સાવલી અધ્યાય ૧૧

II શ્રી II

II અથ એકાદશોડધ્યાયઃ II 

શ્રી ગણેશાય નમઃ I શ્રી સરસ્વત્યૈ નમઃ I શ્રી કુલદેવતાયૈ નમ: I શ્રી ગુરૂભ્યો નમ: II સંસારરૂપી ચોપાટ પર I ખેલ ભજવ્યો જીવન ભર I સમરસ થઇને સત્વર I વધે આગળ આગળ II૧II પાસા પડે મન ઇચ્છારૂપ I જુગટા સરકે આગળ આગળ I થાય ઇચ્છાઓની પરિપૂર્ણતા I જાનકીની તે વખતે II૨II વત્સલાનો વિવાહ કર્યો I તારાને પણ વર મળ્યો I સૌભાગ્ય મળે ચિમણાને I પરિપૂર્ણતા સંસારે II૩II કન્યા લાડકી કુસુમ I પ્રેમ એના પર અત્યંત I જાનકીનો પૂર્ણવિશ્રામ I પૂર્તિ થાતી જીવનની II૪II એને બેસાડી સંસારે I સુત્રો બધા રાખે સ્વકરમાં I કહે ચાલ તું વજીરની જેમ I સંસાર ચોપાટે આપણા II૫II સંસાર ચોપટ ચાલે સ્વસ્થ I એટલે પ્રેમથી આપે જો I નાનકડી પ્રત ભગવદ્ગીતાની I વિદાયના સમયે એને II૬II શ્રધ્ધા રાખવી ધર્મ પર I ત્યાગીને ચલાવવો સંસાર I અનન્ય ભાવે ચરણોમાં I શરણ જવું શ્રી હરિને II૭II આટલો અર્થ પણ જો જાણીને I સંસારે વર્તીશ  જો I જીવનમાં સંપાદી યશ I સુખી થઇશ તું લાડકી II૮II આની રહે સ્મૃતિ ચિરંતન I માટે “ગીતા” આપી પ્રસાદ નિશાની I નિત્ય એનું દર્શન લઇને I સંસારનો આરંભ કરવો II૯II એવી એને બેસાડી સંસારે I ત્યાં કાલા પણ ઉપવર થાય I તેને પણ આપી સૌભાગ્ય I મન જેવું મેળવીને II૧૦II એના મંગલકાર્ય માટે I બધા થયા હતા ભેગા I કાર્ય ઉકેલી નિશ્ચિતતાથી I જાનકી ગઇ પરવારી II૧૧II સહજ બેઠી આંગણમાં I આરામથી વાતો કરીને I કુસમને કહે મશ્કરીમાં I એકવાર એવી રીતે II૧૨II કહે તમે ન જોયું મરણ I ક્યારેય સૌભાગ્યવંતીનું જો I શું વિધી કરવો એ જાણવો I માટે કહું છું તને II૧૩II માણસના જીવનમાં I સંકટો આવે અસંખ્ય I માટે જાણવું હમેંશા I વ્યવહાર સર્વ પ્રસંગમાં II૧૪II જ્યારે સુવાસીનીને આવે મરણ I એને અભ્યંગસ્નાન કરાવીને I સુવાસીનીના શુભ દ્રવ્યો આપીને I ચુડી-સાડી પહેરાવવી II૧૫II ત્યાં કુસુમ જાય સંતાપી I કહે મારે નથી જાણવું I મહત્વ ના આપીશ વીના કારણ I કલ્પનાતીત વાતો ને II૧૬II ત્યારે જાનકી કહે હસીને I ધાર કે મને જ આવે મરણ I માટે કહી રાખું છું I તારે શું કરવાનું તે II૧૭II ચૂડી-સાડી મુકી પેટીમાં I ખોળો ભરવા સાથે છે શ્રીફળ I બધું પહેરાવવું શરીર પર I આવે પ્રસંગ ત્યારે II૧૮II સૌભાગ્યવતીનું કરવું પુજન I તેરમો દિવસ આવતા જાણ I જે જે આવશે દર્શન માટે I બેસાડવા ભોજન માટે II૧૯II ત્યારે કાન પર મુકી હાથ I કુસુમ ઉઠીને જાત I કહે મારાથી આ સંભળાય ના I વિચિત્ર તારૂં બોલવું II૨૦II એવું મશ્કરીમાં કહેલું સંભાષણ I અર્ધવટ રહ્યું તેથી I બધા જાય ગણદેવીથી I પોતા પોતાના ઘરે II૨૧II અસ્તુ ! એકવાર ચિમણાને ઘેર I એના પતિની સાથે I માંત્રિક આવ્યો એક I સહજ મિત્ર તરીકે II૨૨II એને જાદુટોણાની ખબર I એ વિદ્યામાં હતો પારંગત I કર્ણ પિશાચ્ય હતું સેવામાં I જેઠાલાલ પુરાણીના II૨૩II લોકોમાં હતો પ્રસિધ્ધ I માંત્રિક તરીકે ઓળખાય I જાદુ બતાવે અસંખ્ય I આશ્ચર્ય પામે સર્વજણ II૨૪II જ્યોતિષ પણ પોતે કહે I હાથ બીજાનો જોઇને I જોઇને અથવા ચહેરો I ભવિષ્ય કથન કરે તેનું II૨૫II ચિમણાબાઇને કહે એટલે I કે જોવા દો હાથ મને I પણ એ કહે નકારીને I હું ન બતાવું કોઇને II૨૬II ત્યારે તેનો ચહેરો અવલોકીને I એને પુછે પ્રશ્ન I કે દૈવીશક્તિ દેખાય છે I તમારી માતામાં મને II૨૭II જો સત્યવાત હોય આ I તો દર્શને હું જઈશ I પણ મને મળશે કે નહી I કહો મને એ જલદીથી II૨૮II ત્યારે ચિમણા કહે હસીને I જે જશે શ્રધ્ધા રાખીને I એને એ મળે જો I નિ:સંકોચ પણે જાવો તમે II૨૯II ત્યાં જેઠાલાલ ગયો ગણદેવી I કેવળ જાનકીના દર્શન માટે I એને જોઇને પડે ચરણમાં I સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે II૩૦II કહે મને તારવા માટે I સમર્થ એકલા તમે છો I હું શરણ આવ્યો તવચરણે I રક્ષા રક્ષતું મને II૩૧I હું વિદ્યા શીખ્યો મેલી I કર્મ કર્યું સ્મશાનમાં I પિશાચ્ય કર્યું આધીન I મંત્ર વિદ્યાથી મારા II૩૨II કુમારીકાનું આપ્યું બલીદાન I કુકર્મમાં રમમાણ થયો I આગળ ગુરૂ ગયા છોડીને I અપૂર્ણ રહ્યો હું વિદ્યામાં II૩૩II આગળ ન હું વધી શકું I પાછો હું આવી ન શકું વળીને I અટકીને અધવચ I આજે એવો રહ્યો હું II૩૪II લાય બળે સર્વાગે I પણ કોઇ ન છોડાવે મને I કેવળ તારી કૃપા જો થાય I તો હું મુક્ત થઈ શકીશ II૩૫II ત્યારે જાનકી કહે પુરાણીને I તું અર્ધવટ રહ્યો I પૂર્ણ ન થયો પારંગત I પોતાની આ વિદ્યામાં II૩૬II હું કરીશ તને માર્ગદર્શન I તું કર વિધાપરિપૂર્ણ I ને પછી કરજે વિસર્જન I યજ્ઞમાં એનું II૩૭II એવું કરતા તું વિસર્જન I તારા દોષ જશે બળી I તું મુક્ત થઇશ વચનમાંથી I તારા પોતાના ગુરૂથી II૩૮II ફરી ન પડતો આ માર્ગે I ભકિતમાર્ગનું કરવું આચરણ I કલ્યાણ જીવનનું સાધવું I મનુષ્ય જન્મે આવીને II૩૯II ત્યારે તે અશૃપૂર્ણ નયને I કહે મને લો ઉધ્ધારી I તેયારી કરે યજ્ઞ માટે I જીવ થયો ઉતાવળો II૪૦II જાનકી આપે લાવીને પંચાંગ I કહે જોતું આમાથી I ચૈત્ર આઠમનો શુભ દિન I યોગ્ય માત્ર છે આ માટે II૪૧II આ એક જ છે શુભદિન I કાર્યસિધ્ધી સાધવા I પછી ન આવશે ફરીને I આવી શુભસંધી કયારે II૪૨II આગળની ચૈત્ર નવમીએ I આપણે જઇશું કૈલાસે I ભર બપોરના સમયે I રામનવમીના શુભદિને II૪૩II આ તારીખ લખ પંચાંગમાં I ગુપ્ત રાખજે સ્વમુખે I ગોહત્યાનું પાપ લાગે I માટે ગૌપ્યસ્ફોટ કરૂં હું II૪૪II ત્યારે પુરાણી બોલે આદ્રતાથી I માતા, થોડો સમય છે માટે I ત્વરિત કરતું માર્ગદર્શન I આગળની કાર્યસિધ્ધી થવા II૪૫II ત્યારે આગળનો પ્રયોગ કહીને I કરીને યોગ્ય માર્ગદર્શન I વિદ્યા કરી લીધી પૂર્ણ I એની પાસેથી સ્મશાનમાં II૪૬II ત્યાં આવ્યો શુભ દિવસ I ચૈત્ર આઠમ આવી એટલે I યજ્ઞ નક્કી કર્યો જેઠાલાલના હાથથી II૪૭II ચૈત્રના આ ઉત્સવમાં I ભક્તો આવે અસંખ્ય I દર્શન કરવા ગણદેવી I દુર દુરના ગામના II૪૮II બધા સગા વહાલા થાય ભેગા I એમને હતી યજ્ઞની ખબર I આશીર્વાદ લેવા આવે I તેજ દિવસે ગણદેવી II૪૯II જેઠાલાલના હાથથી I આપી અસંખ્ય આહુતી I વિધા કરી વિસર્જન I યજ્ઞમાં જાનકીએ II૫૦II કોળુ આપે બલી તરીકે I છરી ફેરવી દેહ ઉપરથી I લાલ રક્તની ધાર લાગી I યજ્ઞકુંડમાં પડે એ II૫૧II બધા આશ્ચર્ય ચકીત થયા I કેવી રીતે નીકળે કોળામાંથી રક્ત I પણ ન સમજાયું કારણ કોઇને I ગૌડબંગાલ યજ્ઞનું II૫૨II યજ્ઞની થઈ પૂર્ણાહુતી I પુરાણીને મળે વિધામુક્તિ I મનને મળે પરમશાંતિ I દાસ થયો ચરણનો II૫૩II જે ભક્ત આવે દર્શને I લે આશીર્વાદ જાનકીનો I પ્રસાદ ભોજન પણ કરે I આનંદે જાય સ્વગુહે II૫૪II અસ્તુ ! એવા મહિના પછી ગયા મહિના I ફરીથી આવ્યા ચૈત્રના દિવસ I વસંતનું થયું આગમન I પૃથ્વીના સુમનસૌંદર્યને આવી બહાર II૫૫II પણ ફુલોમાં ન હતો સુવાસ I શિશિર આવતાં કરમાયા I ઉભા વૃક્ષો પણ ગળે I ગ્રીષ્મની યાદથી II૫૬II હવે દેવીનું ચાલે પુજન I પણ મુખ દેખાય તેનું ઉદાસ I કોઇને ન સમજાય કાર્યકારણ I ખિન્નતા આવે મનમાં II૫૭II ભલે પુજા સ્વીકારતી હતી I પણ ચિત્ત ના હતું દેહમાં I કોઇ ઠેકાણે તે ભમ્યા કરે I લક્ષ હતું શુન્યાવકાશમાં II૫૮II જેની જોતી હતી રાહ I એ દુત દોડતો આવ્યો I કહે સર્વ સિધ્ધતા છે સ્વર્ગે I કરી છે આગમન માટે II૫૯II બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર I દેવ ગંધર્વ ઋષિશ્વર I લક્ષ્મી, સરસ્વતી સત્વર I આગમન કરે પાર્વતીસહ II૬૦II બેસે સભામાં સર્વજણ I કહે જાનકી કરશે સ્વર્ગારોહણ I એના સુસ્વાગત માટે I જવું પડે બધાને II૬૧II એનું કોણ કરે સ્વાગત I એનો ઠરાવ થયો સંમત I પ્રભુરામચંદ્રને કરે નિયુક્ત I ધરતી પરથી લાવવા II૬૨II કહે ચૈત્ર શુધ્ધ નવમીએ I તમે અવતરશો પૃથ્વી પર I ઉત્સવલીલા ઉજવો પાર I પૃથ્વી પરના મંદિરમાં II૬૩II માટે જાવું તમારે પૃથ્વી પર I સાથે લાવવી જાનકીને I એનો અધિકાર છે બહુ મોટો I જગદંબા હૃદયે બિરાજે II૬૪II અસંખ્ય તારાઓ લખ લખશે I વેદ ઘોષ કરશે મુનીઓ I ગણ ગંધર્વ પણ કરશે I સ્વાગત સ્તુતી સ્તોત્રથી II૬૫II અમે સામે જઇશું સીમા પર I જ્યારે આવે સવારી જાનકીની I ઐરાવત મોકલીશું સ્વર્ગદ્વારે I લાવવા તમારી સાથે II૬૬II દેવી,દેવ,ચોંસઠ જોગીણી I એની ઉતારે સુવાસિની આરતી I અસંખ્ય દિવાઓ લઇને I આરતી કરશે ત્રિભૂવને II૬૭II એનું કરવાને પુજન I આતુર બધા થાય સ્વર્ગે I જાનકી જેવા સંતજન પ્રાણ હોય ઇશ્વરના II૬૮II દુતનું સાંભળી નિવેદન I દેવીનું હૃદય આવે ભરાઇ I નીર વહે નયનોમાંથી I ખંડ ન પડે બીલકુલ II૬૯II કહે નાનપણમાં જાનકીને I અમે વચન આપ્યું ખાસ I કે સ્વર્ગ સુખનો સહવાસ I તને લાભશે જો અંતે II૭૦II એનું કાર્ય થયું છે પૂર્ણ I વચનને પાત્ર થવું આપણે I માટે આપે દિવ્ય દર્શન I જાનકીને ચૈત્ર આઠમે II૭૧II ઉભી રહી છે સામે I નયનમાંથી વહે અશ્રુ I કરમાયું મુખ સુંદર I થાય કરતી વંદન II૭૨II એને જોતા જાનકીએ I પ્રેમથી આલીંગન આપ્યું I પણ મુખ પર જોતાં પ્રશ્નચિન્હ I ઉભી રહી સામે II૭૩II કેમ થયું મુખ મ્લાન I શું થયું છે કારણ I ધૈર્યવાનનું ગળે પણ ધીર I આવું તો જોયું ન કદીએ II૭૪II ત્યાં જગદંબા બોલે હસીને I હાથ શરીર પર ફેરવીને I એનું ચુંબન કરીને I કહે મારી લાડકી પ્રાણપિયા II૭૫II આ પૃથ્વી પરનો સહવાસ I અલ્પ રહ્યો જો તમોને I કાલે સવારે જવું સ્વર્ગમાં I રામનવમીના શુભદિને II૭૬II પ્રભુ રામચંદ્ર આવશે પોતે I તે તમારું સ્વાગત કરશે I સાથે તમને લઇ જશે I ખાસ બપોરના સમયે II૭૭II તમે જશો સ્વર્ગમાં I મારો તુટશે સહવાસ I માયા લાગી છે બહુ I માટે પાણી આવ્યું નયને II૭૮II ત્યારે જાનકી કહે હસીને I માયા ન છોડે જો માયાને I આતો અભિનવ દેખાઇ આવે I પ્રેમ અપાર મારા પર II૭૯II પણ મારી છે પુર્ણ તૈયારી I સંસાર માયા બધી સમેટી I તમે કષ્ટી ન થશો મનમાં I તૈયાર છું હું આનંદથી II૮૦II જાનકીનું આ સંભાષણ I અવકાશમાં પસર્યું જાણ I દેવાદિક આવે દર્શન માટે I પૃથ્વીની આજુબાજુના II૮૧II બધી નદીઓ દોડતી આવી I ગંગા, નર્મદા, સિંધુ આવી I તાપી, કૃષ્ણા, ગોદાવરી પણ I કળશ લાવ્યા ભરીને II૮૨II નવમીની સવારથી I દોડધામ આવે દેખાઇ I જાનકીને કરાવે સ્વકરથી I અવ્યંગ સ્નાન એ સર્વજણ II૮૩II સ્નાનથી ઉધ્ધરે પાપીજન I એમનું કલુષિત હતું જીવન I નદિઓ કરાવે સંતોને સ્નાન I થવા પોતે પાવન II૮૪II નદિઓ બધી ભારતની I ચરણતલ ધોવા આવી I બેઠી વારાફરતી જો I સુવર્ણ કળશ લઇને II૮૫II જેને રમાડી શરીર પર I એનું ન જોવું સ્વર્ગારોહણ I માટે જાણે ધુમ્મસ ઓઢીને I સૃષ્ટિ બેઠી ઓઢીને II૮૬II હતો વસંત જો વાતાવરણમાં I વૃક્ષ પાંદડા હતા ખરતા I જાણે મુંગા રહી અશ્રુ ઢાળે I ફુલો પણ ગયા કરમાઇ II૮૭II સુરજ નિકળ્યો તે દિવસે I કંઇ જુદો જ ભાવ જાણીને I સંપુર્ણ સૃષ્ટિ ખડબડીને I જાગી થઈ તે વખતે II૮૮II પ્રખર સૂર્યકિરણોથી I નાખી આપી પાયઘડી I ખગોળ થી તે ધરતી સુધી I પગદંડી ઉજાળી જો II૮૯II ધરતી પર મંદિરમાં I કીર્તન આવે રંગમાં I શ્રી રામ જય રામના ગજરમાં I જયઘોષ થાય સર્વત્ર II૯૦II જન્મોત્સવ ચાલે મંદિરમાં I ત્યારે પ્રભુ ઉતરે સ્વર્ગથી I રથમાં બેસીને આવે I કિરણપથ પરથી સુર્યના II૯૧II સાત અશ્વો હતા રથને I ખાસ બનાવ્યો સુવર્ણનો I હિરા, માણેક, ને પાંચુ I નકશીદાર પણે લગાવ્યા II૯૨II ચામર ઢાળે દેવદુત I ઉભા હતા રથ સંગાથે I વચમાં બેસે પ્રભુ રામચંદ્ર I રથ આવ્યો આંગણમાં II૯૩II સુસ્વર હતા સંભળાતા I ગંધર્વ-ગણ ગાતા હતા I સંતમેળો જામ્યો આંગણે I ઉંચા સ્વરે જય જયકાર કરે II૯૪II રથમાંથી ઉતર્યા પ્રભુ I ત્યા જાનકી આવી ઘરમાંથી I એકમેકની સામે જોઇને I આલિંગન આપ્યું પરસ્પરને II૯૫II જેવું પ્રભુ આપે આલિંગન I જાનકીનો પ્રાણ નિકળે ત્યાંથી I દેહ ધરતી પર છોડીને I જવા નિકળી સ્વર્ગમાં II૯૬II ટાળ મૃદંગના અવાજમાં I શંખનાદનાં ઘોષમાં I રથ ત્યાંથી જો નિકળે I સ્વર્ગ વાટે ચાલી નીકળે II૯૭II એનું આ સ્વર્ગારોહણ I જોવા જામ્યા દેવગણ I વિમાનમાં ઉભા રહીને I ઉત્સવ જુવે આનંદીને II૯૮II પૃથ્વી પરથી આવે સંત I એમનું લેવું દર્શન I દુર્લભ દેવોથી પણ I હોય તે અમોને II૯૯II રથ આવ્યો સ્વર્ગદ્વારે I ત્યાં ડોલતો હતો ઐરાવત I લક્ષ્મી, સરસ્વતી કરમાં I આવ્યા આરતી લઇને II૧૦૦II બ્રહ્મા, વિષ્ણુને મહેશ્વર I ચોંસઠ જોગીણી આવી સત્વર I અપ્સરા ટોળેવળી આજુબાજુ I દર્શન લેવા જાનકીનું II૧૦૧II જાનકી બેસે ઐરાવત પર I સાથે દેવદેવી હતા ચાલતાI એવી મહેરામણ ત્યાં નીકળીને I કૈલાસ પગથીએ પહોંચી II૧૦૨II જ્યાં બેઠી આદિમાયા I ત્યાં આ મિરવણુંક આવી I નિનાદી જયઘોષથી I સ્વર્ગસૃષ્ટિ તે વખતે II૧૦૩II જાનકી ઉતરી ઐરાવત પરથી I દોડતી ગઈ દર્શન કારણ I પણ વિલિન થઈ એ જયોતિમાં I પોતાના જયોત પ્રકાશમાં II૧૦૪II કોણ જગદંબા-જાનકી કોણ I બન્નેનું થયું મિલન I શુન્યવકાશ રહ્યો બાકી I પૃથ્વી પરના ભક્તોને II૧૦૫II જાનકીનું આ સ્વર્ગારોહણ I કોઇ સહન કરી ન શકે માટે I દુર રાખ્યા આપ્તજન એણે I કોઇ ન હતું પાસે II૧૦૬II પોતાને સારું ન હતુ કરીને I શેતરંજી પર સુઇ પોતે I દાદા પાસે હતા માટે I સમજાયો એનો સ્વર્ગવાસ II૧૦૭II માટે હે ભક્તજન I આદરાંજલી આપો અશ્રુભરી I કલ્પના થકી સ્વર્ગારોહણ I ધન્ય થાઓ અનુભવ થકી II૧૦૮II

ઇતિ શ્રી જાનકી મહિમા કથનં નામ એકાદશોડધ્યાયઃ I શ્રી જગજનની જગદંબા – એકવીરા I માતાર્પણમસ્તું  I શુભં ભવતુ I શ્રી રસ્તુ I

Click to rate this post!
[Total: 0 Average: 0]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *