સાવલી અધ્યાય ૧૫

II શ્રી II

II અથ પંચદશોડધ્યાયઃ II

શ્રી ગણેશાય નમઃ I શ્રી સરસ્વત્યૈ નમઃ I શ્રી કુલદેવતાયૈ નમ: I શ્રી ગુરૂભ્યો નમ: II જાનકીની સુકન્યા કલાવતી I તેના પર હતી બહુ પ્રિતી I કાલાની પણ હતી અતી ભક્તિ I માતા ઉપર પોતાની II૧II બાળપણમાં બહુ I લાડથી પુરી કરી મમતા I દર્શન કાલીકાનું કરાવી I અનન્ય ભક્તિ જોઈને II૨II ચુંદડી આપી પ્રસાદ કરીકે I જે પ્રેમથી રાખી સંભાળી I નિત્ય કરે એનું દર્શન I એ સ્મૃતિ સ્વરૂપ જનનીનું II૩II માતાની સેવા બહુ I કરી હતી બાળપણમાં I એનું ફળ પણ પ્રાપ્ત થાય I સંસારમાં એને II૪II માતા પ્રત્યક્ષ કુલ દેવત I એવું ટંકાયું જે મનમાં I નામ સદૈવ રહે મુખમાં I ગુણગાન કરે મનમાં II૫II જે જે મળે ભક્ત I એને સ્વાભિમાનથી કહે I માતા જેવું શ્રેષ્ઠ દૈવત I નથી નથી આ જગમાં II૬II આ કન્યાઓ કેવી ભાગ્યવંત I ભગવતી જેમની જનની પ્રત્યક્ષ I જાણે કલ્પવૃક્ષની છાયા I તેઓ સુકન્યાની માવડી II૭II બધા ભાગ્ય ત્યાં સ્થિર થયા I કર જોડીને એમની આગળ II૮II અહીં તમે મને પુછશો I કે પછી એ સદૈવ સુખી હશે I દુઃખ એમને અડકે નહી I શ્રીમંત અને સુખ સમૃધ્ધિમાં II૯II શ્રી કૃષ્ણ જેવો સખા હતો I પાંડવોના ન છુટ્યા ભોગ I દ્રોપદીની થઈ એજ દશા I કૃષ્ણ જેવો ભાઈ હતા તોયે II૧૦II આ પરથી લાગે દૈવ ગતી I ભોગવવી પડે બધાએ I ત્યારે જ થાય તે મુક્ત I સંચિત કર્મમાંથી પોતાના II૧૧II ભોગ ન છુટ્યા કોઈના I પણ એના ઉપશમન માટે I સદગુરૂ દોડે સહાયમાં I ભાવ ભક્તોનો જોઈ II૧૨II પણ અહિં સુવર્ણયોગ થયો I માતા રૂપી મળે સદગુરૂ I એવી આ સદગુરૂ માવડીને I નિત્ય સ્મરે એ મનમાં II૧૩II જ્યાં થાય સદગુરૂ સ્મરણ I એ ત્યાંજ રહે ઉભા થઈને I સહાય કરવા દોડે પોતે I પ્રેમથી પોતાના ભક્તો પાસે II૧૪II જ્યાં સદગુરૂ માવડી એક થયા I ત્યાં પ્રેમની સીમા ન રહી I અગમ્ય લીલાની પ્રચિતી આવી I ક્ષણે ક્ષણે છોકરીઓને II૧૫II અનુભવ કહે સ્વાભિમાન ધરીને I માતાનું મોટા પણ ગાયે I સહાય્યાર્થે દોડી I માતા ક્યાં ને કેવી રીતે II૧૬II એમના અનુભવ સાંભળીને I શરીર થાય રોમાંચિતા I ડુમો ભરાઈ આવે કંઠે I ભાવ ભક્તિથી આપણો II૧૭II વિનય કરીને પુત્ર કાલાનો I રમતો હતો સંધ્યાકાળે I માતાને એ કહે I પેટમાં મારા દુઃખે છે II૧૮II દુઃખનો વેગ વધ્યો I તેવો તે રડવા લાગ્યો I ત્વરિત લઈ જાય તેને I કુટુમ્બના ડોકટર પાસે II૧૯II ડોક્ટર જુવે તપાસીને I કહે શું હતા હજી સુધી ઉઘી I બેઠા હોત ગુમાવીને I સુપુત્ર હાથથી પોતાના II૨૦II આંતરડુ વધ્યું પેટમાં I તે મોટુ ફુલ્યુ હોય તેમ લાગે I જો તે ફટે અંદરના ભાગમાં I ગંભીર સ્થિતી સામે આવશે II૨૧II વખત ના ગુમાવશો તમે I મોટા દવાખાને લઈ જાવ I ઓપરેશન કરાવી લો સત્વર I સલાહ છે મારી એવી II૨૨II કાલા ગઈ ગભરાઈ I પતિ ઓફિસમાં હતા તે દિવસ I કયા દવાખાને લઈ જાય I નિર્ણય લેતા ફાવે ના II૨૩II વિચારવાનો વખત ન હતો I ઈલાજ કાંઈ સુઝે નહી I ડોક્ટરે જ નિર્ણય લીધો I ‘નાણાવટી” માં કરવો દાખલ II૨૪II પ્રસિધ્ધ દવાખાનું પાર્લાનું I નાણાવટી નામે દવાખાનું I દાખલ કરે તેમાં ત્વરિત I સગાવહાલા વિનયને II૨૫II જેવા વિનયને દાખલ કરતાં I તેમાં ડોક્ટર પણ થાય ભેગા I એકત્ર થઈને તપાસતા I સર્વપ્રકારે દર્દીન II૨૬II કહે કલાકના સમયમાં I ઓપરેશન કરવું નિશ્ચિંત I તેયારી કરવા કહે I ઔષધની અને સાધનોની II૨૭II પતિ પાસે ન હતા કરીને I કાલા ગભરાઈ મનમાં I મનમાં માતાને હાંક મારીને I વાટ જોતી બેઠી એ II૨૮II જય માવડી કુલ સ્વામીની I આંખો લગાવી રસ્તા પર I વાંરવાર મનમાં કરગરીને I મોટી આશાએ બેઠી II૨૯II તું આવ દોડીને I પૌત્રને લે સંભાળી I મને ધીરજ આપ આવીને I એકલાપણું લાગે છે II૩૦II તું હતી જ્યારે ઘરમાં I અમે નિશ્ચિત હતા મનમાં I છોકરાઓ રહે આરોગ્યમાં I કૃપા છત્ર નીચે તારા II૩૧II ક્યારે આવતા દેવી શરીર પર I ફોલ્લા ઉઠે સર્વાંન્ગ ઉપર I તું સહન કરે એમનો જવર I કોઈનો ઘા લે માથા પર II૩૨II પડી રહીને બીછાના પર I બધું સહન કરે આનંદથી II૩૩II એવી તારી છાયામાં I છોકરાઓ રહે આનંદમાં I એ છાયા સમાઈ અનંતમાં I ક્યાં હું જોઉ તને II૩૪II મને ન કાંઈ સમજાય I સંભ્રમ થયો છે મનમાં I તું આવીને સાથે I બાળક મારૂં રક્ષજે II૩૫II આંસુ વહે આંખોમાંથી I પાલવથી પુછી લઈ એ I ત્યાં હાથ ફર્યો પીઠ પરથી I એક મોટી પરિચારીકાનો II૩૬II શસ્ત્રક્રિયાની ખોલીમાંથી I નિકળતા આવી દેખાઈ I કાલાની પાસે આવીને I હાથ ફેરવે માયાથી II૩૭II કહે તમે જ છો માતા I જે બાળદર્દી છે અંદર એના I ગભરાશો નહી મનમાં I બધું પાર પડશે સારું II૩૮II કેવો મઝાનો દેખાય બાબો I હું જોઈ આવી અંદર I ડોકટરે પણ કહ્યું કે I કેસ મારો છે કરીને II૩૯II બાબાને પણ આપી ધીરજ I સમજાવીને કહ્યો પ્રકાર I કરશે કેવી શસ્ત્રક્રિયા I પેટ ઉપર તારા તે II૪૦II ન જોઈતું આંતરડું I તારા પેટમાં એવું વધે I એ કાઢી લેશે તો પણ I તને થશે આરામ II૪૧II જે વધે છે તારા પેટમાં I તેથી દુઃખે છે તારા પેટમાં I જેમ પગમાં કાંટો તુટે I કાઢતા લાગે આરામ II૪૨II તું ન જઈશ ગભરાઈ I હું તારી માસી છું જાણ I ‘‘બાબો” મારો ભાણો થાય I એવું કહ્યું મેં ડોક્ટરને II૪૩II હાથ ફેરવી શરીર પરન I ત્યાં એ હસ્યો મને જોઈને I કેટલો ડાહ્યો બાબો કહીને I દીર્ઘ ચુંબન લીધું મેં II૪૪II તમે પણ ગભરાશો નહી I મારો જ બાબો સમજીને I હું પોતે ધ્યાન આપીશ I ઓપરેશન વખતે II૪૫II ઔષધ ન લાવીશ વેચાતા I મેં વ્યવસ્થા કરી છે અલગ I તમે સ્વસ્થતા ચિત્તે રાખો I બધું પાર પડશે વ્યવસ્થિત II૪૬II હું અહીંની પ્રમુખ ચાંદેકાર I જે આ વોર્ડની છું સીસ્ટર I બાબો મારો ભાણો ખરેખર I કહી રાખ્યું છે બધાને II૪૭II એવો આધાર કાલાને આપે I ચાંદેકર માસી ગયા નિકળી I જ્યાં થઈ રહ્યું છે ઓપરેશન I વિનય પાસે તે વખતે II૪૮II કલાક પછી આવ્યા બહાર I કહે ઉત્તમ થઈ શસ્ત્રક્રિયા I હવે ન કરતાં ચિંતા I બાબો દુઃખ મુક્ત હવે થયો II૪૯II વિનયને લાવે બહાર I વોર્ડમાં સુવાડે પલંગ પર I બધા આપ્ત-મિત્ર ભેગા થયા I પલંગની આસપાસમાં II૫૦II પરિચારીકાને બોલાવીને I ચાંદેકર કહે સમજાવીને I ખાસ ધ્યાન રાખજો આ દદીનું I બાળક મારો છે ને II૫૧II ઔષધ આપજો સમયસર I માંગે તે આપજો સત્વર I વખતનો ન કરવો વિચાર I મારું નામ કહેવું II૫૨II ચાંદેકર બાઈ વટમાં I બધાને આપી દાટી I એમની હતી કડક શિસ્ત I ગભરાય બધી પરિચારિકા II૫૩II કાલાને કહે આવીને I હું પાછળ જ રહું છું I આવતા અડચણ કોઈ પણ I મારી ઓરડી પર આવવું ત્વરિત II૫૪II હું નિત્ય ફેરા મારીશ I બાબાને જોઈને જઈશ I તમે નિશ્ચિંત જાઓ અહિંથી I એવું કહીને ગયા એ II૫૫II કાલાને આવી ધીરજ I જોઈને માસી ચાંદેકર I કોણ ક્યાંની સહોદર જેવી I માયા કેવી થઈ પુત્ર પર II૫૬II પણ આશ્ચર્ય થાય મનમાં I એણે સહાય કરી પ્રત્યક્ષમાં I આદર થયો મનમાં I ચાંદેકર બાઈ માટે II૫૭II વિનયને રાખવો પડે પંદર દિવસ I માટે બધા જાય ઘેરે I પિતા પણ જોવા આવ્યા I નિત્ય થાય જવું-આવવું II૫૮II ત્રણ વખત દિવસમાં I ચાંદેકર માસી જોઈ જાય I કેવો રૂપાળો બાબો કહીને I કૌતુક કરે વિનયનું II૫૯II જ્યારે ડોકટરની આવે ફેરી I ત્યારે પણ તે હોય સાથે I વિનયની લે ખબરદારી I બીજાથી વિશેષ તે II૬૦II પરિચારિકા પણ ગભરાય I ધ્યાન આપે વિશેષતાથી I વિનયને પુછે કોણ I હેડ સીસ્ટર લાગે તમારી II૬૧II માસી થાય કહેતા જાણે I વિશેષ આદરે જાુવે સર્વજણ I બધું માંગતા ગમે તે સમયે I સર્વ એને મળી રહે II૬૨II એવો આ બાદશાહી દર્દી I બધા કરે એનું સન્માન I ચાંદેકરનો ભાણો કરીને I ખામી કોઈ ના રહેવા દેત II૬૩II કાલા નિત્ય બપોરે આવે I એને વિનય કહે સર્વ બધું I માસી પાસે બેસી જાય I વાતો કરે મીઠી મીઠી II૬૪II એવા દિવસો ગયા કાંઈ I ત્યાં માસી આવે બપોરના I કાલાને પુછી જાુવે I કેવી પ્રકૃતિ છે બાબાની II૬૫II કાલા કહે કે તમારા I ખુબ ઉપકાર થયા I બાળક મારૂ રક્ષીને I મને ધીરજ આપીને II૬૬II તમે બતાવી જે મમતા I એની માતાથી અધિક મહત્તા I પૂર્વ જન્મનું મારું ભાગ્ય I માટે તમે મળ્યા II૬૭II માસી કહે હસીને I ના, ના એવું ન લાવો મનમાં I જતા પહેલા એકવાર I મારા ઘરે જજો તમે II૬૮II વાતો નિકળે વાત પરથી I તમને શું ભાવે છે કરીને I કહે આવજે અથાણું લઈને I કર્યું હોય જો ઉત્તમ II૬૯II બીજે દિવસે બાટલી ભરીને I કાલા આવી અથાણું લઈ I દવાખાનાની પાછળ જઈ I સરનામું પુછવા લાગે II૭૦II આવે દોડીને દરવાન I કહે બપોરનો વખત છે માટે I એ સુતા હશે કરીને I અમે ન ઉઠાડીએ તેમને II૭૧II એવું ચાલે એમનું સંભાષણ I ત્યાંજ આવે મેડા પરથી I અરે એમને મોકલી આપ I હું વાટ જોવું છું એમની II૭૨II તેવાં જતા મેડા પર I દ્વાર ઉઘાડે ચાંદેકર I સ્વાગત કર્યું સુંદર I કૌતુક કરીને કાલાનું II૭૩II કાલા બેઠી ખોલીમાં I કૌતુકથી જોતી હતી બધું I ખોલી સુંદર હતી પ્રશસ્ત I સજાવી એ સરસ II૭૪II બધા સુખ સાધન અધતન I ખોલીમાં આવે દેખાઈ I પુષ્પગુચ્છ ભરેલા જોઈ પડદા I પ્રસન્નતા થાય કાલાને II૭૫II ત્યારે માસી કહે હસીને I કેટલા ભાગ્યવાન દેખાવ તમે I તમારા મનમાં ચાલે ચિંતન I ભક્ત હોવ એવું લાગે II૭૬II એવું મશ્કરીમાં ચાલે સંભાષણ I આનંદની થઈ લેવડ-દેવડ I કાલા એમને આપી અથાણું I દવાખાને પાછી ફરી II૭૭II એવી ઉપરા છાપરી ભેટ થાય I ત્યાંજ અગીયારમે દિવસે કહે I તમારા પુત્રને આપી મુક્તિ I આજ દવાખાનામાંથી II૭૮II આનંદ થયો કાલાને I વિનયને તૈયાર કર્યો I હવે લાગે મળવું માસીને I નિકળતા પહેલા એક વાર II૭૯II એણે કર્યા બહું ઉપકાર I જઈને માનવા આભાર I માટે જાય પૂર્વ દિશાએ I માસીના ઘેર એ II૮૦II બન્ને જાય દ્વાર પાસે I ત્યાંજ દરવાન અટકાવે I ચાંદેકરના ઘરમાં I જવું છે એમ કહે II૮૧II કોણ ચાંદેકર કરીને પુછે I એવું અહીં કોઈ ન રહેત I કહે પરમ દિવસે એમના ઘરમાં I અમે ગયા હતા કે II૮૨II મેડા ઉપર બતાવે આંગળી I કહે અહિં જ લીધી એમની ભેટ I દરવાન કહે જુવો ઠીક I બારી બંધ છે ત્યાની II૮૩II કેટલાયે મહિનાઓથી I એ બ્લોક તો ખાલી છે જાણ I વિશ્વાસ ન થાય તો જોઈ આવો I તાળુ છે કે નહિ II૮૪II કાલા જઈ આવી ઉપર I તો તાળુ દેખાય ત્યાં I નામ પટ્ટી જુવે વાંચીને I દાદર પાસે લગાડેલી II૮૫II ત્યાં પણ નામ ન દેખાય I માટે મહદ આશ્ચર્ય થયું I આજુબાજુ નિરખીને જોયું I ફરી ફરી કાલાએ II૮૬II તેવી જ આવી દવાખાનામાં I પુછે ત્યાંની પરિચારિકાઓને I ક્યાં રહે સીસ્ટર ચાંદેકર I ક્યારે આવે એ અહિંયા II૮૭II કોણ ચાંદેકર કહીને પુછે I એવું કોઈ નથી અહિં રહેતું I અરે ! નિત્ય આવે વોર્ડમાં I પ્રમુખ સીસ્ટર આપણા II૮૮II નિત્ય દસ દિવસ એમને I જોતા હતા અમેં એમને આવતા I તમારી સાથે કરે મંત્રણા I બાબા માટે કહે તમને II૮૯II પરિચારિકા કહે હસીને I અમારા ન આવે સ્મરણમાં I સીસ્ટર ચાંદેકર કરીને I પ્રમુખ અમારા નથી એ II૯૦II કાલા પડે વિચારમાં I પરિચારિકાનું સાંભળી ભાષણ I ડોક્ટરને પુછે વિનવીને I ચાંદેકર બાઈ ક્યાં હશે II૯૧II ત્યાં જ પ્રશ્ન પુછે ડોક્ટર I આ નામની કોઈ નથી સીસ્ટર I ક્યાંથી આવે અવારનવાર I દવાખાનામાં અમારા II૯૨II આશ્ચર્ય થયું કાલાને I આવો કેવો થયો પ્રકાર I કે શું થયો ભ્રમ અમને I પ્રત્યક્ષ જોતા હોવા છતાં II૯૩II કાલ સુધી મળી એ I આજે અચાનક કેવી ગઈ I બધાને જ ભ્રમમાં નાખી I કોઈ ન ઓળખે કેવું આ II૯૪II કુતુહલ થયું જાણીને I રજીસ્ટરમાં જુવે શોધીને I તો ચાંદેકર કરીને I નામ દેખાયું તેમાં II૯૫II પણ પાંચ વરસ ઉપર એક I ડોક્ટર હતા એક ચાંદેકર I ત્યારથી આજ સુધી I કોઈ નથી એ નામનું II૯૬II ઘેર લાવતા વિનયને I પણ કોકડું ન ઉકલે કોઈને I કોણ દોડ્યું મદદ માટે I ચાંદેકર આ નામથી II૯૭II કે માતા આવી દોડીને I મારી આર્ત બુમ સાંભળીને I ચાંદેકર માસી થઈને I સંરક્ષવા પૌત્રને II૯૮II ગણદેવીમાં હતી પ્રત્યક્ષમાં I તો પણ પ્રગટી નવસારીમાં I લાગે હવે ન આવે સાક્ષાત I બાળક માટે પોતાના II૯૯II પણ તેં નવાઈ કરી I માસી તરીકે પ્રગટ થઈ I ધન્ય કરી અમને I છાયા જેમ રહીને II૧૦૦II દામાજી પંત માટે I વિઠ્ઠલ થયા હતા મહાર I સોના મહોરો આપી દેતા I અસંખ્ય એ બાદશાહને II૧૦૧II એકનાથના પ્રેમ માટે I શ્રીખંડ્યા થઈને આવ્યા દેવ I એનો જોઈને ભક્તિ ભાવ I સંસાર ચલાવે ઠીક II૧૦૨II ભાઉકાકાની માટે I દેવ વકીલ રૂપ થયો હતો I કોર્ટમાં છોડાવે ભક્તને I પોતે કેસ ચલાવીને II૧૦૩II નરસી મહેતાની વટાવવા હુંડી I શામળ શેઠ થયો જગ જેઠી I જગમાં દેખાડી આવી પ્રચીતી I ભક્તિ ભાવથી દેવે II૧૦૪II અહિં આવ્યું એવું જ થઈને I મુખ્ય પરિચારિકા થઈ પોતે I માતૃપ્રેમ એ સાકારીને I કાલા માટે પ્રગટ થઈ II૧૦૫II જયારે કાલાને આ સમજાયું I ત્યારે હૃદય ભરાઈ આવ્યું I અપાર કષ્ટ પડ્યા જાણીને I તેના માટે માતાને II૧૦૬II પહેલાની જેમ જ કાઢી લઈને I દુઃખ છોકરાના લઈ ભોગવે પોતે I હવે થઈને માસી I જાગૃત રહી વચનપૂર્તિ માટે II૧૦૭II ધન્ય ધન્ય તું માવડી I તારી અપાર કૃપાની છાયા I આ જન્મે મળી અમને I કૃતાર્થ કર્યું ત્હેં જીવન II૧૦૮II

ઇતિ શ્રી જાનકી મહિમા કથનં નામ પંચદશોડધ્યાયઃ I શ્રી જગજનની જગદંબા – એકવીરા I માતાર્પણમસ્તું  I શુભં ભવતુ I શ્રી રસ્તુ I

Click to rate this post!
[Total: 0 Average: 0]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *