
સાવલી અધ્યાય ૧૪
II શ્રી II
II અથ ચતુર્દશોડધ્યાયઃ II
શ્રી ગણેશાય નમઃ I શ્રી સરસ્વત્યૈ નમઃ I શ્રી કુલદેવતાયૈ નમ: I શ્રી ગુરૂભ્યો નમ: II પાછળના અધ્યાયે કર્યું કથન I એ ઉપરથી સમજાય કે I જાનકી ન ગઈ આપણી વચ્ચેથી I નિર્ગુણ રૂપે વાવરે II૧II આર્તતાપૂર્ણ હાંક સાંભળીને I નિગુર્ણ સ્વરૂપે દોડતી આવે I સહાય કરે પ્રગટીને I સુભક્તને પોતાના II૨II એવી જાનકી અને ભકતોની I ચાલે પ્રેમની સંતાકુકડી I પણ પ્રત્યક્ષ દર્શનનો I મોકો ન મળે ભક્તોને II૩II નાના, દિયેર કુસુમતાઈના I લગ્ન ઠરે એમનું I બીલીમોરામાં કરવાનું I નિશ્ચિત થયું હોય જો II૪II બધા સગા ભેગા થયા I લગન ઉતાવળ શરૂ થઈ I એક મણની બુંદી કરવા I ઠર્યું હતું તે વખતે II૫II બીલીમોરામાં રહેતો હતો I એ રસોઈયો કર્યો નિશ્ચિત I બધા જોતા હતા રાહ I કે લાડુ કરવા આવશે II૬II સવારે આવનારો રસોઈયો I ન આવે બપોર થઈ તોય I બોલવવા મોકલે ઘેરે I તો પણ રાત્રિ સુધી ના આવ્યો II૭II એવું સમજાયું તપાસ અંતે I એ બહાર ગયો પરપ્રાંતે I હવે ભરોંસો ન આપે I સભ્યો ઘરના એના II૮II એકલો જ હતો બીલીમોરામાં I એટલે વિશ્વાસી રહે I કાર્ય થશે કેમનું કહેતાં I કાલે સવારે આપણે ત્યાં II૯II લોટ તૈયાર કર્યો પલાળીને I માટે જુવે શોધીને બીજો I પણ કોઈ ન મળે તેથી I કાળજીમાં પડ્યા બધા II૧૦II જો રાત સુધી ન થાય તો I તો લોટ જશે અથાઈ I કેવી રીતે રેહવું વિસંબીને I રસોઈયા ઉપર સમજાયના II૧૧II કુસુમતાઈ કરે વિચાર I કે માતાને કહે સત્વર I ઉભી રહે ભગવાન સામે I પ્રાર્થના કરે મનોમન II૧૨II જય જયાજી માવડી I અમારી મતી ખુંટી ગઈ I બુંદી કરવા કાઢી Iપણ રસોઈયો કંઈ મળે ના II૧૩II સવારે છે લગ્ન દિયેરનું I એમાં પકવાન્ન છે લાડુનું I પણ હવે શું કરવાનું I તું જ લે જોઈ II૧૪II સર્વમંગલ કાર્ય માટે I પાછળ આશીર્વાદ હોતા I પડે નહી કમતરતા I કોઈ પણ વાતની II૧૫II જ્યાં દેખાય ન્યુન I એ કરાવી લો તમે જ I ખોડખાંપણ ન આવે દેખાઈ I સંભાળી લેજો માવડી II૧૬II એને આવી વિનંતી કરીને I વાટ જાવે બેસી રહી I ત્યાં રાત્રે આવ્યા બે જણ I ઝારા ખભા પર લઈને II૧૭II કહે સમજાયું એવું અમને I કે બુંદી સીવાય અટક્યું કાર્ય I તો પણ સામાન આપો બધું I બુંદી કરી આપીશું સત્વર II૧૮II કેટલી કરવાની છે પુછીને I પુછે બન્ને જણ I એક મણની છે એવું કહીને I સામાન આપ્યું એમને II૧૯II ચલો બનાવ્યો બન્નેએ I લાકડા દીધા સળગાવી I પંચ્યું કસીને પહેરે I બેઠા બુંદી પાડવા II૨૦II જોતા જોતા કલાક બેમાં I બુંદી પાડી થાળમાં I લાડુ પણ વાળી આપે I આનંદ થયો બધાને II૨૧II હસતાં આવે સામે I કહે હવે જઈએ સત્વર I કાલે આવીને જલદી I પૈસા લઈ જઈશું અમે II૨૨II લગ્ન થયું ઠાઠમાઠમાં I ખામી કશાની દેખાય ના I પણ રસોઈયા ન દેખાય પાછા I પૈસા લેવા બુંદીના II૨૩II તપાસ કર્યો નવસારીમાં I શોધ કર્યો બીલીમોરામાં I રસોઈયા ધ્વય ના દેખાય I ઓળખતા ન હતા કોઈ પણ II૨૪II કુતુહલ જાગ્યું મનમાં I એવા કોણ હતા અદભૂત I પૈસા લેવા પણ ન આવે I શ્રમ કર્યા કેમ મફત II૨૫II ત્યારે આવીને સ્વપ્ને I જાનકી કહે કુસુમને I એ રસોઈયા પ્રત્યક્ષમાં I હતા બાપુજી અને ખંડેરાવ II૨૬II તમારી જોઈને અડચણ I બન્ને દોડ્યા રસોઈયા થઈને I લાડુ આપ્યા બનાવીને I કુળદૈવત એ તમારા જ II૨૭II સ્વપ્નની વાત કરી બધાને I ત્યારે આશ્ચર્ય થયું દરેકને I બધું થયું માતાને લઈને I ખાત્રી થઈ બધાની II૨૮II મુંબઈના વૈધ પ્રભાકર I સહકુટુમ્બ આવે મણિનગરમાં I જવું એમને ભાવનગર I ત્યાંથી કામકાજ નિમીત્તે II૨૯II પણ આવતા મણિનગરમાં I જાતીય તોફાનો ઉદભવે I અને તંગ વાતાવરણમાં I બહાર જઈ શકે નહી II૩૦II કામ નિમીત્તે નિકળ્યા I આગળ જવાની ફરજ પડી I પણ વચ્ચે જ આવા અટકી ગયા I અચાનક આ દંગલને લઈને II૩૧II બહુ વિચાર કર્યો I જાવું હવે ભાવનગર I પણ દંગાનું વધ્યું જોર I શું કરવું સમજાયના II૩૨II મુકી પત્નિને મણિનગરમાં I જાય એકલા ભાવનગર I ઓફિસનું પતાવી કામ I જલદીથી શક્ય જો II૩૩II પહોંચતા ભાવનગરમાં I દંગો ત્યાં પણ જાય વધી I શહેરમાં સંચાર બંઘી I શું કરવું સમજાયના II૩૪II સંપૂર્ણ ગુજરાત રાજ્યમાં I સંચાર બંધી લાગુ થાય I ખબર મળી એવી એમને I ઉપાય ન મળે બીજો કાંઈ II૩૫II મીલીટરી ગોઠવી રસ્તાઓ પર I બધા વ્યવહાર ગયા રોકાઈ I કેવી રીતે જવું મણિનગર I પત્નિને લેવા સમજાયના II૩૬II દુર હતું રેલ્વે સ્ટેશન I ત્યાં જઈ શકે ન જાણીને I ટેક્સી જુવે શોધીને I રસ્તા પર આવીને II૩૭II ઘણા ટેકસીવાળા મળે I પણ નકાર આપે સ્પષ્ટ પણે I સંચાર બંધીની લાગે ભીતી I તૈયાર ન થાય કોઈ પણ II૩૮II પણ વૈધ એમને કહે I વધારે પૈસા આપવા સંમત I મને લઈ ચાલો અમદાવાદ I તમારી ટેકસીમાંથી II૩૯II પણ સર્વ નકાર આપે I ત્યારે વેધ નિરાશ થયા I બીક લાગે દંગાની I એકલાજ દુર તેથી II૪૦II ત્યારે પ્રાર્થના કરે મનમાં I જય જય બાયજી માતા કહી I અહિંયા જ ફસાયો દંગામાં I માર્ગ ન મળે નિકળવાનો II૪૧II રસ્તાઓ નથી સુરક્ષિત I આગ લગાડે ગામોમાં I ખૂન પણ થાયે રસ્તામાં I કેમ સમજાયના II૪૨II એવો તે કરતા વિચાર I ત્યાં એક ટેસી આવી સામે I આવવું છે કે સત્વર I હું જઉં છું અમદાવાદ II૪૩II વૈધ ગયા દોડીને I કહે પહોંચાડ મણિનગર I માગીશ એટલા આપીશ I પૈસા હું તને રે II૪૪II ટેક્સીમાં બેઠા તત્ક્ષણ I લઈ જાય એકલાને I ટેક્સી નીકળી ત્યાંથી I માર્ગેથી ચાલી એકદમ ગતીથી II૪૫II સંપૂર્ણ સંચાર બંધીમાં I શુકશુકાટ જોયો રસ્તા પર I પોલીસો પણ ભરે પહેરો I ઠેકઠેકાણે દેખાય એ II૪૬II એકલીજ ગાડી રસ્તામાંથી I દેખાઈ આવે દોડતી I પણ કોઈ ન અટકાવે માટે I આશ્ચર્ય થાય વૈધને II૪૭II ગાડી આવી સરળ મણિનગરે I વૈધ ઉતર્યા ઘર સામે I પૈસા કેટલા કહે પુછીને I આપવાના રે કેટલા II૪૮II આપો દસ રૂપીયા ત્વરિત I આગળ જવું છે ઉતાવળમાં I પૈસા લઈને હાથમાં I ગાડી લઈને નીકળી ગયો II૪૯II વૈધ ઘરમાં પેસે I ત્યાં બધા જુવે આશ્ચર્યથી I કહે કેમના આવ્યા એકાન્તે I કડક સંચાર બંધીમાં II૫૦II ત્યારે કહે એ બધાને I કે ટેકસી કરી ભાવનગરમાં I તે સીધી આવી ધર સુધી I ફકત રૂપીયા દસમાં II૫૧II બધા થયા આશ્ચર્યચકીત I રેલ્વે ભાડુ હોય વધું I તમે કેવી રીતે લાવ્યાં I દસ રૂપીયામાં ટેક્સીવાળાએ સમજાયના II૫૨II અરે ! ભાવનગરથી મણિનગર I ટેક્સીના થાય બસો રૂપીયા ઉપર I એવો કોણ આ કરૂણાકર I લાવે તમને રૂપીયા દસમાં II૫૩II ઘણા બધાને પુચ્છયું I પણ બધાએ જ નકાર્યું આવવાનું I છેવટે માતાને પ્રાર્થી મનમાં I સગવડ કર કહી મનમાં II૫૪II ત્યાંજ ટેકસી આવી સામે I જે લઈ આવ્યો અહિં સુધી I માતાના ઘણા ઉપકાર I સુરક્ષિત આવ્યો હું અહિં II૫૫II માતાની જ્યાં હોય છાયા I એ મુક્ત ભયમાંથી I એની મળે જો પ્રેમ માયા I ભક્તને પોતાના II૫૬II એવી જોઈને એની કૃપા I પતિ-પત્નિ માંડે આળોટવા I આનંદથી નીકળે ત્યાંથી I મુંબઈ જાય સ્વગૃહે II૫૭II જેવું સાઈબાબાના ચરિત્રમાં I એ લઈને જાય ઘોડાગાડી I ઈચ્છિત સ્થળે પહોંચાડે I ભક્તને પોતાના II૫૮II તેવું જ થયું અહિંયા I જાનકી આવી ટેકસી લઈને I ભક્તને આપ્યું સંરક્ષણ I ઘેર એને પહોંચાડીને II૫૯II કથાની થઈ પુનરાવૃત્તિ I આનંદ થયો મનમાં I કે સંત જાગે વચનને માટે I બતાવે અગમ્ય લીલા II૬૦II ફર્ટીલાઈઝરના ભોજનાલયમાં I મેનેજર તરીકે કાર્ય કરે I વસંત ધુમાળ રાખે દેખરેખ I કારભાર બધો ત્યાંનો II૬૧II જે જે જોઈએ ભોજનાલયમાં I એ માલ લે વેચાતો I ભાજીપાલો ને અનાજ સહિત I માલભરે સ્વહસ્તે II૬૨II રોજ કેટલા માણસો આવે I અંદાજ રસોઈનો બાંધે I પદાર્થ કરવા સુચવે I રસોઈયા અને કર્મચારીઓને II૬૩II એકવાર રાખ્યો ભોજન સમારંભ I કાર્યકારી મંડળના સભ્યો માટે I મોટા મહેમાનો પણ આવે તે દિવસે I એજ ભોજન સમારંભમાં II૬૪II ઘઉં નો લોટ લાવ્યા દળાવીને I ચાર પાંચ મણનો જેથી I અર્ધા-અર્ધા મણ પુરી-રોટલી કરવાને II૬૫II પદાર્થો કર્યા ઘણા I વખત જમવાનો થતો હતો I લોટ પલાળવા કહે I ગરમ પુરીઓ કરવા માટે II૬૬II જેવો પલાળ્યો લોટ I તો એમાં ખામી દેખાય કંઈ I માટે ધુમાળને કહે I લોટ જોઈ તપાસવા II૬૭II એ પુરી જુવે ખાઈને I ત્યાં કચ કચ આવી મોંઢામાં I થું થું કરી નાખીને I પણ મનમાં બીક ઉત્પન્ન થાય II૬૮II નકામો ગયો બધો લોટ I હવે પુરી-રોટલી કેમની થાય I જમવાનો વખત થયો હતો I શું કરવું સમજાયના II૬૯II બીજા લોટની કરવી તેયારી I તો એ શક્ય ન હતું હવે પછી I થોડા વખતમાં તૈયારી I કેમ કરવી સમજાય ના II૭૦II જો ભોજનમાં આપે ખાવા I બધા એ થુંકી નાખશે I દોષ વસંતને આપી I શું જોયું કહીને II૭૧II નોકરી હતી નવી નવી I જો આવું બને થઈને I તો નકામું જશે અન્ન I અને રોષે ભરાશે વરિષ્ટગણ II૭૨II જો ન પીરસે પુરી-ચપાતી I તો ન્યુનત્વ દેખાય ભોજનમાં I ફોટો મુકીને સામે I જાનકી માતાની કરે પ્રાર્થના II૭૩II જય જય જાનકી માવડી I તારી કૃપાથી મળી નોકરી I હવે ફજીતીનો આવ્યો વખત I રક્ષજે તું બાળકને II૭૪II બધા લોટમાં ભળી કચ કચ I પુરી-રોટલી ગઈ નકામી I સમારંભની મઝા ગઈ I ખરે ટાણે આ મુશ્કેલી II૭૫II તું લે જે સંભાળીને I હું આવું જ પીરસું છું ભોજન I તારશે તારૂં અગાધ નામ I સંકટ સમયે અમને II૭૬II એવી કરીને વિનંતી I ધુમાળ કહે સ્પષ્ટતાથી I ચિંતા મનમાં ન કરશો કોઈ I પીરસો આવું જ બધાને II૭૭II હું જોઈ લઈશ બધું I તમે ન ગભરાઈ જાશો I બધું જુવે દેખરેખ પોતે રાખી I આદરાતિથ્ય પણ કરે II૭૮II મઝામાં થાય ભોજન I પુરી-રોટલી લે માંગી I કોઈને પણ સમજાયું નહી I લોટમાની એ કચ કચ II૭૯II જેવા જાય સર્વ ઉઠી I ફોટો આગળ આળોટે I મને લીધો સંભાળી I ધન્ય ધન્ય માવડી II૮૦II વધેલી જુવે ચાખીને I તો એવી કચ કચ આવી જણાઈ I એ બધી દે ફેંકી I સંતુષ્ટ થઈ મનમાં II૮૧II એ શરણે ગયો માવડીના I એટલે પ્રસંગમાંથી બચ્યો I એવી તેની અદભુત લીલા I ભક્તજન અનુભવે II૮૨II બીજો આવો જ પ્રસંગ બન્યો I સત્યનારાયણની રાખી પુજા I ત્યાં આપ્ત મંડળી ભેગી થઈ I વિલેપાર્લે માં એકવાર II૮૩II ભક્ત હતો શોખીન I કાર્યક્રમ રાખ્યો કરીને I કોઈ એક નું સુશ્રાવ્ય ગાયન I એ નિમીત્તે સ્વગૃહે II૮૪II રંગ જામ્યો મહેફીલમાં I મિત્રો આવ્યા ઘણા બધા I કોફી કરતાં મધ્યાંતરમાં I રાત્રિનો સમય એટલે II૮૫II કોફી બનાવવા સારી I જાયફળ-ઈલાયચી નાખી I ભરપુર દુધની કરી I ટેસ સ્વાદિષ્ટ આવવા II૮૬II ધમધમાટ સુગંધ છુટ્યો I ત્યાં આપે થોડી ચાખવા માટે I ત્યાંજ ચાખનારો બોલ્યો I દુધ ખરાબ થયું કોફીમાંનું II૮૭II ખરાબ થેયેલા દુધની કરીને I સ્વાદ આવ્યો સમજાઈ I હવે કેમ આપવી લઈને I ચિંતા ઉત્પન્ન થઈ II૮૮II રાત્ર થઈ હતી તે માટે I દુધ ન મળે બહાર ક્યાંય I મુંબઈમાં આવી અડચણ I થઈ આવે બધાને II૮૯II ત્યાંજ થયો મધ્યાંતર I ચાલો કોફી લઈ આવીએ I ત્યાં યજમાન ગભરાઈ જાય I શું કરવું સમજાયના II૯૦II ત્યારે યજમાનીણ બહેન કહે I કાલાને લઈએ બોલાવી I કહે પ્રસંગે થશે ફજીતી I આજ અમારી નિશ્ચિત II૯૧II તું માતાને કર પ્રાર્થના I સંભાળી લે અમોને I એ દોડશે તારી હાંક સાંભળીને I પ્રસંગ લે સાચવીને II૯૨II ઘણા બધા લોકોને પાવન કરે I અમારામાં શું ન્યૂન જોયું I તું પ્રાર્થના કર અમારા વતી I વિનંતી કરું છું તને II૯૩II બીજો એક કપ આપો કરીને I કાલાએ કહ્યું એટલે I ત્વરિત બનાવે યજમાનીણ I કાલાના હાથે કપ આપે II૯૪II મનોમન વિનવી માતાને I નૈવેધ બતાડી કોફીનો I કહે તે સંભાળી અમને I પ્રસાદ તરીકે પી જો તું II૯૫II એ પ્રસાદનો કપ દીધો ઢોળી I કોફીના એ વાસણમાં I કહે નિશ્ચિંત પીઓ સર્વજણ I વાસ ગયો ઉડીને II૯૬II કપ ભરે વિશ્વાસથી I કોફી ભરીભરીને મોકલે I કૌતુક કરે કોફી પીતા I ઉત્કૃષ્ટ થઈ છે કહીને II૯૭II કોઈને ન પડી ખબર I કે દુધ ખરાબ થયું હતું I પ્રસંગ લીધો સાચવીને I જાનકીએ ભકતોનો II૯૮II યજમાનીણ ગઈ આનંદી I કાલાને કહે ભેટીને I તમે કેવળ ભકત માટે I બચાવ્યા અમોને II૯૯II અમારા માટે ખાસ I ત્હેં કષ્ટ આપ્યા માતાને I કેમ ફેંડુ તારા ઉપકાર I મને કંઈ સમજાયના II૧૦૦II આનંદાશ્રુ ભરાયા આંખોમાં I જય જય જાનકી કહે I દંડવત પ્રણામ કરીને I મનોમન એને II૧૦૧II એવી જાનકીની કથા I તમને હું કહેતો હતો I ત્યારે મન થાય પ્રસન્ના ઉમળકો આવે પ્રેમનો II૧૦૨II સંત હોય પ્રેમળ I સહી ન શકે ભક્તોની વ્યાકુળતા I જુવે કેવળ આર્તતા I ભક્તોની તે પોતાના II૧૦૩II જે નિઃસ્વાર્થ કરશે પ્રેમ I એ જ જાનકીનું ધામ I સહાયાર્થે દોડવું એ નિયમ I સદૈવ રહે એનો II૧૦૪II ભલે પ્રત્યક્ષ ન થાય દર્શન I અદશ્ય રૂપે વાવરીને I છાયા રૂપે રહીને I ખોળા નીચે જો લઈ લે II૧૦૫II એના નામનો આધાર I ભક્તો લે વારંવાર I કરવા ભવસાગર પાર I તરી ગયા કેટલાય II૧૦૬II પાછળ રહ્યા માટે I ખંત ન કરશો મનમાં I ગુણગાન ગાવા રંગાઈને I ભક્તિ ભાવે પ્રેમથી II૧૦૭II આવું કરતા ભક્તજન I એનો પ્રેમ કરશો સંપાદન I તમને થશે એ પ્રસન્ન I સંતોષીને તારશે II૧૦૮II
ઇતિ શ્રી જાનકી મહિમા કથનં નામ ચતુર્દશોડધ્યાયઃ I શ્રી જગજનની જગદંબા – એકવીરા I માતાર્પણમસ્તું I શુભં ભવતુ I શ્રી રસ્તુ I