સાવલી અધ્યાય ૮

II શ્રી II

II અથ અષ્ટમોડધ્યાયઃ II 

શ્રી ગણેશાય નમઃ I શ્રી સરસ્વત્યૈ નમઃ I શ્રી કુલદેવતાયૈ નમ: I શ્રી ગુરૂભ્યો નમ: II પ્રપંચ જાનકીનો પોતાનો I હતા છ બાળકો ઘરમાં I તેમાં પાંચ પુત્રિઓ સાથે I આવ્યો એક સુપુત્ર II૧II વત્સલાને તારાબાઇ I ચિમણી પછી બાપુ આવે I કુસુમની પીઠે આવે I એક સુપુત્રિ કલાવતી II૨II પુત્રિઓના લગ્ન પછી I પૌત્રાદિઓથી ભર્યું ઘર I એવો આ જાનકીનો સંસાર I બાળ ગોપાળથી ભરેલો II૩II ગાયો વાછરડા હતા ગભાણમાં I ઉત્તમ અનાજ પાકે ખેતરમાં I કશી કમતરતા ન હતી I પ્રપંચને પરમાર્થ ચાલે એકી સાથે II૪II પરમાર્થ જો ઉત્તમ સધાય I સાધુ જેવી રાખીને વૃતી I પ્રપંચમાં એન ગુંચવાય I સ્થિત પ્રજ્ઞ જાણ તે II૫II વૃત્તિ સદેવ રાખે શાંત I ગુસ્સે ન થતા સંસાર આપત્તિમાં I અદ્વૈત ભાવના મનમાં I જાગૃત રહે પ્રેમરૂપે II૬II પણ દાદા જાણે જમદગ્નિ I આ રેણુકાને મળ્યા જીવનમાં I ખડાષ્ટક થાય સંસારમાં I નજીવા એવા કારણે II૭II નવરાત્રીના હતા સુદિવસો I માટે આગળ ના આંગણમાં I સર્વ મળીને કરે ગરબા I દરૂવાડાના છોકરા-છોકરીઓ II૮II જેવા આવે રંગમાં ગરબા I છોકરીઓ માતાને કહે I ગીતો ગાતું ગરબામાં I રમીને અમારી સાથે II૯II સાંભળીને વિનંતી છોકરીઓની I જાનકી રમે ગરબા મહી I ગરબામાં ભરાતો રંગ I ધ્યાનમાં ન રહે સમય ભાન II૧૦II ઘરે જતાં થાય વાર I ત્યારે પત્નિ પર દાદા ગુસ્સે થાય I કહે ઘક્ષણે ન શોભે ચાળા I છોકરાઓ જોડે નાચવાના II૧૧II ત્યારે જાનકી કહે પતિને I કે ગરબામાં ફેર ફરવાનો I નાના મોટા સહુને મળે I હક્ક અહિં રમવાનો  II૧૨II ગરબો છે એક ભક્તિનો પ્રકાર I અહિં સરખા નાના મોટા I દેવી પોતે ફેરા ફરે I ભક્તો સાથે ગરબામાં II૧૩II પણ વાત ન સમજાય પતિને I કહે મોટાને ન શોભે આ લીલા I મુખથી વાંરવાર ધરે I સુર એજ કટાક્ષનો II૧૪II એ શબ્દ ન બોલે મુખથી I પતિવ્રતા ખોટું ન લાવે મનમાં I કહે પતિને કરાવવી અવગત I લીલાઓ દેવતાની II૧૫II એજ દિવસે રાતે I આગના ગોળા ઉછળ્યા I ગભરાટ થયો લોકોમાં I ભેગા બધા થયા ઘર આગળ II૧૬II આગ લાગી ઘરને I ભેગા થયા દરૂવાડાના લોકો I ઘરના માણસો સુતા હતાI લોકો જગાડે દાદાને II૧૭II દાદા ઉઠીને જુવે I તો આગ લાગી ઘરમાં I છાણા, લાકડા, ખોલીમાં I સુકુ ઘાસ પણ હતું જેમા II૧૮II જ્વાળા પ્રસરે ઉંચે સુધી I જોતા બીક લાગે મનમાં I ફેક પાણી બાદલીથી I બધું લાવીને ઘરમાં II૧૯II ભેગા થયા ગામ લોકો I નાખે પાણી ગાગરમાંથી I આગ જરા પણ ન શમે I જવાળાઓ ભડકે વધારે II૨૦II એવામાં પુરી થઈ રાત I રોકાવાનું લક્ષણ ન દેખાય I લોકો પણ થાકી ગયા I પણ આગ ન આવે કાબુમાં તેમના II૨૧II આટલી ધાંધલ થાય ઘરમાં I પણ જાનકી બેઠી ખુણામાં I લે ન દખલ ગંભીરતાથી સ્વસ્થ ચિત્તે બેઠી II૨૨II દાદા મનમાં ગયા સમજી I કે થયો હું કોપાયમાન ગરબા થકી I આજ મને એવો જ નચાવશે I દેવી લાવે શરણમાં II૨૩II જ્યારે સવાર થઈ ઉજળી I બધા પ્રયત્નો કર્યા શુન્ય I ત્યારે ભવિષ્ય ઘરનું જાણીને I જાનકી પાસે જતા પોતે II૨૪II દંડવત પ્રણામ કરીને I કહે આગનું કરી શમન I શું જોતાં બેઠા અહિંયા I શરણ ચરણે આવ્યો હું II૨૫II પોતે ઉઠાડે પકડી એને I આપ્યો ઉંચકી તીર્થ ભરેલો ચંબુ I કહે નાખો આગ ઉપર I તિર્થ તમારા હાથથી II૨૬II જાનકી હસે મનમાંહે I કરે છંટકાવ તિર્થ જવાલા પર I કહે શાંત થાવ અગ્નિનારાયણ I ૐ શાંતિઃ શાંતિ બોલીને II૨૭II આશ્ચર્યથી બધા જોતા હતા I અગ્નિ ધીમે ધીમે ગયો  બુઝાઇ I જે આખી રાત સુધી ન આવે કાબુમાં I એ શાંત થયો જલદીથી II૨૮II પાણી અપાર ફેંકાયું હતું I તો પણ આગ એ અટકી ન હતી I પણ જાનકીના તિર્થકણોથી I આગ ગઈ બુઝાઇ II૨૯II છાણા, લાકડા, ઘાસ I ઝાળ એમને લાગે ના I બધા આશ્ચર્ય કરતા હતા I ઘર પણ બચ્યું તે માટે II૩૦II તે પછી પણ ઘણા દિવસ I કોલસા નિકળે જમીનમાંથી I આગ ધુમસત રહી તેથી I ખોદી કાઢ્યા સર્વ તે II૩૧II ત્યારે દાદાને આવ્યું સમજાઇ I જાનકીની શાંતિ પરમ પાવન I પણ જો ક્રોધે ભરાઇ તો વડવાનલ I પછી કોઇને ક્ષમા નહિં II૩૨II મીણથી પણ ઢીલા પોચા વિષ્ણુદાસ અમે I ભેદીએ કઠણ વ્રજને પણ I જાનકીનું જીવન એવું I તુકારામ જેવા કહે એવું II૩૩II અસ્તુ! નણંદ હતી કલાવતીની I ઉપવર થઈ એ લગ્ન માટે I એના વર સંશોધનની I ઘરમાં ચાલે તૈયારી II૩૪II મુરલીધર નામના છોકરાને I સહજ બતાવે છોકરીને I એણે પસંદ કરી વધુને I પણ ઘરમાં થાયે વાદ-વિવાદ II૩૫II છોકરાને ન હતા માતા પિતા I પોષે છ ભાઇ ભાંડુંઓને I સગું વહાલું પણ કોઇ નહી I સ્ત્રી પણ ન મળે ઘરમાં II૩૬II સંસારનો પડશે ભાર I માટે નકારે તે વર I ત્યાં જાનકી કહે વિચાર I બદલશો નહી આપણો II૩૭II તમારી છોકરી સુખી થશે I જો જાશે આ ઘરમાં I ભાગ્ય એવું ખીલે I વાસકરના કુટુંબમાં II૩૮II એવો સાંભળી એનો વિચાર I લગ્ન પ્રસ્તાવ કર્યો મંજુર Iપણ વાસકરના ત્યાંથી I કાર્ય કરવા કોઇ સ્ત્રી ન હતી II૩૯II ત્યારે જાનકી કહે મુરલીધરને I જાણો હું માતા જ તમારી I વડીલધારાપણું તમ થકી I લગ્નમાં હું કરીશ II૪૦II કાર્યનો પ્રારંભ કરવા I શુભ મુહુર્તે પુજન કરાવવા I ચાર પાંચ સ્ત્રીઓ ભેગી થાય I બેઠા ફેરવતા ઘંટી II૪૧II હળદર-ગાંગડા નાખે ઘંટીમાં I મુખથી ઓવીઓ ગાતાં ગાતાં I હળદર ભરડતાં નિકળે I કંકુ ઘંટીની બહાર II૪૨II કંકુ નીકળ્યું થાળ ભરી I નવવધુને આપ્યું ખોબો ભરી I કહે ભાગ્ય લાભશે ભરપુર I લગાડજો કંકુ પ્રતિદિને II૪૩II ત્રણ ચપટી કાઢીને આમાંથી I નિત્ય જો કપાળે લગાડીને I એમાં ત્રણ ચપટી ભર નાખીને I સંભાળજો આ પ્રસાદને II૪૪II એવો થતાં મંગલ સકુન I શુભ મંગલ પણ થાય એમનું I જાનકીનો આશીર્વાદ મેળવીને I સંસાર ગાડી સ્થિર થઈ II૪૫II એક ચામડાના કારખાનામાં I વાસકર હતા નોકરીએ I પણ દૈવનાં ફરતાં ચક્રો I થયો એમનો ભાગ્યોદય II૪૬II જ્યાં કરતા હતાં નોકરી I ભાડેથી લે નજીકની જગ્યાએ I કારખાનદાર હતો ભાગ્યવંત I જાનકીની પુર્ણ કૃપાથી II૪૭II સુળે નામના હતા ગૃહસ્થ I ભોળા-બાપડા દેશભક્ત I એમને લાગે સાધુની સંગત I નાદે એમના લાગીને II૪૮II સાધુ કરે અનેક પ્રકાર I અથવા બતાવે ચમત્કાર I સુળે વારી જઈ સાધુ પર I કરે સેવા અખંડ II૪૯II કહે દેવી કરશે કૃપા I જો તું પૈસા આપીશ મને I મારી સેવામાં રહેશે I જો છોકરીઓ તારી સદૈવ II૫૦II જેવો એ શબ્દ કાઢે મુખથી I વચન પાળે પતિ-પત્નિ I ન સમજાય કેવા વિશ્વાસી જાય I આજ્ઞા પાળે સાધુની II૫૧II સુળે પત્નિ પાસેથી I મંગળસુત્ર પણ માંગી લીધું I કહે સાધુ જેવું જાણ I જીવવું જીવન તમારે II૫૨II સોનું-નાણું લે માંગી I દેવી યજ્ઞનું કહે કારણ I કહે જોઇ પરિક્ષા નિષ્ઠાની I દેવી પ્રસન્ન થશે તમ પરે II૫૩II એમ કાઢી લેતો સર્વધન I જમણ મોંઘુ થયું બે ટંકનું I તો પણ ન ઉઘડે આંખો I અચળ વિશ્વાસ બેઠો હતો II૫૪II આવતા નવરાત્રિનાં સુદિન I સાધુ કહે આવું જઇને I યજ્ઞકારણ હું પુના થકી I કરવા યાચના દેવીની II૫૫II જેવો ગયો સાધુ ઘરમાંથી I છોકરીઓ કહે સ્પષ્ટ કારણ I અમે ન કરીએ સેવા જાણ I આવા ઢોંગી સાધુની II૫૬II ચણભણ ચાલે ઘરમાંહે I નાપસંદગી દર્શાવે સર્વજણ I પણ સુળે ન ગમે કારણ I ગુરૂ સાધુને કર્યો હતો II૫૭II પછી આવ્યા ચૈત્રના સુદિવસો I હળદર કંકુના કારણે I સુળે પત્નિ આવે એક દિન I જાનકીને ત્યાં એ નિમીત્તે II૫૮II સ્ત્રિઓ પણ થઈ ઘણી ભેગી I સુળે પત્નિ બેઠી ખુણામાં I રાખીને શુન્ય નજર I દેહભાન ભુલીને II૫૯II જાનકીની ગઇ સહજ નજર I માટે બોલાવે પોતા પાસે I માથે મુકી કૃપા હસ્ત I કહે શું ચલાવ્યું મુરખની જેમ II૬૦II હજુ પણ ન ઉઘડે આંખો I લુંટાઇ ગયું બધું ધન તો પણ I શું બેઠી છું આંખો મીચીને I જલદીથી તું જાગીથા II૬૧II કંકુ મુક્યું હાથ પર I તે ઉડવા લાગ્યું અવારનવાર I કહે સાધુ નચાવે તમારૂં ઘર I આવી જ રીતે એની ઇચ્છા પર II૬૨II આ સાધુ છે ઠગ I સંધી સાધુ છે કેવળ I છોડી દો એનો નાદ I નહિ તો ઘડશે વિપરીત II૬૩II આ કંકુ લગાવો બધાને I જેથી શુધ્ધ થશે વિચાર I વિકલ્પીત થયેલા મનમાં I જ્ઞાનથી જાગૃતી આવશે II૬૪II એ બધાને લગાડે કંકુ I ત્યાં ઉંઘમાંથી આવે જાગૃતિ I એવી શુધ્ધ થઈને મતી I હળવા થયા સુળે પતિ-પત્નિ II૬૫II ન આવ્યો પાછો એ સાધુ I સમજી ગયો એ પરસ્પર I કેવળ જાનકી કૃપા થકી I પાખંડગીરી એની ન ચાલી II૬૬II એટલા માટે શ્રોતાજન I બોધ લેવો કથા પરથી I કે સાવધ રહેવુ પ્રપંચમાં I અંધશ્રધ્ધા ન રાખવી II૬૭II સાધુ ઓળખવો એના લક્ષણો પરથી I ગુરૂ પણ કરવો પારખીને I કેવળ જોઇને ચમત્કાર I નમસ્કાર આપણે કરવો નહી II૬૮II એકવાર તારાબાઇ આવી પિયેરમાં I વડોદરાથી આવે ગણદેવી I ત્યારે એમના પતિને I દડો વાગ્યો રમતા હતા ત્યાં II૬૯II ત્યારે પતિ હતા વડોદરામાં I રમત ક્રિકેટની રમતા હતા I દડો વાગે નાક પર I રક્ત વહે ખળખળ II૭૦II રક્ત રોકાય ના તેનાથી I દાખલ કરે દવાખાને I લાગે હાડકું તુટી ગયું I જાણે શસ્ત્રક્રિયા કરવી પડશે II૭૧II તે જ દિવસે ગણદેવીમાં I જાનકી પતિને કહે એવું I તારાને મોકલો વડોદરા I કાલે સવારે જલદીથી II૭૨II એવું કહીને ઓટલા I પોતે દોડે એકદમ I બધા આવે બહાર I શું થયું કહીને II૭૩II રક્ત વહે નાકમાંથી I જુવે બધા કરતાં આશ્ચર્ય I ત્યારે કહે સમજાવીને I પ્રકાર એમને વડોદરાનો II૭૪II કહે દડો વાગ્યો જમાઇરાજને I એ જોરથી વાગ્યો નાક ઉપર I એજ ઘા મેં ઝીલી લીધો I રક્ત જોયું જે તમે II૭૫II એમનું રક્ત રોકાયના I મારી યાદ કરે છે એ I કહે છોકરીને મોકલો ત્વરિત I પ્રસાદ આપે લગાડવા II૭૬II હોય જ્યારે નિકળવાની તૈયારીમાં I ત્યાં તાર મળે હાથમાં I કહે, કંકુ નાખી મુખમાં I નિશ્ચિંત રહે જે મનમાં II૭૭II તારા આવે વડોદરા I તરત જાય દવાખાનામાં I ખબર મળે કે પતિ નથી શુધ્ધિમાં I લોહી ન રોકાય નાકનું II૭૮II ડોક્ટર કરતા હતા વિચાર I કે શસ્ત્રક્રિયા કરવી જલદીથી I પણ બેશુધ્ધ હોય એવા દર્દી પર I કરે ન હિંમત શસ્ત્રક્રિયા માટે II૭૯II જેવી તારા પાસે બેઠી I પતિને આવી જાગૃતિ I કહે માતા કેમ ન આવી I જોવા માટે મને II૮૦II ત્યારે તારાને થાય આનંદ I કહે માતાનો આવી લઇને I પ્રસાદ દુરથી બતાવીને I કંકુ લગાડે નાક પર II૮૧II ખડીસાકરનું પાણી કરી I એ પણ આપ્યું મુખમાં I અને થાય એવું આશ્ચર્ય I કે લોહી થયું બંધ ક્ષણમાં II૮૨II ડોક્ટર આવે દોડીને I જુવે તો લોહી બંધ થયું I સંધ્યાકાળે તપાસીને I ઘેર મોલ્યા એમને II૮૩II હરણ કરી જો પરપીડા I ઝીલીને પોતાના અંગ પર I જાનકીનું આ અલૌકીક પણ I કોઇને ક્યારેય સમજાયના II૮૪II લક્ષ્મણરાવ પ્રધાન I અઢાર વરસના હોય જો I જાનકીના દર્શન માટે I આવે ગણદેવી એક વાર II૮૫II જેવું માથું મુકે ચરણમાં I તેવા જ ભરીને ખોબો ફુલો આપ્યા I ભાવથી લઈને સત્વર I બેસે બાજુમાં નિષ્ઠાથી II૮૬II વિચારમગ્ન હતા જ્યારે લક્ષ્મણ I ગયું ધ્યાન જાનકીનું જો I બાળ કેમ રોકાયો છે હજુ I પ્રશ્ન પુછ્યો પ્રેમથી II૮૭II ખોળો પોતાનો આગળ કરી I કહે ફૂલો તરફ જોઇને I કહે શું કરવું આનું હવે I એવો પ્રશ્ન થયો મનમાં II૮૮II ત્યારે હસીને કહે લક્ષ્મણને I ફુલો ચઢાવજે મહાદેવને I તને દર્શન એ આપશે જરૂર I ભોળો સાંબ સદાશિવ II૮૯II અને એ તું જ સાથે બોલશે I શું જોઈએ છે એમ પુછશે I ભાગ્ય તારું દિપાવશે I માંગી લે જે જોઇએ તે II૯૦II તેવો જ ઉક્યો લક્ષ્મણ I મંદિર ગયો દર્શન કાજે I ગર્ભગૃહ સામે ઉભો રહીને I લક્ષ રાખે શિવ પીંડી પર II૯૧II ત્યાં જ એણે ત્યાં જોયું I એક ગોબરો વૃધ્ધ બેઠેલો I એણે પોતાનો પગ મુકેલો I શિવપીંડી ઉપર પ્રત્યક્ષ II૯૨II જેવો તે જુવે લક્ષ્મણને I એવો પ્રશ્ન પુછે ધીરેથી I કઈ આશાએ આવ્યો I શું જોઈએ તને રે II૯૩II એનું જોઇને ગોબરાપણું I લક્ષ્મણ ગયો ગભરાઇ I કહે સહજ આવ્યો દર્શન માટે I મંદિરે મહાદેવના II૯૪II કરી એજ પ્રશ્ન પુછે પાછો I શું જોઇએ તને કહીને I ત્યાં ખોબો આગળ કરીને I બતાવે એમને II૯૫II કહે પગ લો કાઢીને I પિંડી પરથી તમારા આ I એટલે હું ચઢાવીશ I બધા ફુલો શિવ ઉપર II૯૬II વૃધ્ધ હસ્યો મનમાં I પગ બાજુએ કરતાં I લક્ષ્મણ ઉતર્યો ગર્ભગૃહમાં I ફુલ ચઢાવવા શિવ પર II૯૭II એનું વિક્ષિપ્તપણું જોઇને I અનાદર ઉપજ્યો મનમાં એના I એની સામે ન જુવે ઢુંકીને I ફૂલ અર્પણ કરી પાછો ફર્યો II૯૮II જેવો ઘરમાં પેઠો લક્ષ્મણ I ત્યાં જ કર્યું જાનકીએ પ્રશ્ન I થયું કે બાળ શિવદર્શન I શું પુચ્છયું એમણે II૯૯II કહે મને ન થયું દર્શન I પણ એક ગંદો-ગોબરો બ્રાહ્મણ I પિંડી ઉપર રાખી પોતાના ચરણ I બેઠેલો જોયા મેં II૧૦૦II એણે જ પુચ્છયો પ્રશ્ન I તારે શું જોઇએ કરીને I પણ મનમાં ન મળે નિશાની I નિરૂત્તર ઉભો રહયો II૧૦૧II જાનકી હસી ખડખડાટ I ગાંડા શું કર્યું આ તેં I એ જ શીવ પ્રત્યક્ષ પ્રગટ્યા I દર્શન દેવા આવ્યા કે II૧૦૨II તેવો જ એ ગયો અકળાઇ I પોતાના દૈવને આપ્યું દુષણ I કેવી રીતે ન ઓળખ્યા મેં I પ્રત્યક્ષ કહ્યું હતું તો એ II૧૦૩II એવું ભરાઇ આવ્યું મન I ત્યાં અશ્રુ ભરાઇ આવ્યા આંખોમાં I ત્યાં હાથ ફેરવી પીઠ ઉપરથી I જાનકી સમજાવે એને II૧૦૪II તને ન સમજતાં થયું દર્શન I તે વ્યર્થ ન થશે જાણ I તારું સુખી થશે જીવન I ન મળે સમૃધ્ધિ તો પણ II૧૦૫II એવું જ આગળ થયું ઘડાઇ I સુખશાંતિમાં જીવ્યા જીવન I આજે નિવૃત્ત છે પ્રધાન I કેવળ જાનકી વચને II૧૦૬II સંત આપે સંધી લાવીને I પણ દૈવમાં હોય જો ઓછાપણ I દ્રષ્ટિ સામેથી નિસરી જાય I ભ્રમ પડે મનમાં II૧૦૭II આવું જાનકીનું અલૌકીકપણ I અંતરજ્ઞાનથી વ્યાપ્યું સર્વજ્ઞ પણ I ભૂત, ભવિષ્ય, વર્તમાન પણ I તેને સમજાય પહેલા II૧૦૮II

ઇતિ શ્રી જાનકી મહિમા કથનં નામ અષ્ટમોડધ્યાયઃ I શ્રી જગજનની જગદંબા – એકવીરા I માતાર્પણમસ્તું  I શુભં ભવતુ I શ્રી રસ્તુ I

Click to rate this post!
[Total: 0 Average: 0]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *