
સાવલી અધ્યાય ૧૨
II શ્રી II
II અથ ધ્વાદશોડધ્યાયઃ II
શ્રી ગણેશાય નમઃ I શ્રી સરસ્વત્યૈ નમઃ I શ્રી કુલદેવતાયૈ નમ: I શ્રી ગુરૂભ્યો નમ: II જાનકીનું આ સ્વર્ગારોહણ I કલ્પના થકી જાણી લીધું I પણ ત્યાં ન રહેવું આળસમાં I ફરીથી આવવું ધરતી પર II૧II સ્વપ્નવત બધું જીવન I હવે ખલાસ થયું જાણીને I બધા દોડ્યા આપ્તજન I સંદેશો લઈ જલદીથી II૨II કોઇને જણાવ્યું ટેલીફોન પર I ઘણાને જણાવ્યું તારથી I કોઇને પ્રત્યક્ષ બોલાવીને I મોકલ્યા એવા દાદાએ II૩II પવન વેગે બાતમી પ્રસરી I તેથી બઘા આવ્યા ગણદેવી I ગામે ગામની મંડળી આવી I દર્શન કરવા જાનકીનું II૪II કુસુમ નીકળી વડોદરાથી I પણ ગાડીમાં હોતા થાય દર્શન I એક જ્યોતિ દેખાઈ આવે I લાગે જાય છે દુર દુર II૫II ત્યાં ખટકી મનમાં I હદયમાં થાય ભીતિકંપન I દેવને પ્રાર્થે મનમાં I પૂર્ણાયુષિ કરજે જનનીને II૬II કંઇ પૂર્વ પુણ્યાઈ હતી એટલે I માતા મળી પુણ્યવાન I માતા વિહોણા ન કરીશ દયાધન I અમને આ જીવને II૭II અશ્રુ વહે છે નયનોથી I વધે હૃદયનું સ્પંદન I માતાનું એ સુહાસ્યવદન I જોઇ શકીશું કે ફરી કદી II૮II કલાવતી નિકળે મુંબઇથી I ઉતરી બીલીમોરામાં જો I ઘોડાગાડીમાં બેસીને I નીકળી પડી ઘર તરફ II૯II ત્યાં દેખાય તેને સામે I સુંદર હિંચકા પર બેસીને I માતા જાય બનીઠનીને I દેવરૂપ ધરીને ક્યાંય II૧૦II દશ્ય ગયું પાસેથી I વિરૂધ્ધ દિશામાં ગયું નિકળી I મનમાં થયું ચરર I ભીતી ઉત્પન્ન થઈ હૃદયે II૧૧II લાગે માતા ગઈ હશે નિકળીને I ભૂલોક આ છોડીને I લાગે આપણે પડ્યા અટુલા I છત્ર ગયું માટે II૧૨II બધી કન્યાઓ આવી દોડીને I પુત્ર આવ્યો મુંબઇથી I દ્વારે લોકોની જોઇ ભીડ I અંતરમાં સમજી ગયો II૧૩II કુસુમ થઈ બેભાન I દોડે રસ્તા પરથી એ I ઠાઠડીને રાખે પકડી I કહે માતા મારી ના લઈ જશો II૧૪II પણ એને લે સંભાળીને I કહે શોક ન કરીશ તું I આવા પ્રસંગે રહે સાવધાન I શાંત થા તું જલદીથી II૧૫II એને સ્મરે ત્યાં એ દિવસે I મશ્કરીમાં કર્યું હતું કથન I કે સૌભાગ્યવતીને આવતાં મરણ I શું કરવું અમારે II૧૬II ત્યારે આવી અંગમાં ફુર્તિ I લાગે હવે ન બેસવું શાંત I કરે પ્રવૃત્તિ જલદીથી I આગળના કાર્ય માટે બધાને II૧૭II સુગંધ લેપન કર્યું વાટીને I પાણી કરી લીધું ગરમ I એને પાટલા પર બેસાડીને I અભ્યંગ સ્નાન કરાવે II૧૮II લીલી ચુડો-સાડી પહેરાવીને I શ્રીફળથી ખોળો ભરીને I વેણી-ફૂલોથી સજાવીને I કપાળ ભર્યું કંકુથી II૧૯II જેવું કંકુ લગાવ્યું કપાળ પર I તે ઝરવા લાગ્યું જોઇને I સુવાસિનીને લાવે બોલાવી I સ્વહસ્તે તેમને તે આપે II૨૦II સૌભાગ્યવતીઓ આવો ઉઠીને I પ્રસાદ માતાનો લો કહે I પતિવ્રતાનું દેણ સમજીને I પ્રસાદ લો કંકાવટીનો II૨૧II ઉઠે એક પછી એક I પ્રસાદનું કંકુ લે કરમાં I કંકુ ઝરે મોઢા પર I ખંડ ન પડે તેમાં II૨૨II આવી કેટલીય સ્ત્રિઓ આવે I ત્રણસો ચારસો એ લઈ જાય I એમ પુરૂષો પણ આવે I પ્રસાદરૂપી કંકુ લેવા II૨૩II પણ સંધ્યાકાળ થાય એટલે I હાથ લીધો કરી વાળીને I યાત્રા નિકળે ઘરમાંથી I જાણે અશ્રુના પુરમાં II૨૪II થોડા માણસો ગયા આગળ I તો ચંદનના બે ભારા I મુક્યા એમની આગળ I લક્કડફોડ ભિલે II૨૫II કહે એમને મોકલ્યા કરીને I કે જે બાઇને આવે લઈને I એના માટે આપી આવો લઇને I ચંદનના આ લાકડા II૨૬II આશ્ચર્ય લાગે મનમાં I કોણ ગયો હશે આપીને I ચિતા રચે સુંદર જો I યાત્રા આવે ત્યાં સુધી II૨૭II ચિતા ઉપર મુકતા શરીર I જાનકીનો કરે જયજય કાર I કૃપા રાખજો બાળક પર I એવું પ્રાર્થે ફરી ફરી II૨૮II તેહે કર્યા ઉપકાર I પોતાના બાળકો પર અપાર I ઋણ તારું ફીટે નહી I અસંખ્ય જન્મ લઇએ તોય II૨૯II અનંત અપરાધ થયા હાથથી I પણ તે ક્ષમાદષ્ટિથી જોઇને I પ્રેમથી લીધા સંભાળી I તેને કેમ ભુલી જઇએ II૩૦II સંભાળશે અમને કોણ I તું પણ ન દેખાય ફરીથી I કોણ માયાથી ફેરવે હાથ I પીઠ ઉપરથી અમારા II૩૧II તારો હતો અમને આધાર I માટે ચાલ્યો આ સંસાર I હવે કોની સામે જોઈએ I અનાથ કરીને ગઈ II૩૨II એવું ભક્તોના મનમાં I વિચાર તરંગીને આવે I આંસુ ભરેલા નયનોથી I શ્રધ્ધાંજલી અર્પે સર્વ બધા II૩૩II ભારે પગલાથી બધા I પાછા ફર્યા સ્મશાનેથી I યાદગીરીથી થયા બેચેન I બીજા દિવસે પરત જાય I રાખ ભેગી કરવા ચિતાની II૩૪II ચિતા સુંદર દેખાય દુરથી I ભસ્મ ચંદનનું હતું માટે I લાગે જાણે શુભ્ર ચાદર પ્રસરી I સમાધી ઉપર હોય મુકી II૩૫II સુગંધથી ભર્યું વાતાવરણ I લાગે વસંતે કરી બહાર I ઝાડો હતા આજુબાજુ I ચામર ઢાળે સમાધિ પર II૩૬II રાખ જુવે ઉખાળીને I તો અસ્થિ ન આવે દેખાઇ I કપુરના ટુકડા નિકળે ચિતામાંથી I આશ્ચર્ય કરે મનોમન II૩૭II જય જય જાનકી જનની I કપુરાંગી થઈ ત્રિભુવને I એની સાક્ષી થાયે માટે I કપુર બતાવ્યું અમોને II૩૮II વાંરવાર એને વંદીને I ઘેર લાવે ફુલો સમજીને I દર્શન કરતાં બધાએ I કર્યા નદીમાં વિસર્જન II૩૯II અસ્થિ ન મળે ચિતામાં I I I II૪૦II દુખ અપાર થયું I પુર્ણ આયુષ્ય કેમ ન મળ્યું I હવે કીર્તિ રૂપે રહ્યું I જીવન બધુ જાનકીનું II૪૧II પણ જાણી લો સુભક્તજનો I કોઇને ન મળે અમરપણું I જે જન્મ્યો એ જાણ I જવું પડે એને ગમે ત્યારે II૪૨II દેવાદિક ગયા નિકળીને I સંતો પણ થયા વિલીન I જીવને મળ્યું ભ્રમણ I જન્મ મરણના ફેરાનું II૪૩II કર્માનુસાર જન્મ થાયે I ફરી પાછું જવું પડે I આજે જાણે આત્મજ્ઞાનથી I દુઃખ ન થાય એમને II૪૪I જાનકી જેવા સંતજન I તે પાછા ન આવે ફરી I એ મુક્ત થયા પાવન I કૈલાસ પદે સ્થિર થયા II૪૫II ભક્તિ ભાવે કરતા પુજન I સંત જાગૃત રહે વચનમાં I નિત્ય આપે અભયદાન I શ્રધ્ધા અટળ રાખવી II૪૬II માટે હે ભક્તજન I કુશંકા કાઢો મનમાંથી I જાનકી પાસે છે સમજીને I કર્મ માર્ગનું કરો આચરણ II૪૭II દ્રઢતા એવી થતાં મનમાં I બધા પોતાને સાવરી લે I ક્રિયાકર્મ લીધું કરીને I દિવસ તેરમો ઉજડ્યો II૪૮II અસંખ્ય ભક્તોજનો આવે I તેવા જ ભેગા થયા આપ્તજન I સુપિંડને કરે વંદન I ભક્તિભાવથી વાંરવાર II૪૯II પુજામાં બેસતા સુવાસિની I પેટી જુવે ઉઘાડીને I તેર સાડીઓ આવે દેખાઇ I ત્યારે વિચાર કરે તેઓ II૫૦II પહેલા બેસ તેર જણીઓ I એમનો ખોળો ભરી સાડી આપી I બીજાને હળદર કંકુ આપીને I પુજન કરવું આપણે II૫૧II એવા વિચારે પુજન કરતાં I ત્યાં સાડીઓ નિકળે પેટીમાંથી I એકેકને આપતાજો I પેટી દેખાય ફરી ભરેલી II૫૨II એક પછી એક કાઢીને I ત્રણસો ઉપર સાડી નિકળી I બધી સૌભાગ્યવતીઓ સંતોષાય I તૃપ્ત થાય ભોજન કરી II૫૩II ભોજન થયું અસંખ્યમાં I પ્રસાદ લઈ સર્વ તૃપ્ત થાય I આખરે આવે એક ગરીબ સ્ત્રિ I એનું પણ પુજન કર્યું II૫૪II પેટી જોઇ ઉઘાડીને I તો શાલુ નિકળ્યો અંદરથી I એ એને આપીને I સંતુષ્ટ કરી એને II૫૫II આવી નવલાઇ થયેલી જોઇને I સગાં જાયે મુંઝાઇ I કહે માતાનું રહ્યું દેવપણ I હજુ પણ આપણી સાથે II૫૬II નજરે ન દેખાય તો પણ I એનું અસ્તિત્વ કળાઇ આવે I આપણને ન ગઈ છોડીને I વાવરે અદશ્યરૂપે II૫૭II પુજા ઘરને વંદે સર્વજણ I ત્યાં પ્રકાશ આવ્યો દેખાઇ I દેખાય હિરા – માણેક ચમકંતા I અંદર જાણે લગાડ્યા કોઈએ II૫૮II એ અપૂર્વ જોયો પ્રકાશ I ત્યાં જાનકીનો થયો ભાસ I બધા કરે હળવેથી I નમસ્કાર નિગુર્ણ રૂપને II૫૯II જય જય જાનકી જનની I અંનત વંદન તવચરણે I અમારા જેવાને ઉધ્ધારીને I ભવસાગર કરાવજે પાર II૬૦II તને ના આદિ-અંત ને પાર I પણ અમને છે તારો આધાર I કૃપા કરજે વાંરવાર I તારા બાળકો પર II૬૧II તું નિત્ય રહે સ્મરણમાં I સુંદર નામ રહે મુખમાં I તારા ગુણ ગાવા દિન રાત I એજ આપજે વરદાન II૬૨II આવા એક એક સંભારણાથી I લોચન આવ્યા ભરીને I ગયા વર્ષનો દિવસ મનમાં I ઉભો થયો એમના II૬૩II ગઈ ચૈત્ર શુધ્ધ આઠમે I માતાએ કરાવ્યો હતો યજ્ઞ I તે નિમીત્તે જામ્યો હતો મેળો I આજે દિવસ કેવો ઉગ્યો II૬૪II લાગે કે તે યજ્ઞ નિમીત I મળ્યા માતાને સર્વ આપ્ત I તેવા જ મળે સર્વ ભક્ત I કે છેવટનું એને II૬૫II ત્યારે પ્રત્યક્ષ આશીર્વાદ લેવા I હવે વંદવા વિદેહીને I આ અદભૂત કરામત દેવની I માણસોને સમજાય નહી II૬૬II પણ જેણે કર્યો યજ્ઞ I તે હતો સર્વ જાણીને I એ મંત્ર તંત્રનું સાધન I ખુબ જાણતો હતો I I૬૭II જેનું નામ ન હતું સારું I લાગે એણે જ કાંઈ કર્યું I કે બાંધી શક્તિ માતાની I યજ્ઞ કરીને તે વખતે II૬૮II માંત્રિક જેઠાલાલ પુરાણી I એની હતી ખરાબ કરણી I એના દુષ્કૃત્યોના કારણે I માતા ગઈ જલદીથી II૬૯II દુઃખ થયું ચિમણાને I અમસ્તા મોકલ્યો પુરાણીને I આજે આ દિન દેખાયો ન હોત I ભાગ્યહિના અમોને II૭૦II એવા તર્ક-વિતર્ક વધે I કોઈ અનેક શંકા કરે I બધા પુરાણી પર ચીડાય I શોધખોળ કરવા એની કહે II૭૧II એવા ગયા થોડા મહિના I એ પુરાણી આવ્યો ઘેર I દાદાના એ પગે I નમ્ર થઈ વંદન કરે II૭૨II કહે ક્યાં ગઈ માવડી I જે સદભાગ્યે મને મળી I કૃપા છાયા કરી મારા પર I મને ઋણી કર્યો આ જન્મે II૭૩II ત્યાં બધા જાયે ચીડાયી I મુંવા! ઢોંગ કરે છે જાણીને I માતા પર વિદ્યા કરી I એને મોકલી પરલોકમાં II૭૪II એનો કયો અપરાધ હતો I માટે ગામતરે મોકલી અમારી માતાને I શું થઈ કર્મની પરીણીતી I આવા તારા દુષ્કૃત્યથી II૭૫II ત્યારે એ કહે વિનવીને I મેં કશું કર્યું નથી કહીને I યજ્ઞ કર્યો મારા કારણે I વિધા સમર્પિત કરવા II૭૬II મેં જે વિધા કરી સંપન્ન I તે દુષ્કર્મનું હતું સાધન I એમાંથી મુક્ત કરવા I પ્રાર્થના કરી હતી મેં માવડીને II૭૭II કેવળ એની આજ્ઞા કરીને I યજ્ઞ કર્યો હતો I વિધા મલીન સમર્પિત I શુધ્ધ થયો તેની કૃપાથી II૭૮II જેણે મારી પર કર્યા ઉપકાર I એને કેવી રીતે મારું હું I એનો અધિકાર હતો મોટો I મેં જાણ્યો મંત્ર સામર્થ્ય થી II૭૯II આવી આ પરમપુજય માવડી I પૂર્વ પુણ્યાઈ થી મળી I એના ચરણ રજના સ્થાનમાં I રહેવું અમારા જેવા પામરોએ II૮૦II એણે પોતાનું આ મરણ I મને પણ કહ્યું હતું I ગોહત્યાના સમ આપ્યા I એટલે કહી ન શક્યો તમોને II૮૧II પંચાંગ આપો કાઢીને I ત્યાં તારીખ લખી હતી I ચૈત્ર નવમીની શુભ તિથી I સમય સાડા બારનો II૮૩II સર્વ આશ્ચર્ય કરે જોઈ I માતા જાણતી હતી નિશ્ચિત I અગાઉ એક વર્ષથી I નિર્વાણ દિવસ પોતાનો II૮૪II અમથા બોલ્યા બિચારાને I અપરાધ ન હતા દોષ આપ્યો I પારો ગુસ્સાનો ઉતર્યો I ક્ષમા માગે પુરાણીકની II૮૫II કહે માતાની આ અગાધકરણી I અમને ન આવી સમજાઈ I ફોગટ તર્ક-વિતર્કોથી I શકીત થયા આપણે II૮૬II એવા દિવસો મહિના ગયા I બધા પોતાના કાર્યોમાં રત I જાનકીની સ્મૃતિ રાખી મનમાં I દિવસ રાત અવિરત II૮૭II માલુ એકલીજ હતી ગણદેવીમાં I ત્યાં માસી આવ્યા સુવાવડ કરવા I વખત ન મળે અભ્યાસ માટે I પરિક્ષાને લીધે એને II૮૮II વખત જતો હતો કામમાં I અભ્યાસ ન થાય દિવસમાં I મન ચિંતાથી થાય ગ્રસ્ત I કેમ થશે એ સમજાયના II૮૯II રાત્રે જાવે જાગીને I તો શરીર જાય થાકીને I અભ્યાસ ન થાયે પૂર્ણ I પરિક્ષા આવી મોંઢા પર II૯૦II ઘરમાં માસી સુવાવડી I એની સેવા કરવા સર્વાંગણ I કોઈવાર શાળામાં ગુલ્લો મારીને I રહેવું પડે એને ઘરમાં II૯૧II એવી ચિંતાથી હતી ગ્રસ્ત I રાત્રે પુસ્તક વાંચતી હતી I ધીરે રહીને કોઈ હાથ ફેરવે I એવો ભાસ થયો માલુને II૯૨II ધીરેથી જાવે વળીને પાછળ I તો દાદી આવી દેખાઈ I પાસે આવીને બેઠી એ I કહે ગભરાઈશ નહી II૯૩II જો પણ તારો અભ્યાસ નથી થયો I તો પણ જજે પરિક્ષા માટે નિશ્ચિંત I પ્રશ્ન છુટશે તને બધા I આશીર્વાદ છે મારો II૯૪II માલુનું ઉર ભરાઈ આવ્યું I દાદીની માયા જોઈ અપાર I બધાને કહે આનંદીને I દાદી મળી કે મને II૯૫II પછી પરિક્ષા આપી વિશ્વાસથી I અને આશ્ચર્ય થયું ત્યારે I પ્રશ્ન આવ્યા એજ જાણ I જે જે વાંચ્યું હતું માલુએ II૯૬II પરિક્ષામાં થઈ તે પાસ I આશીર્વાદ ફળ્યો પરિણામે I દાદીના નામનો ધ્યાસ I લીધો માલુએ II૯૭II આ પરથી ભક્તજન I તમને આવ્યું હશે સમજાઈ I જાનકીન ગઈ તમારામાંથી I વિદેહીરૂપથી કરે વાવર II૯૮II પહેલા હતી સ્વદેહમાં I હવે રહે છે વિદેહમાં I પણ ભક્તોનો ના છોડે સંગાથ I કાર્ય કારણ દોડી આવે II૯૯II પહેલા પ્રત્યક્ષ હતી માવડી I હવે થઈ તે “સાવલી” I અખંડ ભક્તો પર તે ધરે I એવી પોતાની માયાની II૧૦૦II જેવા વાદળ આવે આકાશમાં I સૂર્યની તીવ્ર ઝોળ રોકી I તેવી જાનકીની રહે સંગત I ભક્તો સાથે પોતાના II૧૦૧II જે રહે જાનકીની છાયામાં I એ થાયે દુઃખ મુક્ત I એવા જાનકીના આ સુભક્ત I કહે બહુ અભિમાનથી II૧૦૨II માટે હે સુભક્તજન I જાનકી કૃપા કરો સંપાદન I વંદીને એને વાંરવાર I ધન્ય થવું જીવને II૧૦૩II જાનકી પ્રત્યક્ષ કુલસ્વામિની I એવી ભાવના ધરવી મને I યાચના કરવી આર્જવથી I વાંરવાર ચરણ પાસે II૧૦૪II તું ક્યાય ત્રિભુવને વસે I પણ જુવે કુર્મદષ્ટિ રાખી I અમને લે જે સંભાળી I ભવભયા પાસેથી સદૈવ II૧૦૫II જો કંઈ પણ ભુલ થઈ હોય અમથી I તો પણ ખોટું ના માનીશ મનમાં I ભોળા ભક્તોનું અજાણ પણ I જાણીને કરજે ક્ષમા II૧૦૬II જ્યાં સુધી છે જીવ દેહમાં I ત્યાં સુધી નામ આવવાદે મુખમાં I મુખથી તારા ગુણ ગાઈને I આયુષ્ય પુરૂ થવા દે અમારું II૧૦૭II આજ દાન આપે માટે I હાથ પ્રસરો બન્ને I અખંડ નામ સંકીર્તન I કરવું અંતર્યામી રહીને II૧૦૮II
ઇતિ શ્રી જાનકી મહિમા કથનં નામ ધ્વાદશોડધ્યાયઃ I શ્રી જગજનની જગદંબા – એકવીરા I માતાર્પણમસ્તું I શુભં ભવતુ I શ્રી રસ્તુ I