
સાવલી અધ્યાય ૯
II શ્રી II
II અથ નવમોડધ્યાયઃ II
શ્રી ગણેશાય નમઃ I શ્રી સરસ્વત્યૈ નમઃ I શ્રી કુલદેવતાયૈ નમ: I શ્રી ગુરૂભ્યો નમ: II અસ્તુ ! દાદાના ખેતર પર I કામ કરતો જે મજુર I ધ્યાન રાખવા એના પર I દાદા જાયે દરરોજ II૧II ઢોરો પણ ચારે ખેતરમાં I એમની પર પણ રાખે ધ્યાન I પણ નજર ચુકવીને જાય I બીજાના ખેતરમાં એ II૨II પકડીને પાછા લાવે તો પણ I ફરી પાછા પેસે I બધું ખેતર કરે ઉધ્વસ્ત I પાકને કરે નુકશાન II૩II એવું કોઇ એકના ખેતરમાં I ઢોરો પેસીને ખાતા હતા I ત્યાં માલીક થાય ગુસ્સે I એમને મારવા દોડે II૪II દાદા સમજાવીને કહે I હું આપીશ ભરીને નુકશાન I પણ એ ન સાંભળે વિનંતી I કહે ઢોરોને મારીશ હું II૫II વાદાવાદી થાય ઘણી I કોઇ ન સાંભળે પરસ્પરનું I છેવટે મામલો લઈ જાય અદાલતમાં I માલિક એ ખેતરનો II૬II કહે હું અદાલત મારફત I નુકશાન ભરાવી લઇશ I ઉતારીશ હું તારું અભિમાન I ગણદેવી ગામમાં II૭II ખટલો ચાલ્યો અદાલતમાં I બહુ દિન માસ સુધી I પણ આવે ના નિકાલ I અસંખ્ય આવે અડચણો II૮II જ્યારે જ્યારે મળે દાદાને I અપશબ્દો કહે એમને I કરે અવહેલના સદા I રસ્તામાં એમની II૯II દાદા બહું ગુસ્સે થાય I તો પણ ગેરશબ્દ ન બોલે કાંઇ I કારણ કોર્ટની માહિતી I ઘણી હતી એમને II૧૦II એવું વર્ષ ગયું નિકળી I પણ નિકાલ ન આવ્યો એટલે I ખેડૂત જાય સંતાપી I દાદા ઉપર અધિક II૧૧II પાણી વહે ખેતરમાંથી જો I તો પણ એનું ખેતર સુકાઇ ગયું I પાસેના ખેતરો જાણે માત્ર I હર્યાભર્યા સુંદર પાકોથી II૧૨II એના જ એકલાના ખેતરમાં I કીડા પડે અકસ્માત I કરે પાકનો સર્વનાશ I એને કારણ ન સમજાય II૧૩II પ્રયત્ન કર્યા બહુત પણ I સુકુ ખેતર એકલાનું એનું I દોષ નસીબને આપી બેઠો હતાશ થઇને II૧૪II ત્યારે ખેડૂતને કહે પત્નિ I કે જાનકીના ચરણવંદીને I ક્ષમા માંગો એ ચરણે I માર્ગ નિશ્ચિત મળશે II૧૫II દાદા ઘરમાં ન હતા ત્યારે I એ જાનકીના પડે ચરણે I કરે ક્ષમા યાચના I રક્ષણ કર, રક્ષણ કર કહે II૧૬II જાનકી કહે એને I પતિના પકડ ચરણ I અદાલતમાંથી ખટલો કાઢ I ત્યારે જ થઇશ સુખી ll૧૭II પતિનું કરેલું અપમાન I પતિવ્રતા સહી ન શકે જાણ I માટે આ સજા તને I અમે જ કરી એમ સમજ II૧૮II એની વિનંતી સાંભળીને I ખટલો લીધો પાછો ખેંચી I દાદાની ક્ષમા માંગીને I સમેટ કર્યો જલદીથી II૧૯II ફરી જાનકીને વંદીને I કહે હવે સંભાળી લે I વળાવી કૃપા દષ્ટિ I ખેતર ઉપર મારા II૨૦II જાનકી નિકળે એકદમ I જાય એના ખેતરે I પાણી વહે પાટ ઉપર I એનાથી ચાલે એ II૨૧II કરમાંથી કાઢી કંકુ I ને પાણીમાં નાખે ભરપુર I એના સંપુર્ણ ખેતરમાં I પાણીમાં કંકુ પ્રસરી II૨૨II બધા કીડા ગયા મરી I સુકાયેલા પાના ગયા પડી I આગળ લીલા થયા ડોલીને I પાક સારો પાક્યો એનો II૨૩II જેમ માતા મારે છોકરાને I કારણ નકામો હઠ કરે I પણ શાંત થતાં એને I પંપાળે હદયે ધરી II૨૪II એવી આપી અપરાધની જાણ I શિક્ષા પોતે કરીને એને I પણ જોઇને નિષ્પાપ મન I એ ભક્તને આપ્યું સંરક્ષણ II૨૫II એક કામગાર હતો નવિન I મારી એ લાવ્યો માંછલા I ઉપરથી કર્યું ઉત્તમ ભોજન I પણ કાંટો અટક્યો ગળામાં II૨૬II ઘાલી આંગળીને ગળામાં I એણે કર્યા પ્રયત્ન બહુ I પણ નિકળે બહાર ન કાંટો I અટક્યો એ ગળામાં II૨૭II બંધ થયું ભોજન તેથી I ખાણી-પીણી મોંઢા વાટે I ઉંઘ પણ ન આવે તેથી I હેરાન થયો ઘણો II૨૮II દાદાને સમજાતાં હકિકત I કહે લઈ જઈશ દવાખાને I તું આવ જલદીથી વાડામાં I કાલે સવારે II૨૯II સવારે જ આવ્યો કામ પર I પણ જવાને હતો સમય I એને બેસાડી ઓટલા પર I દાદા જાય ગામમાં II૩૦II જાનકી સહજ આવી બહાર I ત્યાં બેઠો હતો મજુર I પુછપરછ કર્યા પછી એણે I કારણ સમજાયું આવવાનું II૩૧II જાનકી માલુને એવું કહે I લાવ ચહા જલદીથી I પણ એ ઇશારો કરી કહે I પિવાતો નથી માટે ll૩૨II ત્યારે જાનકી કહે હસીને I કાળજી કરીશ નહી I ત્યાં જ માલુ લઈ આવી I ચહા સરસ એની આગળ II૩૩II માલકણની આજ્ઞા સમજીને I ચહા ગયો પીઇને I ત્યાંજ જણાયું એને I ગળામાં કાંઇ નથી ll૩૪II એ પોતે ગયો ચકરાઇ I કેવી રીતે પી ગયો ચહા I કાંટો ગયો નીકળીને I સાફ થયું ગળુ કે II૩૫II એની ભરાઈ આવી આંખો I પકડ્યા ચરણ કૃતજ્ઞતાથી I ત્યાંજ દાદા આવ્યા બહારથી I કહે ચાલો હવે જલદીથી II૩૬II ત્યારે એ કહે આંનદીને I હવે જવાનો અર્થ નથી I માવડીની કૃપા થકી I મુક્ત થયો હું હવે II૩૭II એકવાર કુસુમ, માલુ, કલાવતી I સહજ બેઠા ઓટલા પર I ગપ્પા મારતાં વાતો નિકળી I નદીઓ વિશે એમનામાં II૩૮II ગંગા, સિંધુ, ગોદાવરી I નર્મદા, તાપી, કાવેરી I કોણ શ્રેષ્ઠ છે એમાં I કૃષ્ણા યમુના કે ચંદ્રભાગા II૩૯II કોનો ઉગમ ક્યાંથી વહે I કયા પ્રદેશોમાંથી I પવિત્રએ કયા કારણથી I થયા સર્વ તે આમ II૪૦II ગંગા આવી સ્વર્ગમાંથી I શ્રી શંકરની જટામાંથી I ભગીરથના પ્રયત્નોથી I પાવન કરવા પૃથ્વીને II૪૧II માટે શ્રેષ્ઠ એ ગંગાનદી I કૈલાસ પરથી આવે પૃથ્વી પર I જીવને આપે સદગતી I પાવન કરે સ્નાનથી ll૪૨II વેગથી આવે હિમાલયથી I પ્રચંડ અવાજ કરે ગર્જીને I સંથ સ્ફટીકની જેમ જીવન I ધોધો વહે વેગથી II૪૩II ઋષિકેશ છે શ્રેષ્ઠ જગ્યા I કાશી આપે પુણ્ય જોડીને I દેવ- ઋષિઓનું પવિત્ર જીવન I ગંગા છે ભૂમંડળે II૪૪II પણ નથી આપણા નસીબમાં I લખ્યું પવિત્ર દર્શન એનું I પછી સ્નાને થવું પુનિત I છે અશક્ય આજીવને II૪૫II એવું ચાલે સંભાષણ I ત્યાં માતા આવી પાછળથી I બધું સાંભળી બોલે હસીને I ચાલો ગંગા બતાવું તમને II૪૬II છોકરીઓ આનંદી જાય I તાલીઓ પાડે નાચીને I કહે ક્યારે જવું આપણે I માતાડી રે પ્રવાસે II૪૭II માતા કહે પ્રવાસ શાનો I અરે ! અહિં જ લાવું ગંગાને I તમને મળશે જોવા I બેઠા બેઠા અહિં II૪૮II ઉભી રહી આંખો મીચીંને I ધ્યાન ધરે ગંગાને સ્મરીને I પાણીનો પ્રવાહ સામેથી I ધો ધો વહેતા એ દેખાય II૪૯II પ્રચંડ ગર્જનાનું કરતા શ્રવણ I લાગે પ્રવાહ આવે ઉંચેથી I શુભ્ર સફેદ દેખાય પાણી I આંગણમાંથી વહેતા II૫૦II પણ ધીમે ધીમે આવે ઓટલા સુધી I છોકરીઓ નાખે પાણીમાં હાથ I શરીર ઉપર છાંટે એ I હર હર ગંગે બોલીને II૫૧II તીર્થ લેતા મુખમાં I તો ઠંડગાર લાગે એવું I ટાઢક થાય શરીરને I હાથ પાણીમાં નાખતાં II૫૨II છોકરીઓ થાય આનંદિત I કહે ગંગાનું થયું દર્શન I માતાના ચરણો વંદીને I પુજન કરે ગંગાનું II૫૩II ત્યારે માતા કહે છોકરીઓને I ગંગા આવી બારણાંમા I એને સ્થાન આપીશું ઘરમાં I દેવ પાસે આપણા II૫૪II તેવી દેવ ખોલીમાં પેઠી I દેવ પાસે ઉભી રહી I બહારની ગંગા ગુપ્ત થઈ I તેથી છોકરીઓ આવે ઘરમાં II૫૫II દેવની નીચેની જગ્યામાં I આંગળીથી બતાવી કહે I એને સ્થાન આપ્યું ભૂમીમાં I કાન લગાડી સાંભળો II૫૬II સ્થાનક પર લગાવે કાન I તો અવાજ આવે ભૂમીમાં I ખળખળાટ નદીનો સાંભળીને I પ્રવાહ લાગે કે વહે છે II૫૭II જે જે આવે ઘરમાં I કાન સ્થાન પર લગાવીને I સાંભળે ગંગાનો પ્રવાહ I આશ્ચર્ય પામે મનોમન II૫૮II ભગીરથ લાવ્યા સ્વર્ગેથી I ખેંચીને લાવ્યા ગંગાને I વહાવડાવી આંગણમાં I કેવળ દર્શન કારણે II૫૯II પહેલા આણી પિશાચ્યોનો ઉધ્ધાર કરવા I હવે કેવળ દર્શન આપવા I ધન્ય ધન્ય તારી આ કરણી I અપુર્વ લાગે અમને II૬૦II એકવાર જાનકી ઉઠે જલદી I પણ બહાર અંધારું હતું I તો પણ વાવરે ઘરમાં I સવારના પહોરે II૬૧Il ચહા નું મુકવા આંધણ I ચુલા પાસે જાય પોતે I પાસે કાપડનો ડુચો પડ્યો જાણીને I સહજ ઉચક્યો તેણે II૬૨II લાગે રાત્રે કર્યો ચુલાને I તે અબોટનું પોતું પડ્યું બાજુમાં I ઉંચકીને ધીરેથી I બાજુએ જો મુકવા II૬૩II પોતું સમજીને ઉંચક્યું I ત્યાંજ ડંખ માર્યો હાથ પર I સર્પ આંગળી કરડ્યો I ને સત્વર નાઠો ત્યાંથી II૬૪II હાંક મારી પતિને I કહે સર્પ કરડ્યો આંગળીએ I દોડતા આવે જોવા માટે I તો રક્ત દેખાય આંગળી પર II૬૫II સાંભળીને ઉઠ્યા સર્વજણ I મનમાં ગયા ગભરાઇ I લાગે ડોકટરને બોલાવીને I લાવી એ જો સત્વર II૬૬II ત્યારે જાનકી કહે સર્વને I બોલાવશો ના ડોક્ટરને I હું ન લઇશ ઔષધ I તીર્થ માત્ર આપો મને II૬૭II દિવસ ભર રહી ઉંઘી I કાંઇ ન લે તીર્થ સીવાય I વિષ રાખ્યું થોભાવીને I આંગળી ઉપર પોતાના II૬૮II જ્યાં હતો ડંખ I કાળી ભુરી થઈ એ આંગળી I વિષ ન હલ્યું ત્યાંથી I અંત સુધી જાનકીના II૬૯II કર્ણિક મંડળી બીલીમોરાથી I છબુતાઇ આવે કલ્યાણથી I બધા જાય મળીને I ગણદેવી દાદાને ત્યાં II૭૧II જાનકીનો મળશે સહવાસ I આનંદમાં જશે દિવસો I કહે અમારી આ આંખોને I દેવી દર્શન થશે કે ? II૭૨II પણ અમે ન કર્યું પુણ્ય I પછી ક્યાંથી થશે દર્શન I કેવળ તારું જ સ્મરણ I કરીને રહીશું સંસારે II૭૩II જાનકી જુવે હસીને I પણ ન આપે વચન I બધા ગયા ઉંધીને I વચલી દેવની ઓરડીમાં II૭૪II જેવી રાત ગઈ ઉલટીને I છબુતાઇની નિંદ્રા ગઈ ઉડી I લાગે કોઇ ફરે પાસે I અંદાજ લે શાંતપણે II૭૫II લાગે કોઇ છે ફરતું I કબાટ પણ ઉઘાડે એવું I આવે બંગડીઓનો અવાજ I અહિંયા તહિંયા ફરતા તે II૭૬II એ કર્ણિક બાઇને હલાવીને I ધીરેથી જુવે જગાડીને I કહે ખોલીમાં ફરે કોણ I જુવો પોતાની આંખોથી II૭૭II ત્યારે ધીરેથી કરે કૂજબુજ I મને ક્યારની છે જાગૃતી I હું પણ જોઉં છું એકાન્તમાં I હાલચાલ આ બધી II૭૮II ત્યારે બન્નેને દેખાયું કે I હિંચકા ઉપર કોઇ બેઠું I ગાલીચા સુંદર પાથરેલા ઉપર I સુંદર સજાવ્યો ફુલોથી II૭૯II કોઇ દેવતા આવી દેખાય I હિંચકા ઉપર આવી બેઠી I હિંચકા નાખે ઉભા રહીને I બે જણીઓ એને II૮૦II મુગુટ હતો માથા પર I કંકણ કરમાં ઝગમગે I સુવર્ણ બુટ્ટા શાલુ પર I તેજ દેખાય અપૂર્વ II૮૧II આંખો ઉઘાડ બંધ કરીને I બન્ને જુવે વળગીને I પણ ગભરાઇ જાય મનમાં I સુતા પડખું બદલીને II૮૨II બીજા દિવસે ઉઠે જલદી I ચહા પણ લે સત્વર I જાનકીને કહે પ્રકાર I રાત્રિનો ઘડેલો બધો lI૮૩II ત્યારે જાનકી કહે હસીને I રહ્યા શું ઉંધી I જાગૃત મને કરી I કેમ ન ઉઠાડી તમે મને II૮૪II જગદંબા હતી પ્રત્યક્ષમાં I જો પગે પણ તેના પડતે I તો સાર્થક જન્મનું થતે I પણ દુર્દેવ એ ન થયું II૮૫II બન્ને પસ્તાયે મનમાં I પણ ભીતીએ કર્યો ઘાત I સંગ લાવી આપે સંત I પણ કર્મ આડું આવે II૮૬II થોડા દિવસ રહીને I બન્ને જતા ગણદેવીથી I તો પણ સદભાગ્યનો એ ક્ષણ I જીવનમાં એ ન ભુલતાં II૮૭II અધિક માસ આવ્યો તેથી I જાનકીએ લીધું વ્રત I નૈવેધ દેવને બતાવીશ I કમળના પાન ઉપર II૮૮II બબ્બડ હોય ઘરમાં I એ એમને કહે એવું I પાન લાવી આપજો I વ્રત ઉજવવા કારણે II૮૯ll બબ્બડરાવ હતા નાસ્તિક I બહુ કરે તર્ક-વિતર્ક I ઇશ્વરી સત્તાનો હતો નહી ધાક I એમના મનમાં ક્યારે પણ II૯૦II ઇશ્વર કરીને કોઇ નથી I પછી સત્તા એની કેમ આવે I મનોનિર્મિત ભ્રમ છે આ I બધા ભક્તોને કહે II૯૧II ભક્તિ એટલે મનોવિકૃતિ I દુબળા પણાની અંતિમ નિશાની I ઠોંસ જ્ઞાનની દેખાડતાં I બીજાને મુર્ખ સમજીને II૯૨II આવી હતી પ્રવૃત્તિ તો પણ I જાનકીનું માત્ર સાંભળે I જે જે કામ કહે એ I આનંદથી પાર પાડે એ II૯૩II કમળના પાના માટે I જાય તળાવે સાયકલ પર I પાન તોડીને લેતા I રૂમાલમાં બાંધીને II૯૪II ગાંઠોડું લીધું બાંધીને I સાયકલ પર તે લટકાવી I ચઢીને બેસતા પોતે I રૂમાલ પાનાનો છુટ્યો II૯૫II પાન ઉડ્યા સર્વત્ર I એ ભેગા કરી એકત્ર I ફરી બાંધ્યા રૂમાલમાં I સ્વાર થયા જલદીથી II૯૬II જરા આગળ જતા નથી I ત્યાંજ રૂમાલ છુટે પાછો I પાના ઉડે સર્વત્ર I પહેલા કરતાં વધારે II૯૭II ફરી કર્યા ભેગા હાથમાં I ઘટ્ટ બાંધ્યા રૂમાલમાં I સાયકલ સાથે જ બાંધી I પોટલું એ દોરીથી II૯૮II જરા આગળ ગયા એ ચાલીને I તો ફરીને એવું જ આવ્યું બની I ફરી ફરી ઉંચકીને I પાના કર્યા ભેગા એમણે II૯૯II આવું બન્યું પાંચા વખત I છેવટે ગયા કંટાળી I સહજ બોલ્યા વચન I શું હોય ઇચ્છા દેવીની II૧૦૦II ત્યારે વિનંતી કરી મનમાં I હવે ન છુટવા દેજે પાન I સીધો અહિંથી જઇને I વંદીશ જાનકીના પગે II૧૦૧II મને આવ્યું છે સમજાઇ I મનુષ્યનું આ કળસુત્રિપણું I અકર્તાનું આ કર્તા પણ I ચલાવે છે જુદો જ કોઇ II૧૦૨II મારી તીવ્ર ઇચ્છા હોવા છતાં I કાંઇ ન ચાલે ડહાપણ I મને બીજા કોઇએ અટકાવીને I રાખે આમ ઇચ્છા થકી II૧૦૩II એવી વિનંતી કરતા જાણ I એ સીધા આવે સાયકલ પરથી I જાનકીના પગે વંદીને I કહે હકિકત બધી II૧૦૪II ત્યારે જાનકી કહે હસીને I તમને આવ્યું ને સમજાઇ I કેવળ એની જ ઇચ્છા ઉપર I જીવ માત્ર ચાલે II૧૦૫II અરે ! એની આ સત્તા સીવાય I હલતું નથી પવનથી પાન I તો પણ હું હું હુંકાર કરીને I અહંકાર કરશો નહી II૧૦૬II બબ્બડરાવ ગયા સમજી I જાનકીના ભક્ત થયા ત્યારથી I દઢ શ્રધ્ધા ચરણે રાખી I સુભક્ત થયા તેના એ II૧૦૭II એ પરથી ભક્તજન I જાનકીનું સમજાય શ્રેષ્ઠ પણ I શિવશક્તિ એક કરીને I પ્રગટ થઈ એ ભારતે II૧૦૮II
ઇતિ શ્રી જાનકી મહિમા કથનં નામ નવમોડધ્યાયઃ I શ્રી જગજનની જગદંબા – એકવીરા I માતાર્પણમસ્તું I શુભં ભવતુ I શ્રી રસ્તુ I