
સાવલી અધ્યાય ૧૩
II શ્રી II
II અથ ત્રયોદશોડધ્યાયઃ II
શ્રી ગણેશાય નમઃ I શ્રી સરસ્વત્યૈ નમઃ I શ્રી કુલદેવતાયૈ નમ: I શ્રી ગુરૂભ્યો નમ: II શ્રોતા કહે મને I કે અમારી ન થઈ તૃપ્તિ I વધારે કહો મહતી I જાનકીની અમોને II૧II ભલે દેવને કહે કરૂણાકર I અમને લાગ્યો એ નિષ્ઠુર I સંત જાનકીને સત્વર I શું કામ લઈ ગયા તેને II૨II લુલા લંગડા જીવે અમથા I પૃથ્વી પર એ ભાર માત્ર I કુષ્ઠી, વૃધ્ધ, તરફડતાં I આતુર થયેલા મરણ માટે II૩II કેટલાય પડે ખદબદતા I નજર લગાવી મરણ માર્ગે I રાહ જુવે છુટવાની I પણ મળે તેમને દિર્ધાયુષ્ય II૪II પણ જેમને લાગે જીવવું I લોકોને માર્ગ દર્શન કરવું I પરંતુ દેવને તેજ પ્રિય હોય I આનું નવલ લાગે II૫II જે લોકોને જોઈતા હોય I એમને વહેલા લઈ લે I દેવોને શું થાય ઈર્ષા I એવા સંતજનોની II૬II મોટા મોટા સાધુસંત I અથવા નેતાપદ જે ભુષવે I જેમની ખોટ સાલે જગમાં I તે અલ્પાયુષિ કેમ થાય II૭II આમાં શું છે ડહાપણ I અથવા શું સાધે છે કલ્યાણ I કરતો નથી કે તે અકલ્યાણ I સકળ ભક્તજનોનું II૮II જાનકીને લઈ જાય અમ વચ્ચેથી I આ દેવનું નથી ભૂષણ I લાગે આ કેવો દયાધન I આગમાં નાખી દઈ ભક્તોને II૯II હૃદય શ્રોતાઓનું ભરી આવ્યું I લોચન ભક્તિથી ભરી આવ્યા I કહે આગળ કહી એ બોલ્યા I ઉર ભરાઈને મને તે II૧૦II રોષ મનમાંનો જાણીને I હું જાણી ગયો ભાવાર્થ I તમને ન ગમ્યું મૃત્યુલોકમાંથી I જવું એનું એમજ ને II૧૧II પણ સંસાર છે ક્ષણભંગુર I ઉત્પન્ન થઈને થશે નષ્ટI નષ્ટ થઈને ફરી થશે ઉત્પન્ન I કેવળ પરમેશ્વરની ઈચ્છાથી II૧૨II એની ઈચ્છા ન જાણી કોઈએ I અકર્તાપણથી લઈ કર્તા પણ સુધી I બધી ચાવીઓ રાખી હાથે I બધા જીવોને તે રમાડતો II૧૩II એ બધા જીવ આવે એકત્ર I માતા, પિતા, પત્નિ, પુત્ર I અથવા સગાવહાલાને મિત્ર I થઈને વાવરે II૧૪II કર્મ બંધનથી થાય ભેગા I એકમેકને મળે પ્રેમથી I અથવા હેવા-દાવા સાધે છે I મનુષ્ય જન્મે આવીને II૧૫II કોણે ક્યારે જન્મવું I કોણે ક્યારે મરવું I એ ફક્ત એને જ ખબર I બધું ચલાવે સ્વેચ્છાથી II૧૬II સ્વતંત્ર કર્મ આચરવા I એટલુ સ્વાતંત્ર્ય આપ્યું માનવને I પણ કર્મફલ માત્ર એને I શ્રી ઈચ્છાથી મળશે II૧૭II જીવ કરે છે પાપને પુણ્ય I તેવું તેને મળે છે જીવન I સંત મળીને આપે માર્ગદર્શન I જીવ માત્ર ને કરે છે II૧૮II વટેમાર્ગુને બતાવી આંગળી I તમે જેમ જાઓ નિકળીને I એજ માર્ગે એ જઈને I ઈચ્છિત સ્થળે પહોંચેજો II૧૯II એવા જ હોય છે સંતજન I આગંળી બતાવી જાય નીકળી I આપણે કરવું માર્ગ ગમન I સંતે બતાવેલા માર્ગથી II૨૦II જો આવે મનમાં શંકા I તો પ્રસંગ આવશે ખોટો I માર્ગ છોડવો છે ધોખો I જીવનમાં સ્વીકારશો નહી II૨૧II સંત બતાવે છે વાટ I એ નિષ્ઠાથી ચાલવી ઠીક I કાંટા આવે માર્ગમાં I તો પણ ન થવું વિચલીત II૨૨II દઢ શ્રધ્ધા હોય અંતરે I તો દેવ ન રહી શકે દુર I એ જાગૃત હૃદય મહી I સુભક્ત રહે છે જો II૨૩II એવી જ કથા જાનકીની I ભક્ત હદયે વાસ્તવ્યની I ગરજ ન રહે સ્વદેહની I અનેક દેહની સ્વામીનીને II૨૪II જે હાંક મારે પ્રેમથી I જાનકી આવશે એની સન્મુખ I ભક્તોની ઈચ્છા પુરી કરશે I જે જે ઈચ્છશે તે તે II૨૫II અસ્તુ ! રોહિણી નામે સુભક્ત એક I ખોપકર નામે સદગુણી I બધું જીવન જાનકીને I સમર્પિને રહેતી હતી II૨૬II સામે તેનો ફોટો રાખીને I એ પ્રત્યક્ષ બેઠી છે એમ માનીને I પ્રેમળ વાતો કરે છે I વિનવીને અતિ નમ્રપણે II૨૭II દિવસ દરમ્યાન જે બને I તે માતા બાઈ ને કહે I એવું ભોળ પણ થી કરે I નિસ્વાર્થ પ્રેમ માતા ઉપર II૨૮II કામ કરતાં કરતાં ઘરમાં I ફોટો જોડે રહે બોલતી I પારકાને લાગે ગંમત I બડબડ એકલીની સાંભળીને II૨૯II કોઈ સહજ જો પુછે I કોની જોડે બોલતી હતી I તો કહે આઈબાઈની સાથે I બોલું છું કહીને કહે II૩૦II બીજાને તે લાગે ફોટો I પણ એને માતા બેઠી છે એવું ભાસે I કહે સર્વ જુવે છે મારા I વ્યવહાર મારો પ્રત્યક્ષ II૩૧II એનો સુપુત્ર ધનંજય I સાત વર્ષની થતા ઉમર I પગ એનો દાઝયો I રમતો હતો જ્યારે ઘરમાં II૩૨II ભાત મુક્યો હતો ચઢવા I એમાં પાણી ઉકળતું હતું I બાળક ગયો રમતા રમતા I વાસણ પડ્યું પગ પર II૩૩II ત્યારે ધનંજય બુમો મારે I ત્યાં માતા દોડી જોવાને I ઉકળતી ભાત પડ્યો I પગ ઉપર એના II૩૪II ધસ્સ થયું મનમાં I એવો જ એને ઉંચકીને I નળ પાસે જાય લઈ I પગ ધોયા પાણીથી II૩૫II મનમાં કરતી બડબડ I શું કરતી હતી આઈબાઈ I ધ્યાન રાખે ન બાળકનું I એને અટકાવ્યો કેમ નહી II૩૬II પ્રત્યક્ષ હોવા છતાં ઘરમાં I હું નિશ્ચિંત રહું મનમાં I સંસાર ચાલે સરળ I કેવળ તારી કૃપાથી II૩૭II આજે ગઈ હતી ક્યાં I બાળકને કર્યું તારા હવાલે I કહીને લાગી કામમાં I બીજે ઠેકાણે આજ હું II૩૮II બાળક રમતું હતું રસોડામાં I તેહેં કેમ ન અટકાવ્યો હાથ I હવે માયાથી ફેરવી હાથ I બાળકનું કર સંરક્ષણ II૩૯II બાળકને લઈને આવી I નમ્રતાથી બેઠી ફોટો આગળ I કંકુ લગાડી પદ તલ I નામ એનું લઈને II૪૦II જાનકી હસી મનમાંથી I ભાવ એનો જાણીને I ધનંજય ને લે સંભાળી I પગે જખમ ના થઈ II૪૧II કંકુથી ભરાયો પગ I એજ અક્ષય ઉપાય કર્યો I ડોકટરને ત્યાં પણ ના જાય I જખમ સુકાઈ ગયો તરત II૪૨II આવું જ એકવાર રોહિણીને I ત્રાસ ગળામાં થાય I માટે બતાવે ડોક્ટરને I ઉપાય કરવા માટે II૪૩II ડોક્ટર કહે ગળામાં I ગાંઠ હોય એવું લાગે છે I ત્વરિત કાઢવી પડશે I શસ્ત્રક્રિયા કરીને II૪૪II ડોકટર બતાવે ઉપાય I પણ ખર્ચાની લાગે બીક I પૈસાની સવડ ન હતી I મધ્યમસ્થિતી માટે II૪૫II ત્યારે આઈબાઈને વિનવે I કે પૈસા નથી હાથમાં I કેવી રીતે ઉપાય કરવો ત્વરિત I ભલે હોય રોગ ગંભીર II૪૬II તારા શું છે મનમાં I કે મારે દુઃખ ભોગવવું ગળામાં I અન્નપાણી વીના રહે I એની તમા નથી તને II૪૭II તારા નામનું ઔષધ I એક જ છે મને ખબર I અમારૂં ગરીબનું જીવન I ચાલે માત્ર શ્રધ્ધા પર II૪૮II જેવું તારા મનમાં આવે I તેવું મોલ આપ શ્રધ્ધાનું I માતા લેશે છેડા નીચે I એવી દઢ શ્રધ્ધા અંતરે II૪૯II કંકુ લગાડ્યું ગળા પરથી I આઈબાઈનું લઈને નામ I એવું થોડા દિવસો સુધી I સારું લાગવા મંડ્યું રોહિણીને II૫૦II બીક બતાડી હતી માટે I લાગે બતાવી આવું એકવાર I ડોક્ટર જાવે તપાસીને I તો ગાંઠ જાણે ન હતી II૫૧II આશ્ચર્યથી જુવે ડોક્ટર I કહે કેમનો થયો ચમત્કાર I મને લાગ્યું કે નિશ્ચિત છે કેન્સર I છે તમારા ગળામાં II૫૨II જે ગાંઠ હાથે જોઈ I એ પરથી તેવી કલ્પના કરી I પણ આજે હવે તે નથી I ભાગ્યવાન દેખાવ તમે II૫૩II ડોકટરનો નિર્ણય સાંભળીને I રોહિણીને થયો અતિ આનંદ I કૃતજ્ઞતાથી નયન ભરાઈ I આવે તેના તે વખતે II૫૪II ઘેર આવી દોડતી I આઈબાઈને કહે I મને કરી દુઃખ મુકત I કેવું અપાર પ્રેમ મુજ થકી II૫૫II એના પતિ ચંદ્રકાન્ત I જાનકીના નિસ્સીમ ભક્ત I નોકરી કરે સ્ટુડીઓમાં I જાનકીની કૃપાથી II૫૬II ફોટો પાડવા માટે I ફરવું પડે સર્વત્રજો I સાયકલ પર આધારીને I એવી એમની નોકરી હતી II૫૭II એવા જ એક કામ માટે I સાયકલ મુકીને રસ્તા પર I ફોટો પાડીને આવે પાછા I તો એ દેખાય ના જગ્યા પર II૫૮II મનમાં જાય ગભરાઈ I બધે જાવે શોધીને I સાયકલ ખોવાઈ માટે I નોંધાવે પોલિસમાં II૫૯II નિરાશા આવે વળી પાછી I પત્નિને કહે હકિકત I હવે પદયાત્રા કરીને I નોકરી કરવી પડશે II૬૦II નિત્ય જવું પડે દુર I માટે નિકળવું પડશે વહેલા I વ્યવહાર રહેશે અવલંબીને I બસ ગાડી ઉપર મારો II૬૧II ભલે ! સાયકલ લઉ વેચાતી I તો પણ સગવડ નથી નિશ્ચિત I અપાર કષ્ટ કર્યા વગર I બીજો માર્ગ નથી મારે II૬૨II એવી વિષણ મનસ્થિતીમાં I આઈબાઈને વિનવે I મારી સાયકલ ગઈ ચોરાઈ I શું કરવું સમજાય ના II૬૩II જેવું તારા મનમાં આવે I તેવું કરજે નિશ્ચિત તુંI હું શાંત રહીશ મનમાં I કાળજી ધરી તવ ચરણે II૬૪II એવા થોડા દિવસો ગયા I પોલીસમાંથી ન કાંઈ સમજાયું I એક રાત્રે પડયું માત્ર સ્વપ્ન I ચંદ્રકાન્ત ને તે વખતે II૬૫II મધ્યરાત્રીએ હલાવીને I એને કોઈ કહે જગાડીને I ચંદ્રકાન્ત ઉઠ, કહીને I સાયકલ લાવ તું આપણી II૬૬II આવો આવો માર્ગ ક્રમીને I તું જા રસ્તા પરથી I ત્યાં દેખાઈ આવશે સાયકલ I લઈ આવ એ ત્વરિત II૬૭II પ્રથમ ભાસ લાગ્યો માટે I એ પાછા જાય ઉંઘી I પણ ફરી એને હલાવીને I જગાડે માવડી II૬૮II ત્યારે ઉઠ્યો ઉંઘમાંથી I જાય બતાવેલા માર્ગ પરથી I ત્યાં જ રસ્તાને લાગી I સાયકલ દેખાઈ એમને II૬૯II ઠીક જોઈ તપાસીને I તો ઓળખી કાઢી એમણે I કોઈ આસપાસ નથી જોઈને I લઈ આવ્યો ઘેર એ II૭૦II આઈબાઈને કરે વંદન I અપાર કૃપા થઈ કરીને I આપણે ત્રાસ આપ્યો માટે I ક્ષમા માગે ચરણો પાસે II૭૧II એની જોઈને અપાર શ્રધ્ધા I જાનકી એ આવવું પડે દોડીને I નિત્ય લે સંભાળ I ડગલે પગલે સંસારમાં II૭૨II સ્ટુડીઓ માં જ્યાં કામ કરે I ત્યાં વાતાનુકુલ હતું I ચંન્દ્રકાન્તને ત્યાં નિમે I કાર્ય કરવા સારૂં II૭૩II એકવાર હતો કામની ધાંધલમાં I સંધ્યાકાળે નિકળે ગડબડમાં I પોણી વાટે તે આવે I ત્યાં જ સ્મરણ થયું એમને II૭૪II નિકળીને ઓરડીમાંથી I બંધ કર્યું ન બટન I વાતાનું કુલનું મશીન I ચાલુ રહ્યું એવું કે II૭૫II લાગે ફરવું પાછુ આપણે I પોણી વાટ ચાલીને આવ્યો I ઘરની આસ લાગે એટલે I કંટાળો કરે જવાનો II૭૬II તેવો જ પૈસે ઘરમાં I આઈબાઈને કરે નમન I ફોટો સામે કહે I પુરા આત્મવિશ્વાસથી II૭૭II મેં બંધ ન કર્યું બટન I તેથી ચાલુ જ રહ્યું મશીન I તું એટલું બંધ કરીને I લે એટલે મારે માટે II૭૮II વિનવીતો હતો એવું એ I ત્યાં રોહિણી આવી દોડીને I કારણ શું પુછીને I કે આવતાજ દોડ્યા માતા પાસે II૭૯II ત્યારે એ કહે હકિકત I કે ઘેર આવવાની ઉતાવળમાં I બંધ કરવાનું ભૂલી ગયો I બટન વાતાનુકુલનું II૮૦II આવતા પોણી વાટે I ત્યારે થયું મને સ્મરણ I કે બંધ ન કર્યું મશીન I પરસેવો થયો શરીરે II૮૧II પાછુ ફરવું ત્યારે I તો થાકી ગયો હતો શરીરે I તેથી આવીને ઘેરે I વિનંતી કરી માવડીને II૮૨II હવે બંધ થયું હશે I એટલું કામ એ કરશે I મારી ચિંતા દુર કરીને I કાળજી ન કરીશ મનમાં II૮૩II રોહિણી ગઈ ગભરાઈ I આગળનું દશ્ય દેખાય ભચંકર I જો બંધ ન થયું મશીન I આગ સ્ટુડીઓને લાગશે II૮૪II વાતાનુકુલ કરવા I ઘણો જ ખર્ચ કર્યો હતો I કેવળ ચંદ્રકાન્ત માટે I સ્ટુડીઓના એ માલીકે II૮૫II જો બનશે બનાવ વિપરીત I દુષણ લાગશે નસિબે I નોકરી પર આપત્તિ આવશે I માત્ર નિષ્કાળજી પણ ને લીધે II૮૬II ત્યારે તે વિનવે પતિને I કે પાછા જાવ સ્ટુડીઓમાં I બંધ કરીને આવો I અનર્થ ને આ ટાળો II૮૭II કરીને આ ફોન I પુછી લો શું હાલ છે I પણ હમણાં કોઈ હોય નહી માટે I પ્રશ્ન પડ્યો તેમને II૮૮II નિશ્ચિંત હતા મનમાં I પણ પત્ની સ્વસ્થ બેસવા ન દે I પિછો છોડતી ન હતી એ I જાવ અથવા ખબર કરો II૮૯II છેવટે એના માટે ઉઠ્યો I ફોન કરવા ગયો I એક સહકારીને કર્યો I સ્ટુડીઓ પાસે રહેનારા II૯૦II કેવી છે સ્ટડીઓની સ્થિતી I તું પ્રત્યક્ષ જઈને જો I કૃપયા લો તસ્દી I મારા માટે આટલી II૯૧II ત્યારે તે કહેવા લાગ્યો I કે હું સહજ ગયો તે બાજુએ I ત્યાં વાતાનુકુલ ચાલું દેખાયું I માટે બંધ કર્યું હતું II૯૨II ચિંતા થકી ભાર ઉતર્યો I એના માનીને આભાર I સત્વર ગાંઠ્યું ઘર I કહેવા પત્નીને II૯૩II હું તને કહેતો હતો I એવું જ બન્યું હમણા I માતા કોઈને બુધ્ધિ આપે I સહજ ત્યાં જવાની II૯૪II જેને મેં કર્યો ફોન I એ પોતે જ જઈ આવ્યો I બંધ કરીને મશીન I કહેતો હતો એવું મને તે II૯૫II ભલે દોસ્તી ન હતી અમારામાં I એને જ આઈ બુધ્ધિ આપે I એના થકી કરાવે કામ I થાય એવું માવડીને II૯૬II બન્ને જાય આનંદિને I આઈબાઈને કરે વંદન I કેટલી કાળજી લે છે માટે I બાળકોની એ પોતાના II૯૭II એવા આ પતિ-પત્ની બન્ને જણ I અસલ ભક્તિનું ઉદાહરણ I એમના પ્રેમને જાણીને I જતી રહે માવડી II૯૮II એક માવડી સીવાય I એ ન જાણે અન્ય કોઈ I એના ચરણે રાખીને ચિંતા I નિશ્ચિંત રહે સંસારે II૯૯II એમને ન લાગે અડચણ I જાનકી ના દેખાય તેથી I સર્વવ્યાપકત્વ આપ્યું સમજાઈ I એનું મૃત્યુ પછીનું II૧૦૦II પહેલા હતી દેહરૂપે I ત્યારે લાભ થતો હતો દર્શનનો I હવે હોય છે વિદેહી I ફોટો જુવે મનથી II૧૦૧II સંસારનું સુખ દુખ I આઈબાઈને કહે I એના નામથી કંકુ લગાડે I વિશ્વાસને અંતરે II૧૦૨II માટે હે શ્રોતાજન I ધ્યાનમાં લો સુભક્તના લક્ષણ I જાનકી ન દેખાય માટે I નિરાશ ન થાવું અંતરે II૧૦૩II પ્રેમ હશે અપાર I તો સર્વત્ર દેખાશે પરમેશ્વર I એ કરશે સુભક્તને પાર I ભવભય થકી II૧૦૪II મીરાંની મધુરભક્તિ I રાધાની શ્રીકૃષ્ણપ્રિતી I હનુમંતની દાસ્યભક્તિ I યાદ કરો હદયથી II૧૦૫II જાનકી ભુખી પ્રેમની I એને જ એ પ્રસન્ન થાય I સર્વસ્વી થઈ તેમની I જે નામ લે નિરંતર II૧૦૬II એવું વર્તતા ભક્તજન I કેમ લાગે ઓછાપણું I જ્ઞાનચક્ષુ ઉઘાડી જુવો I બધે દેખાશે જાનકી II૧૦૭II જ્યાં ગવાશે ગુણગાન I ત્યાં તે રહેશે ઉભી I સંત પામીને દેવ પણ I સંભાળશે ભક્તજન II૧૦૮II
ઇતિ શ્રી જાનકી મહિમા કથનં નામ ત્રયોદશોડધ્યાયઃ I શ્રી જગજનની જગદંબા – એકવીરા I માતાર્પણમસ્તું I શુભં ભવતુ I શ્રી રસ્તુ I