ચડ્યો હિમાલય માટે I એની દિગંતકીર્તિ જોઈ I સ્ફર્તિ આવે તરૂણ મનમાં II૨૬II શેખરને પણ થાય એટલે I આપણે પણ કરીએ પર્વતારોહણ I કળા અવગત કરી લેવા I શીબીરમાં થયો દાખલ II૨૭II મુંબઈના કર્જત મુકામે I એમની છાવણી પડી હતી I ચાંદેરી ડુંગર પર I પર્વતારોહણ કરવા II૨૮II ગામથી દુર ડુંગર I શિક્ષણ આપે નિષ્ણાંત શિક્ષકો I દોરી ખીલા લઈને જાય I માર્ગદર્શન કરવા II૨૯II એકે ક એવો ખીલો ઠોકીને I એને દોરીથી ઘટ્ટ બાંધીને I પગ મુકે સંભાળીને I સાવધતાથી ચઢે ઉપર II૩૦II શેખર જાય ચઢી I એક કઠણ ખડક પરથી I ત્યાંજ થવાથી બેધ્યાન I નિચે અચાનક પછડાયો II૩૧II સાઈઠ ફુટ પરથી I એને પડતો જોઈને I પડ્યો, પડ્યો કરીને I બુમો મારે સર્વ મિત્રગણ II૩૨II બધા જલદીથી ઉતરે I મનમાં ભીતી થઈ ઉત્પન્ન I આ છોકરાની શું સ્થિતી I થઈ હશે કહીને II૩૩II પાસે જઈને જુવે I તો એ બેશુધ્ધ થયો હતો I રક્તથી ખરડાયું હતું I એનું સર્વ શરીર II૩૪II એને લાવે ઉંચકીને I જોયું કે બધુ અંગ છુંદાઈ ગયું I એ ડુસકાં આપતો હતો I અસહય શરીર વેદના થકી II૩૫II ધીમે ધીમે લાવે ઉંચકીને I ત્યાં દિવસ ગયો આથમી I શીબીર દુર હતું એટલે I પાણીના નાળા પાસે મુકે II૩૬II એક મોટી શીલા જોઈને I ઉપર એને સુવાડે I બધા બેઠા દોરી ઝાલીને I આજુબાજુ એના II૩૭II પાસે ન હતું કોઈ સાધન I જેથી તેને લઈ જવાય ઉંચકીને I અને રાત્ર થઈ એટલે I અવર-જવર ઓછી હતી II૩૮II રક્ત લુછીને જુવે I ત્યાંજ શેખરને આવે જાગૃતિ I કહે સ્પર્શ ન કરશો શરીરને I ખમીશ મારૂં ન કાઢશો II૩૯II અંગ ઉપર છે માતાનો શર્ટ I એને ન કરશો સ્પર્શ I લાગે શરીર એનું દુખે I માટે એવું કહે એ II૪૦II ફરી થોડા વખત પછી જુવે I રક્ત લુછવાનો કરે પ્રયત્ન I ત્યારે ફરીથી આવે જાગૃતિ I એ જ શબ્દો બોલે II૪૧II માતાનું ખમીસ છે શરીરે I એ કાઢતા નહી એવું કહે I પાસે દાદી બેઠી છે સાથમાં I તમે મને અડકશો નહી II૪૨II કોઈને અર્થ બોધ ન થાયે I લાગે બડબડ કરે છે બેશુધ્ધિમાં I રાત્રે જાગીને કાઢે I બીજો ઉપાય ન હતો II૪૩II ખડકમાં હતા કરચલા I એ નાચે સર્વ શરીર પર I પણ દેહ પડ્યો હલન ચલન વીના I ભાન ન હતું એને II૪૪II એવી પુરી થઈ રાત્રિ ભયાનક I દિવસ આવ્યો ઉગીને I મુંબઈ લઈ આવે એને I ઘેર એના પહોંચાડે II૪૫II તે દિવસે ન થયો ઉપચાર I દવાખાનામાં લઈ જાય સત્વર I ડોક્ટરને કહે પ્રકાર I બન્યો હતો તે સર્વ II૪૬II બધો દેહ ટીચાએલો જોઈ I ડોક્ટર પણ ગભરાઈ ગયા I કેટલાક હાડકા ગયા છે ભાંગી I શંકા આવી એમને II૪૭II “ક્ષ” કીરણથી તપાસી જુવે I તો આશ્ચર્યથી દેખાઈ આવે I તિરાડ ન હતી કોઈ ઠેકાણે I હતા હાડકા બધા સુરક્ષિત II૪૮II એ શર્ટ કાઢે જોવા I શરીર રક્તથી ખરડાયું માટે I એ સ્વચ્છ કરે લુછીને I બાહ્યોપચાર કરે પછી II૪૯II ઉત્તમ જોઈને દેહસ્થિતી I ડોક્ટર મનમાં કરે આશ્ચર્ય I કેવા હાડકા રહ્યા સુરક્ષિત I ઉંચેથી પડ્યો તો પણ II૫૦II સાઠ ફુટ ઉપરથી પડ્યો I ઉપચાર વીના રહ્યો I માતાના શર્ટે બચાવ્યો I આશ્ચર્ય કરે સકલ જન II૫૧II શેખર હોતા બેશુધ્ધિમાં I એને દાદી બેઠેલી દેખાય I કહે શર્ટ રાખજે શરીરે I કાઢીશ નહી એવું કહે એ II૫૨II એવું જ એ બબડતો હતો I પણ અર્થ કોઈને સમજાય ના I દાદી કરતી હતી સંરક્ષણ I પોતાના કર સ્પર્શથી II૫૩II ભલે શેખર પડ્યો ઉપરથી I પણ ઝીલી લીધો જાનકીએ I જાનકી કૃપાનું આ લક્ષણ I અન્ય કેવી રીતે જાણી શકે II૫૪II પ્રલ્હાદને ઝીલે નારાયણ I તેવી જ રીતે જાનકી આવી દોડીને I ભક્તને આપે સંરક્ષણ I જે ભજે અનન્ય ભાવે II૫૫II જે ભજે અનન્ય ભાવે I દેવ હોય હમેંશ સંગાથે I કલી કાળની નથી ભીતી I એ ભક્તએ લેવું જાણી II૫૬II પછી લઈને વિશ્રાંતી I શેખરની થઈ ઉત્તમ પ્રકૃતિ I ઉપકાર માતાના માને I શરણ જઈને ચરણે II૫૭II કાલાએ મને કહ્યો I એક પ્રસંગ જીવનમાંનો I જે એણે પોતે અનુભવ્યો I કંઈ વરસ પહેલા એકવાર II૫૮II એના ડાબા સ્તન પર I થઈ એક ગાંઠ ઉત્પન્ન I ધીમે ધીમે તે દુખવા લાગી I લાલબંદ થઈને II૫૯II કુટુમ્બના ડોકટર પાસે જાય I ને ડરી ડરીને કહે I લો એકાન્ત તપાસી I “ટાટા” ના દવાખાને જઈ II૬૦II “ટાટા” નું નામ સાંભળીને I કાલા જાય ગભરાઈ I લાગે કેન્સરનું પ્રકરણ I ત્યાં રોજ તપાસીને II૬૧II જો ગાંઠ હશે કેન્સરની I તો તુટશે દોરી આયુષ્યની I આ ગાંઠ લાગે કાળની પકડ I દેહને પકડીને બેઠેલી II૬૨II ત્યારે જીવ ગયો ગભરાઈ I માતાનું શરૂ થયું સ્મરણ I કહે શું છે તારા મનમાં I મને મારીશ આમ ઝુરાવીને ? II૬૩II શું અપરાધ થયો મારાથી I તેથી શિક્ષા આપે બાળકને I તારો આધાર અમોને I આજે ખલાસ થયો શું કે ? II૬૪II પ્રત્યક્ષ વેદના કરતાં પણ I ચિંતાથી ઘેરાયું એનું મન I આપણે હવે જવું જગતમાંથી I સંસાર આ છોડીને II૬૫II ભલે થયો હોય કેન્સર I તો જવાનું થાય જલદી I તો માતાનો જય જયકાર I કેમ ન કરવો મનમાં ? II૬૬II જો થાઉં સંપુર્ણ સારી I એ માતાની કૃપા મારા પર I અથવા ન થાઉં સારી તો પણ I અલ્પ સેવા એટલી થશે II૬૭II એવો દ્રઢ નિશ્ચય કરીને I એ ટાટામાં આવી તપાસીને I કહે કરાવી લો ઓપરેશન I શક્ય એટલું જલદી II૬૮II દિવસ થયો નિશ્ચિત I કાલા જાય દવાખાને I તે પૂર્વ તેને તપાસે I ફોટો કાઢીને જુવે II૬૯II ફોટામાં આવ્યું દેખાઈ I કે ગાંઠ જ નથી એવું I ફરી જુવે સ્પર્શીન I તો ગાંઠ ન હતી ત્યાં II૭૦II આશ્ચર્ય કરે મનમાં I કાલ સુધી દેખાતી હતી I હવે કેવી થઈ ગુપ્ત I એકદમ અહિંથી II૭૧II કહે તમે છો ભાગ્યવાન I શસ્ત્રક્રિયાનું નથી હવે કારણ I ગાંઠ ગઈ છે નીકળીને I દેહમાંથી તમારા II૭૨II તમારા શુધ્ધ દેહમાં I હવે રોગ દેખાતો નથી I વૈદ્યકિય શાસ્ત્રમાં પણ I અપુર્વ લાગે આ અમને II૭૩II એની આંખો આવી ભરાઈ I માતાના જોઈને અનંત ઉપકાર I કહે તારું ફેડાયના ૠણ I અનંત જન્મો લઈને પણ II૭૪II હવે ચરણે એક વિનંતી I ચરણ સેવા આપ જન્મજન્માંતર I તારી કર કન્યા અથવા શિષ્ય મને I જેથી મળે કરવા તારી સેવા II૭૫II આ ગણદેવીમાં ગામમાં I શ્રી શંકરના મંદિરમાં I વૃધ્ધ પુજારી રહેતો હતો I બ્રાહ્મણ કર્મ કરતો હતો II૭૬II એ નિત્ય આવે જાનકી ઘેરે I અષ્ટમીએ અભિષેક કરે I કોઈવાર પાઠ વાંચે નિરંતર I જાણે આજ્ઞા આપી હોય એને II૭૭II ક્યારેક જાય જાનકી મંદિરે I દર્શન લેવા ગર્ભગૃહમાં I બ્રાહ્મણ તેના વંદે પગ I શીવની સામે હમેંશ II૭૮II એ જાણતો હતો કીર્તિ I જાનકી પ્રત્યક્ષ હતી અંબા-પાર્વતી I આજ કરશે ઈચ્છા પૂર્તિ I મારા મનની કહીને II૭૯II કહે રક્ષજે મારૂં જીવન I કષ્ટ અપાર પડે સંસારમાં I તો એ પ્રેમથી ઉપાય કહે I પામ્યો સુખસમાધાન II૮૦II જ્યારે જાનકીનું થયું અવસાન I એ ગામમાં ન હતો માટે I એને ન ખબર પડી નિધનની I જાનકીનું થયેલું II૮૧II કેટલાક મહિના પછી પાછો આવ્યો I નિત્ય ના કામમાં પરોવાયો I પુજા અર્ચા કરવા લાગ્યો I યજમાન ના ઘરમાં II૮૨II પ્રત્યેક આઠમે આવે ઘેર I અભિષેકાદિકાર્ય કરે I એવા ત્રણ વર્ષ ઉપરા ઉપરી I બ્રાહ્મણ કર્મ કરતો હતો II૮૩II મુંગો રહી આવે ઘરમાં I અભિષેક કરીને જાત I એક દિવસ સહજ પુછે I આજ માતા ન દેખાય કેમ II૮૪II ત્યારે કુસુમા કહે હસીને I તમે કેવો પુછો છો પ્રશ્ન I આજ માતાને જઈને I વર્ષ ત્રણ થયા હોય II૮૫II ત્યારે બ્રાહ્મણ ગયો ગભરાઈ I શું સાંભળું છું હું I જ્યારે જ્યારે કરૂં હું અર્ચના I માતા બેસે છે પાસે II૮૬II નિત્ય અભિષેક થયા પછી I મારા હાથમાં આપે સવા રૂપીયો I કેમ વિશ્વાસ મુકું હું I ત્રણ વર્ષ થયા કરીને II૮૭II આજે દેખાય ન માટે I સહજ પૂછ્યો મે પ્રશ્ન I તો તમારો સાંભળીને જવાબ I ભ્રમમાં હુંપડ્યો હવે II૮૮II ઘરમાં આવું ત્રણ વર્ષથી I મને કદી ન આવ્યું સમજાઈ I કે માતા ગયા જગમાંથી I કારણ પ્રત્યક્ષ દેખાય સામે II૮૯II બ્રાહ્મણ ગયો ગભરાઈ I કહે પાછો ન આવું કદી I જાનકી વીના પુજન I અહિં મારે કરવું નથી II૯૦II બધાને થઈ આવ્યું અભિમાન I કે આ બ્રાહ્મણ કેટલો ભાગ્યવાન I માતા પ્રત્યક્ષ આપે દર્શન I પાસે બેસીને એમને II૯૧II જ્યાં સુધી હતું અજ્ઞાન I ત્યાં સુધી જ થયું દર્શન I જ્ઞાનથી આવતા ડહાપણા I ફરી ના દેખાઈ માતા એને II૯૨II કુંદા પાટણકર કરીને I ગોંદીયામાં રહે જાણ I જાનકીને ભજે રાત્ર-દિવસ I ભાવભક્તિથી મનોમન II૯૩II જાનકીના ફોટો ને પુજીને I જાણે માતા જ બેસી છે આગળ I મીઠી મીઠી વાતો કરે I અનેક સુખદ સંસારની II૯૪II સંસારમાં આવે અડચણો I ફોટાને કહે મનોમન I કહે લે જે તું સંભાળી I માયાની ઝાલર કરીને II૯૫II જ્યાં સુધી છે તારી માયા I ત્યાં સુધી ન ભીતિ ભવભયથી I તારું નામ છે તારણ કરવા I સમર્થ અમારા જીવને II૯૬II ગોંદિયા ગામમાં રહેતી I ત્યાં દિવસરાત ચોરીઓ થાય I એકલાપણાની લાગે ભીતિ I પુરૂષ મંડળી ગયા પછી II૯૭II જો જવું હોય બહાર I તો પણ કહે જાનકીને વિચાર I તું સંભાળજે ઘરબાર I બહાર જઈને આવીએ અમે II૯૮II વાવર કરતા બીકથી I પણ એક જ સ્થળ લાગે સુરક્ષિત I જાનકીના ફોટા પાસે I દાગીના મુકે રક્ષવા II૯૯II દ્રઢ શ્રધ્ધા હોય તો પણ I દૈવ પોતાનું પણ કામ કરે I એમના ઘરે થઈ ચોરી I સંસાર ઉપયોગી વસ્તુઓની II૧૦૦II દોડીને જાય ફોટો પાસે I તો દેવ જ દેખાય ઉપર નીચે I અને દાગીના ત્યાં જ દેખાયા I કંઈ ન ગયું તેમાનું II૧૦૧II આશ્ચર્ય બધાને થાય I કે આ સામે દેખાતા હતા I તો પણ કેમ ન લઈ ગયા I કોણે અટકાવ્યા એમને II૧૦૨II થવાનું હતું તે થઈ ગયું I પણ મુદ્દલ માત્ર ગયું નહી I એમાંજ માન્યુ સમાધાન I રક્ષણ કર્યું માટે II૧૦૩II જે જે લખ્યું હોય દૈવમાં I તેવું નિત્ય રહે બનતું I પણ ભક્તિ આપે સાથ I દુઃખ હલકુ કરવા II૧૦૪II દૈવમાં જે કાંઈ લખાયું I એજ દેવે પણ ઘડાવ્યું I ત્યારે તુટવું-સાંધવું ચાલે I બધું એની ઈચ્છાથી II૧૦૫II ચોર ચોરી કરીને જાય I એમને કોણે આપી મતી I ઋણાનું બંધ એવા ફીટશે I એકમેકનું આપીને II૧૦૬II માટે માગીએ સન્મતી I જેનાથી ન ચળે સ્વ-વૃત્તિ I તારૂં સ્મરણ રહે ચિત્તે I ને નામ નિરંતર મુખમાં II૧૦૭II માટે જ શ્રોતાજન I નિત્ય રહેવું સાવધાન I જાનકીનું કર્યા વીના સ્મરણ I દિન એક પણ ન ટળવા દેવો II૧૦૮II
ઇતિ શ્રી જાનકી મહિમા કથનં નામ ષોડષોડધ્યાયઃ I શ્રી જગજનની જગદંબા – એકવીરા I માતાર્પણમસ્તું I શુભં ભવતુ I શ્રી રસ્તુ I