સાવલી અધ્યાય ૧૦

II શ્રી II

II અથ દશમોડધ્યાયઃ II 

શ્રી ગણેશાય નમઃ I શ્રી સરસ્વત્યૈ નમઃ I શ્રી કુલદેવતાયૈ નમ: I શ્રી ગુરૂભ્યો નમ: II  જાનકીની આ અગમ્ય લીલા I સુમધુર લાગે સાંભળવા I પણ બોધ એમાંથી લેવો જોઇએ I જીવન ગાથામાંથી II૧II સદૈવ તત્પર પરોપકારાર્થે I પોતે ઝુરાઇ જીવનમાં I દુઃખ બીજાનું લઈ હસતાં I લઈ લે પોતા પર એ II૨II ફુલોએ નિત્ય ફલવું I છોકરાઓએ કરવી સદા મસ્તી I સુખમાં કરવો સંસાર I બધા જનોએ II૩II એવા કેવળ શુધ્ધભાવથી I સદૈવ પ્રયત્ન કરવો I અને અભાગી જીવનભક્તોનું I સમૃદ્ધ કર્યું જાનકીએ II૪II બાબુ કરીને એક I ભક્ત હતો જુવો I જાનકીને ફોઇ કહીને I સંબોધન કરે પ્રેમથી II૫II એનું ફોઇ પર અતિ પ્રેમ I કાંઇ પણ હોયે કામ I એને પુછવું એવો નિયમ I ક્યારે પણ ટાળે નહી II૬II એક સવારે ઉઠ્યો ઉંઘમાંથી I ત્યાં આવ્યું તેને સમજાઇ I કે એને કાંઇ દેખાય નહી I ગભરાયો મનમાં II૭II આંખો ચોળીને જોયું I ધોઈને જોયી આંખો I પણ સર્વ ગયું વ્યર્થ I કંઇ દેખાય ન તેને II૮II મનમાં ગયો ગભરાઇ I અને રડવા લાગ્યો તત્ક્ષણ I બધા આવ્યા દોડીને I શું થયું કહીને II૯II કહે મને ન કંઇ દેખાય I અંધારૂ છે બધે લાગે એવું I મને લઇ જાવો ત્વરિત I ફોઇને ત્યાં ઉચકીને II૧૦II લોકો ગભરાઇ જાયે I કેવું આવ્યું અંધત્વ I એક રાત્રિમાં થઈને I બાબુના આ નસિબમાં II૧૧II કહે બતાવો ડોકટરને I આંખો લો તપાસીને I ઉપચાર પહેલા કરો I પછી જઇશું ગણદેવીમાં II૧૨II પણ બાબુએ હઠ પકડી I પહેલા ચાલો ગણદેવી I પછી કરીશું ઉપચાર I ફોઇની સલાહથી II૧૩II બપોરે એને લઈ જાય I ત્યારે રડવા લાગ્યો હાથ પકડીને I ફોઇ મને કાંઇ ન દેખાય I આંધળો થયો હવે હું II૧૪II જાનકી પકડીને હાથ I પોતા પાસે બેસાડે I અરે ! તને દેખાશે નિશ્ચિત I કાલ સવાર સુધી II૧૫II તું રહે નિશ્ચિંત I કાળજી ન કરીશ મનમાં I બધુ પાર વ્યવસ્થિત પડશે I વિશ્વાસ રાખજે મારી પર II૧૬II ત્યારે બાબુ કહે સ્પષ્ટ I જ્યારે મને આવશે દષ્ટિ I તારૂં થાય દર્શન I નવી મારી દષ્ટિએ II૧૭II જાનકી કહે હસીને I હવે શાંતિથી ઉંઘીજા I કાલે સવારે દેખાઇ આવશે I ધીમે ધીમે તને રે II૧૮II ત્યાંજ દાદા આવે બહારથી I એમને સર્વ બીના કહી I અને કહે જલદીથી બોલાવી લાવો I બાબુના પિતાને II૧૯II તેવા દાદા બહાર જાય I પણ શોધવાની મુશ્કેલી I એ મળે ના કદી ઘેર I પીઠામાં ફરે સદૈવ II૨૦II પણ સદ્ભાગ્યે તે મળ્યા I એવા એમને લઈ આવ્યા I ઉભા કર્યા જાનકી સામે I દારૂડીયાની અવસ્થામાં II૨૧II જાનકી કહે સંતાપી I હજુ ન આંખો ઉઘડે I હંમેશા ઉકરડો ફેંદીને I જીવન વિતાવે નાલાયક II૨૨II ખંડોબાને મુક્યો ઉધારમાં I એ ઘાણી પર બેઠો એટલે I તેલ કાઢે છે ખેંચીને I બળદો સાથે તેલીને ત્યાં II૨૩II કેવું તારું આ દુર્વ્યસન I કે દેવને મુકયા ઉધાર I એ ખંડોબાએ ચીડાઇને I આંધળો કર્યો પુત્રને II૨૪II હજુ કાંઇ જોયું નથી I એ બધાનું કરશે સત્યાનાશ I જો એને ના છોડાવે I તો અટળ છે સર્વનાશ II૨૫II હવે થા સાવધાન I દારૂનું છોડો વ્યસન I કુટુમ્બનું પોષણ કરો I સત્કૃત્યથી તારા II૨૬II એવી ઉઘાડતા આંખો I જાનકીના પકડે ચરણ I ક્ષમા યાચના કરીને I સમખાધા ચરણના II૨૭II દારૂને હવે નહી સ્પર્શું I ખંડોબાને લાવીશ ઘરે છોડાવી I સદવર્તનથી રહીશ I પણ રક્ષજે તું બાળકને II૨૮II એવાજ ગયા દોડતા I ઉધારીમાંથી છોડાવે દેવતા I આપે હાથે સુવર્ણટાંકા I જાનકીને આપે તે II૨૯II એ બાબુના આપી હાથમાં I ભંડારો આપે બહુ I કહે પ્રાશન કરજે સતત I પાણીમાંથી ભંડારો II૩૦II શ્રી ખંડોબાનું લેવું દર્શન I મનમાં એને પ્રાર્થીને I કહે ! દેખાય મને એવું કર I કોપ ન કરશો પુત્ર પર II૩૧II ટાંક સામે મુકીને I અને ભંડારો કરતા પ્રાશન I દષ્ટિ આવી ધીરે ધીરે I દેખાવા લાગ્યું બાબુને II૩૨II જ્યારે ટાંક દેખાયો સંપુર્ણ I માથા પર લઈ માંડે નાચવા I કહે ખંડોબા મારો મને મળ્યો I પુર્ણ કૃપા થકી ફોઇની II૩૩II ફોઇના પડ્યો ચરણે I કહે દયા અમારી આવવા દેજે I તારી પુર્ણ રહેવા દેજે માયા I અમારા કુટુમ્બ પર II૩૪II એના પિતા પણ સુધર્યા I ફરી દારૂને અડક્યા નહી I બધું કુટુમ્બ સુખી કર્યું I કુળદેવતાએ એમના II૩૫II એકવાર કહે જાનકી પતિને I કે સંદેશો મોકલો નાનાને I કે નવરાત્ર બેસાડો ગણદેવીમાં I આ વર્ષ માટે II૩૬II દાદા જતા સંતાપી I કહે એવું કારણ I કે બીજાના દેવ લાવીને I આપણે ઘેર સ્થાપન કરવા ? II૩૭II આવું ક્યારેય ન સાંભળ્યું I બીજા શેરનું નવરાત્ર ત્રીજા ઘેર કર્યું I ને તે પણ નથી આપણા કુટુમ્બી I મને આ સમજાય નહી II૩૮II વાદ વિવાદ વધે વાતોથી I પણ જાનકી કહે મક્કમતાથી I નવરાત્ર આવશે ચોક્કસ I અહી આપણા સંગે II૩૯II રૂપીયા ત્રણ કાઢીને આપે I નવરાત્રીના ખર્ચ માટે I જાનકીના હાથે મુકે I પોતે જાય મુંબઈમાં II૪૦II જાનકીની આજ્ઞા થકી I નાના આવે દેવ લઇને I ઘટસ્થાપના કરીને I રહ્યા એ ગણદેવીમાં II૪૧II આવતા નવરાત્રિના એ સુદિન I આનંદ મહોત્સવ જાણીને I લોકો આવે દર્શન માટે I દુર દુરના ગામના II૪૨II સુવાસિની  આવે અસંખ્ય I જાનકી કરે સૌનું સ્વાગત I કોઇ ન જાય ખાલી હાથે I આશીર્વાદ પ્રસાદ વગર II૪૩II આવ્યો જો જે કામથી I એવો એને લાભ થયો I જેવો ભાવ મને ધર્યો I એવો પામ્યો દેવપ્રસાદ II૪૪II આવા આનંદઉત્સવમાં I થાય પુર્ણ દિવસ I કુલદેવી ઉઠે આનંદમાં I સીમોલંઘન કરવા માટે II૪૬II નાનાની પત્નિ ઘરમાં I સાફ સફાઇ કરતી હતી I ત્યાં ચસક કેડમાં ભરાય I ગઇ અકળાઇ તે વખત II૪૬II એને ન ફાવે ઉઠતા I એને ન ફાવે બેસતા I એને ન ફાવે ઉંઘતા I અવસ્થા વિચિત્ર થઈ II૪૭II ત્યાં જાનકી આવી દોડીને I હાથ ફેરવ્યો કેડ પરથી I રાખી એને ઉંઘાડીને I ક્ષણ માટે જાનકીએ II૪૮II આવી ગડબડ ચાલતીતી ઘરમાં I એક ભિક્ષુક આવ્યો દ્વારે I ગોંધળી જેવો વેષ દેખાય I ઉભો રહ્યો આંગણે II૪૯II જાનકીના આવ્યું ધ્યાનમાં I કે ભિક્ષુક છે આંગણે I કહે એને હળદર નાખીને I દુધ પીવા આપજો II૫૦II ઉપરથી કહે નાનાને I તાંબાનો પૈસો ભીંજવો હળદરમાં I એ પણ નાખજો ઝોળીમાં I દ્વાર પરના ભિક્ષુકને II૫૧II બધા હતા વાતોમાં મગ્ન I ધ્યાન કોઇ આપે નહી I ભિક્ષુક નીકળી જાત I થોડીવાર થોભીને II૫૨II ત્યારે જાનકી આવી ઓટલા પર I નાનાનો પકડીને હાથ I કહે કોણ આવ્યું હતું બહાર I ખબર છેકે તને II૫૩II ખંડેરાવ હતા પ્રત્યક્ષમાં I દેવા દર્શન તને આવે I નવરાત્ર પાડ્યું પાર આનંદથી I વિઘ્ન તમારા હરિને II૫૪II તારી પત્નિને હતી ધાત I જ્યારે ચસક ભરાઇ કેડમાં I આવીને રક્ષે એને I કુળદૈવત ખંડેરાવ II૫૫II કરો નવરાત્ર તમારે ત્યાં તો પણ I પત્નિનું મરણ હતું ખરેખર I તે માટે મારા ઘરે I નવરાત્ર બેસાડ્યું તમારું મેંહ II૫૬II આજનો મંગલ દિન I તને દેખાયો તેને કારણે I પણ તેં એન કઇ ન આપીને I ખાલી હાથે પાછો કાઢ્યો II૫૭II જો પૈસો પલાળી હળદરમાં I તેંહ નાખ્યો હોત ઝોળીમાં I તારું નસિબ ઉજવલ થાત I શું કર્યું તેંહ આ II૫૮II ત્યાં નાના આવ્યો ભાનપરા I એની પત્નિ પણ આવી સામે I કહે ન સમજાતા થયો પ્રકાર I હવે શું કરવું II૫૯II ત્યારે જાનકી કહે હસીને I હવે સ્વસ્થ બેસી રહો I જે દૈવમાં લાવ્યા લખીને I તેવું જ થયુ વદે II૬૦II પછી દાદા આવે મુંબઇથી I એમને એક રૂપીયો આપીને I કહે બે માંજ કાર્ય પુર્ણ થયું I સંપુર્ણ નવરાત્ર સફળતાથી II૬૧II એકવાર જાનકી હતી મુંબઇ I પોતાના ભાણાના ઘરમાં I પાંડુરંગ સદનમાં I રહેતી હતી દાદરમાં II૬૨II જાનકી આવી છે જાણીને I લોકો આવે દર્શન માટે I ગિર્દી ઘરમાં થાય જો I સાંજ-સવારના વખતે II૬૩II મોટી લાંબી હરોળમાં I લોકો ઉભા રહે વાટ જોઇને I સમયનું ભાન પણ ન રહે I દર્શન લેવા દોડે II૬૪II એકવાર સવારના સમયે I સદાશિવ ગયો ફરવા માટે I શિવાજીપાર્કની બાજુએ I દુર એક ફરલાંગ સુધી II૬૫II ત્યાં ગંગાધર સુળે કરીને I એક મિત્ર આવી મળે I વાતો નિકળે વાત પરથી I સ્થિર થાય જાનકી ઉપર II૬૬II ત્યારે ગંગાધર કહે સદાશિવને I અરે ! તારે ઘેર પણ એજ દેખાય I ઢોંગી પણાનો દેખાડો I આશ્ચર્ય થાય મને II૬૭II કેવી રીતે આવે શરીરમાં I લોકો ભેગા કરીને I એમની કરીને દિશા ભૂલ I ફસાવો છો કે એમને II૬૮II મુર્ખ લોકો હોય અડચણમાં I ઢોંગીપણું સમજે નહી I ભોળી આશા પરજીવે I વર્તે આંધળાની જેમ II૬૯II તું મારો મિત્ર કરીને I તને સુચવ્યું ડહાપણ I તને ન શોભે આ લક્ષણ I ઢોંગીપણાનું આવું આ II૭૦II ત્યારે સદાશિવ કહે મિત્રને I વિચાર મારા મનમાં પણ આવ્યો I કે સ્પષ્ટ કહેવું મામીને I ચોગ્ય વખત જોઇને II૭૧II એવું એમનું થયું સંભાષણ I ફરલાંગ દુર ઘર પાસેથી I પરસ્પર જાય ત્યાંથી I ઘેર આવે ઝડપથી II૭૨II સદાશિવ આવ્યો ઘરમાં I ત્યારે જાનકી હતી સ્નાનઘરમાં I ત્વેષથી તે બહાર આવે I ઘટ્ટ પકડીને સદાશિવને II૭૩II કહે મુર્ખ ! શું બોલતો હતો I પોતાના મિત્રને તું કહેતો હતો I અમે ફસાવીએ લોકોને I ભોંદુગીરી કરીને II૭૪II તું શું સમજ્યો મનમાં I કે કોઇએ ન આવવું ઘરમાં I તારી છેકે હિંમત I અટકાવવાની ભક્તોને II૭૫II મારા ભક્ત બાળકોને I કોઇએ ન ઘાલવું બંધન I કે માતાના દર્શન વીના I વિન્મુખ એમણે ફરવું II૭૬II તારે જોઇતી હોય પ્રચિતી I હમણાંજ બતાવું શક્તિ I ખાલી ખોટા વિકલ્પ મનમાં I લાવીશ નહી સદાશિવા II૭૭II જાનકી ગઈ સંતાપી I ગદગદ હલાવે દંડ ઝાલીને I મુખ લાલબુંદ થઇને I આંખમાં તેજ ફેલાવીને II૭૮II સદાશિવ ગયો થીજી I આવ્યો પરસેવો રેબઝેબ થઈને I શબ્દ ન નીકળે મુખમાંથી I થરથર કાંપવા માંડ્યો II૭૯II એણે કર્યો પ્રશ્નોનો ભડીભાર I ત્યાં સદાશિવ થયો ઠંડગાર I સમજાયના શુ આપવો જવાબ I ડોક નીચી ઘાલી II૮૦II ત્યાં એની પત્નિ આવી દોડીને I શું થયું તે ન સમજાઇને I પગે માંડી આળોટવા I છેડો પોતાનો ફેલાવીને II૮૧II કહે માવડી સંભાળી લે I અપરાધ પેટમાં લે ઘાલી I હાથમાં લઇને નિરાજંન I ઉતારે એ આરતી એની II૮૨II જાનકી થઈ શાંત I દેહ ભૂમી પર નાખીને I એને ઉંચકીને મુકે I ખાટલા પર મુકીને જો II૮૩II એનો સાળો હતો ઘરમાં I એ પુછે ઇશારો કરી I એમને લઇને વાડામાં I સદાશિવ હકિકત કહે II૮૪II હું ગયો ફરવા સવારે I શિવાજીપાર્કની બાજુમાં I ત્યાં મળ્યો મારો મિત્ર I ગંગાધર સુળે નામનો II૮૫II આપસમાં અમારે થઇ વાતો I ઢોંગીપણું વધ્યું લોકોમાં I એમ મશ્કરીથી મને કહે I કે તું પણ દેખાય એમાંનો II૮૬II મામીનું  જાણીને દેવત્વ I લોકો આવે દર્શન કારણ I પણ કોઇ દિન ઢોંગ ઉઘડશે જાણ I શરમીંદા થવું પડશે સમાજમાં II૮૭II ત્યાં વિચાર કર્યો મનમાં I કે મામીને કહેવું હિત I એવા વિચારે પેસતા ઘરમાં I ગુસ્સે થઈ મારા ઉપર II૮૮II અમે બોલતા હતા મૈલ દુર I એને કેવું જાણ્યું સત્વર I અધભૂત શક્તિનો પ્રકાર I છેજ મારી મામીમાં II૮૯II મારા વિકલ્પ ગયા ઉડી I આ અતિંદ્રિય શક્તિ જોઇ I મન શુધ્ધ નિર્મળ થઈ I અટળ શ્રધ્ધા બેસે ચરણે II૯૦II ગજાનન દેશમુખ કરીને I એક ગૃહસ્થ હતા જો I એમના છોકરાનું થયું મરણ I એક નહિવત માંદગીમાં II૯૧II હતાશ થયાં બન્ને જણ I કામમાં પણ ન લાગે મન I યાદ આવે તિવ્રતાથી I ગયેલા છોકરાની બન્નેને II૯૨II બહુ રાખી બાધા-માનતા I પણ પુત્ર લાલસા પુરી ન થાય I જાનકીની સાંભળીને કીર્તી I શરણ જાય ચરણે એના II૯૩II અતિ નમ્રતાથી કહે I કહે કુળની થવા વૃધ્ધી I વંશ દિપક તું આપ હવે I એકાદ પણ અમને II૯૪II એક સુપુત્ર હતો ઘરમાં I પણ દુદેવે કર્યો ઘાત I નિપુત્રિક થયો સંસારે I આશા ન રહી જીવવાની સંસારે II૯૫II જાનકી જુવે હસીને I હાથ ઉપર કંકુ કાઢીને I કહે જુઓ ધ્યાન દઈ I શું દેખાય કુમકુમમાં II૯૬II બે બાળકોની દેખાય આકૃતિ I એક સ્પષ્ટ ને બીજી અસ્પષ્ટ હતી I જોઇને આનંદે મનમાં I દેશમુખ પતિ-પત્નિ II૯૭II કહે બાળકો બે દેખાય I શું નસીબે અમારા એટલે I તેહ કરાવ્યું દર્શન I હાથમાંના કુમકુમમાં II૯૮II ત્યારે બાંધી આપી કંકુ છેડામાં I કહે બાળકવાળી થઈશ તું જાણ I આશીર્વાદ આપી એને I સંતુષ્ટ કર્યા મનમાં II૯૯II આગળ પુત્ર થયા જોડકા I એકને આવ્યું મરણ I બીજો માત્ર જીવંત I જીવ્યો આ જીવને II૧૦૦II જાનકીએ બતાવ્યું કુમકુમમાં I ભલે જન્મીને આવે બે પુત્ર I તો પણ નસીબમાં છે એક I અર્થ સમજાયો તેમને II૧૦૧II આવું આ જાનકીનું મોટાપણ I નિપુત્રિકને જો આપ્યો પુત્ર I મનોવાંચ્છિત તે આપીને I સુખી કર્યા ભક્તજનો II૧૦૨II જેના મનમાં જેવો ભાવ I તેને આપે તેવો અનુભવ I જાનકીનો એવો સ્વભાવ I સુભક્ત બધા અનુભવે II૧૦૩II બેસે એ પણ નિચિંત I ધ્યાન શુન્યમાં રાખીને I સંસારમાં રહીને I ન હોય તેમ વર્તન કરે II૧૦૪II સુખ દુઃખ માનાપમાન I એની પર્વા ન કરે મનમાં I સ્થિતપ્રજ્ઞ જેવી જાણ I વર્તન કરે સદૈવ II૧૦૫II સદા રહે હસતી I ઓવીમાં બોલે પોતે I તંત્રી રહે લાગીને I કોઇ ઠેકાણે એના મનની II૧૦૬II નિત્યસ્મરણ મનમાં I દેવીનું રહે માટે I ભક્ત સાનિધ્ય રાખીને I જાનકી બેસે પાસે II૧૦૭II એટલા માટે ભક્તજન I મન રાખવું જાનકી ચરણે I સર્વસ્વ કરીને અર્પણ I આશીર્વાદ મેળવવો એનો II૧૦૮II

ઇતિ શ્રી જાનકી મહિમા કથનં નામ દશમોડધ્યાયઃ I શ્રી જગજનની જગદંબા – એકવીરા I માતાર્પણમસ્તું  I શુભં ભવતુ I શ્રી રસ્તુ I

Click to rate this post!
[Total: 0 Average: 0]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *