સાવલી અધ્યાય ૭

IIશ્રીII

II અથ સપ્તમોડધ્યાયઃ II

શ્રી ગણેશાય નમઃ I શ્રી સરસ્વત્યૈ નમઃ I શ્રી કુલદેવતાયૈ નમ: I શ્રી ગુરૂભ્યો નમ: II શ્રોતા કહે મને I કે તમે જે કહો છો મહતી I સાંભળતા થાય ચિત્તપ્રસન્ન I ઉત્સુકતા વધે અધિક II૧II જેમ જેમ ચાલે કથાનક I અમારી ભુખ વધે એવી I શ્રવણનું સાર્થક પણ પુર્ણ I થાય અમારું પણ II૨II અમૃતમય જાનકી જીવન I અમને કરે રે પાવન I સુખમય માર્ગનું આચરણ I મળે સુભક્તોને II૩II જાનકીનું આ દિવ્ય જીવન I દિપ સ્થંભ જેવું જાણીને I એજ કરીને જીવન લક્ષ્ય I જીવતા અનુભવાય ધન્યતાં II૪II કલ્પતરૂ રૂપી આજીવન I આપે મન:શાંતિ અને સમાધાન I બધા દુઃખોનુ થાય શમ I ચરણે લીન થાય મન II૫II તો પણ વાટ જોઇએ ચાતક જેવી I કરીને ઇન્દ્રીયો બધી એકત્રીત I અમે બેઠા એકાગ્ર મનથી I આગળનું સાંભળવા કથાનક II૬II જેવો થાય અભિષેક શંકર પર I એક એક ટીપું પડે પિંડી પર I એવી ઓવીઓ ટીપા જેવી I કથા કળશમાંથી ટપકે II૭II તમારા કથા કથન અભિષેકની I અમારા પ્રસન્ન થાયે મન I ચિત્ત આનંદે ભક્તિ ભાવથી I આનંદ ઉર્મિ ભરાઇ આવે II૮II તો પણ ન કરશો મોડું I મુખે ધારણ કરો મધુષિર I જાનકી જીવનનીર I તરસ અમારી છીપાવવા II૯II તમારી તરસનું કરવા શમન I પરબમાંથી કાઢીને જીવન I ખોબામાં આપું ભરીને I જેથી થાઓ સંતૃપ્ત II૧૦II અસ્તુ ! કુસુમતાઇના ઘરમાં I થઈ પિશાચ્ય બાધા ઉદભવ I સહોદર થયા ભયભીત I જીવનગડી ચુંથાઈ ગઈ II૧૧II કોઈ થાય માંદુ I કોઇ વર્તે ભ્રમિષ્ઠ જેમ I શાંતી થઈ વેરી I ઘરમાં એ સર્વને II૧૨II તેમાંજ થયો કમળો નણંદને I કોઇ ન રહ્યું ઘરકામ માટે I માટે જણાવ્યું માતાને I કાલાને આપો મોકલી II૧૩II ઘરમાં થશે આધાર I ઘરકામમાં લાગે હાથભાર I તો પણ મોકલો જલદી I વિલંબ કઇ કરશો નહી II૧૪II કાલા જવા નીકળી I ત્યાં ઉમટ્યું ખરજવું રાત્રે I સર્વાંગ ભરાયું ખરજવાથી I જવાનું કર્યું સ્થગિત II૧૫II છોકરીની સાંભળી પત્ર કહાની I કાલા નીકળી ન શકી માટે I જાનકી નીકળી ગણદેવીથી I વડોદરા આવી ત્વરીત II૧૬II પિશાચ્ય બાધા કરી દુર I કમળો પણ થયો પસાર I સર્વ પિડિતોનું નુર I પાર બદલાઇ ગયું જો II૧૭II શાંતિ કરીને ઘરમાં I મન થયા ભીતિમુક્ત I માટે દર્શને નીકળે I કાલીકાના પાવાગઢે II૧૮II કુટુંબ મંડળી નિકળે I જાનકીને પણ તે સાથે I મંદિરના પગથીયે આવે I બપોર સુધી સર્વજણ II૧૯II બસો પગથીયા ચઢીને I મંદિરે આવે થાકીને I ત્યાંજ બપોર થઈ એટલે I મંદિર કરે બંધ II૨૦II પુજારી કહે બધાને I હમણા ન આવો દર્શને I સાંજના આવો ફરી I ફરીને પાછા II૨૧II થયો વખત ભોજનનો I માટે બંધ કર્યા દ્વાર I કુંચી લગાડી કનવટીએ I જલદીથી એ નિકળ્યો II૨૨II પણ પુજારીને વિનવે બધા I પરિશ્રમ થયા બહુ I ઉતરીને ચઢવાનું આ શરીરે I ત્રાણ ન રહ્યું અમારામાં II૨૩II કૃપા કરીને અમારા પર I દ્વાર ઉઘાડો સત્વર I દર્શન લઈને સત્વર I અમે નિકળીશું તવસંગે II૨૪II અમે પણ આવ્યા દુરથી I ડુંગર ચડતા ગયા થાકી I બપોર થઈ લાગ્યો તાપ I ભુખ પણ લાગી અમોને II૨૫II તો પણ થોડીવાર થોભીને I મહાદ્વાર ઉઘાડી આપ I શ્રી કાલીનું થવા દર્શન I એમની જ ભુખ અમોને II૨૬II પણ પુજારી ગયો સંતાપી I કંઇ પગથીયા ઉતરી ગયો I ગુસ્સાથી કહે ન ઉઘાડીશ I મહાદ્વાર આ વખતે II૨૭II બધા નિરાશ થઈ જુવે I શું છે દેવીના મનમાં I ભક્તો ઉભા રહયા દ્વાર પર I પણ દર્શન થાય ન એમને II૨૮II જેવો પગથીયા ઉતરી ગયો I ત્યાં જ ભમરા આવ્યા ગઢ પરથી I ફરે આજુબાજુ પુજારીના I કરડવા લાગે તેને II૨૯II તેવો જ ફરે પાછો I કહે માવડી ખમ્મા ! ખમ્મા I કર ક્ષમા અપરાધની I ઉઘાડી આપું દ્વાર હું II૩૦II પુજારીની ઉડે ધમાલ I બધા હસે પેટ પકડીને I ત્યાં જ જાનકી કહે વિનવીને I ભમરાને ઉદ્દેશીને II૩૧II અરે એ ઉઘાડવા તૈયાર છે I તમે ન કરશો પ્રહાર I બાજુએ થઈ સત્વર I માર્ગ આપો એમને II૩૨II ત્યારે ભમરા ગયા નિકળી I મહાદ્વાર આપ્યું ઉઘાડીને I બધાને થયો આનંદ I પ્રવેશે ગર્ભગૃહમાં II૩૩II કાલીકાનું લેતા દર્શન I અતિ પ્રસન્ન સુંદર એવું I કરીને પુજનાદિ-આરતી I નમ્ર ભાવે કરે વંદન II૩૪II જાનકી સ્વહસ્ત પ્રસારીને I ઉભી રહેતા તત્ક્ષણ I બર્ફીનું પડીકું આવ્યું નિકળીને I બધા જુવે આશ્ચર્યથી II૩૫II કહે પ્રસાદ આપ્યો દેવીએ I તમારા જોઇને મન પ્રસન્ન I આશીર્વાદ પણ આપ્યો અંબાએ I પ્રસન્ન થઈને તમોને II૩૬II પુજારી જોતો રહ્યો I તેને કરમાં આપી પ્રસાદ I કહે સંતુષ્ઠ રાખજો સુભક્ત I જે જે આવે દર્શને II૩૭II ભક્તો જ્યારે સંતોષાશે I દેવી ત્યારે રહેશે પ્રસન્ન I તવ પર પણ કૃપા કરશે I હઠ માત્ર કરશો નહી II૩૮II પુજારી પડ્યો ચરણે I માતા ક્ષમા કરજે કહી I વર્તન આવું ન કરીશ ફરી જીવનમાં I સોગંદ આજે લઉં છું II૩૯II દેવી દર્શનથી સંતોષીને I ફરાળ આદી સર્વ કરીને I બધા ફરે પરત I ગઢ ઉતરવા લાગ્યા II૪૦II ઠઠ્ઠા, મશ્કરી ગપ્પા કરતાં I ગઢ પણ ઉતરતા હતાં I ત્યાં જ સંભળાય કાનમાં I એક ત્રાડ વાઘની II૪૧II કર્કષ ત્રાડ સાંભળીને I ભયભીત થઈ મંડળી I બધા સ્ત્રિ-પુરૂષોની ઉડી I સ્વસ્થતા ત્યારે ભયંકર II૪૨II એકમેકને રહે ચીટકીને I ત્યાં વાઘ આવ્યો સામેથી I થોડા અંતરે થોભીને I ફરીથી ત્રાડ પાડે એ II૪૩II સામે વાઘને જોઇને I છોકરીઓની ઉડે ધાંધલ I બધા ઉભા શ્વાસ રોકીને I ભયભીત એવી નજરે II૪૪II ત્યાં જ જાનકી આગળ થઈને I જઇને વાઘ પાસે I શરીર પરથી ફેરવે હાથ I કહે શાંત થા બચ્ચા તું II૪૫II તારી ઇચ્છા કરી પૂર્ણ I હવે તું જા પાછો વળી I ત્યાં જ નતમસ્તક થઈ I વાઘ ત્યાંજ વંદન કરે II૪૬II જાનકીની આજ્ઞા સાંભળીને I વાઘ ગયો નાસી I દમ છોડીને છુટકાનો I બધા થયા જાણે સચેતન II૪૭II થોડા થઈને શાંત-સ્થિર I લુછે પરસેવો સર્વાંગનો I તેવામાં સુકાયુ મુખ I પગ પણ ગયા ગળી II૪૮II ત્યારે જાનકી કહે હસીને I અમથા ગયા ગભરાઇ I મળવા આવ્યું દેવીવાહન I પ્રેમથી મને તે II૪૯II બધા કહે જાનકીને I તમારા જેવું ન ધૈર્ય અમારું I અમારો જીવ જાવો ગભરાયો I પ્રત્યક્ષ વાઘને જોઇને II૫૦II અતિ તરસ મુખે લાગે I કરે શોધ પાણી તણો I ત્યાં સામેથી આવતા દેખાય I એક સુંદર બાળકી II૫૧II કુમારીકાને ગોરી સુંદર I પહેરી આવી ચણીયો સુંદર I સસ્મીત આવી સામે I કરમાં કળશ લઇને II૫૨II કહે તમોને જોઇએ પાણી I લાવી હું કળશ ભરીને I થંડગાર જુવો પીઈને I આપું હુ હમણા તમને II૫૩II બધા થઇને હર્ષિત I પાણી પીને થયા તૃપ્ત I તેવી તે હસતાં હસતાં I જતી રહી બાલીકા II૫૪II જેવી બાલીકા ગઇ નિકળી I એકમેકને પુછપરછ કરે I અરે ! એ કોણ? ક્યાની ? કહે I પુછયું નહી કોઇએ II૫૫II ચાંદીનો કળશ આવી લઇને I ચાંદીના પ્યાલામાં પીવાડી પાણી I કોણ આવી જંગલમાંથી I ભરબપોરના પ્રહરે II૫૬II ત્યારે જાનકી કહે હસીને I કહે એ કાલીકા હતી I તમને પીવાડી ગઇ પાણી I પ્રત્યક્ષ બાલીકાના રૂપમાં II૫૭II તમને ના સમજાયું એ I પણ મ્હે એ જાણ્યું હતું I અપ્રત્યક્ષ રીતે આપ્યું દર્શન I મહાકાલીકાએ તમોને II૫૮II તો પણ ન કરો હવે ચિંતા I બધો ભાર નાખો એના માથે I યોગક્ષેમની તારણહાર I એજ એકલી જગમાં II૫૯II એજ ઉત્પન્ન કરે ભીતી I એજ છે સૌખ્યદાત્રી I એની પ્રત્યક્ષ આવી પ્રચિતિ I આજ તમને બધાને II૬૦II બધા થયા આનંદવિભોર I ચૈતન્ય દેહમાંથી ઉતારીને I ઉતરીને ગઢ ઝટપટ I ગયા સ્વગૃહે પોતાના II૬૧II આત્મારામ ખોપકર કરીને I હતા સુભક્ત જાનકીના I પ્રયત્ન નોકરી માટે I કરતા હતા સર્વત્ર II૬૨II પરિસ્થિતી તેમાં ગરીબીની I એમાં નોકરી ન હતી જાણીને I ધરે જાનકીના ચરણ I માર્ગ દર્શન મેળવવા II૬૩II જાનકી એમને કહે I ફોટોગ્રાફી શીખવી ત્વરિત I ઉજવળ ભવિષ્ય છે નસીબમાં I એમા કીર્તિ મળશે II૬૪II પણ વેચાતો કેમેરો લેવા I પૈસા પણ ન હતા હાથમાં I ઉધારીથી પૈસા લે I વિશ્વાસ રાખીને શબ્દ પર II૬૫II એવો એ લઇને વેચાતો I કલા તેમને કરી હસ્તગત I ત્યાં નસીબ ઉધડે એમનું I નોકરી મળી સરકારી II૬૬II મહારાષ્ટ્રની સરકારમાં I ફોટોગ્રાફીના વિભાગમાં I પ્રમુખ થયા એ જગ્યાએ I ઉત્તમ નોકરી એમને II૬૭II એમનું કામ જોઇને સારું I બઢતી મળી ઉપરની જગ્યાએ I ગૌરવને થયા પાત્ર I યશ, કીર્તિ મેળવીને II૬૮II અસ્તુ ! એકવાર મુંબઇ ના બારામાં I ઉતરે માલ જહાજેથી I સમજાયના કેમ કરીને એમાં I વિસ્ફોટ થયો સવારે II૬૯II આખી મુંબઇ ગઈ હાદરીને I લોકો દોડે જીવન લઇને I લાગે બોમ્બ ફૂટ્યો ક્યાંથી I હલ્લા કલ્લોળ મચી ગયો II૭૦II બોટમાં હતી સોનાની ઇંટો I તે પણ ઉડે અહિં તહીં I કેટલાય ઘરો પડે ધડાકાથી I આગ લાગી બંદરમાં II૭૧II એમાં ખબર આવી કાને I બીજો પણ વિસ્ફોટ થશે કરીને I લાગે બંદર તુટીને પાણી ભરાશે શહેરમાં II૭૨II એક ફોટોગ્રાફર તરીકે I ખોપકર દોડે તત્ક્ષણે I બંદર ઉપર જઇને I ફોટા પાડે જહાંજના II૭૩II જહાંજ સળગ્યું હતું દુર સમુદ્રમાં I તો પણ બીક હતી મનમાં I પણ કર્તવ્ય ના ચુકવીને I ફોટો લે એ ઘટનાનો II૭૪II એ ફોટા લેતા હતા ત્યારે I બીજો વિસ્ફોટ થાય ત્યારે જ I બીકથી ઉડે ત્રેઘા I અવાજથી ભયંકર II૭૫II પાણી ઉડે ઉંચે સુધી I આગની જવાળાઓ પણ પ્રસરે I રંગ દેખાય આકાશમાં I લાલ લાલ  ભયંકર II૭૬II ઇંટો ઉડે બોટમાંથી I એ શરીર પર આવે જોઇને I બોલે જાનકી બચાવજે I બેઠા મીચીને આંખો II૭૭II તો પણ એક ઇંટ નજદીકથી ગઇ I ખોપકરનાં ખભા પરથી I પણ ન થઈ ઇજા એટલે I ઉપકાર માને જાનકીનો II૭૮II એવા બચતાં સંકટમાંથી I ગણદેવી જાય દર્શન કરવા I આપ્યું નવજીવન માટે I આળોટે જાનકી સામે II૭૯II કહે બધી અદભૂત કથની I કેવી રીતે બચ્યો વિસ્ફોટમાંથી I તારા નામની અગાધ કરણી I માતા કૃપા કરી ત્હે II૮૦II ત્યારે જાનકી કહે હસીને I અરે ! તારું દુઃખ ઝીલીને I ત્યાં પ્રત્યક્ષ આવીને I ડાબા ખભા ઉપર લીધું મેં II૮૧II ડાબો ખભો ઉઘાડીને દેખાડે I ત્યાં ઇંટની નિશાની દેખાઇ આવે I જાણે ઊંડો ઘા પડ્યો I પીઠ પર એના II૮૨II નિશાની જોઇને પીઠ ઉપર I બધા આશ્ચર્ય પામે મનમાં I કાળજી લે કેટલી બધી I સુભક્તોની તું તારા II૮૩II ખોપકરને ભરાયો ડુમો I પોતાનું ખેંચી લીધું મરણ I અશ્રુજલનો અભિષેક કર્યો I ચરણ ધોયા જાનકીના II૮૪II જય જાનકી માતા કહીને I તારા બાળને સંભાળીને I ધન્ય કર્યા ત્હે આજીવને I કરી કૃપા અપાર II૮૫II જોઇને નિપુણતા ફોટોગ્રાફીમાં I માટે થયા કૌતુકને પાત્ર I અનેક ઇનામો મેળવીને I ધન-પ્રતિષ્ઠા મેળવ્યાં II૮૬II કુસુમ તાઇ સુળે કરીને I એક નાસ્તિક બેન હતા I નસીબ ઉપર વિશ્વાસીને I રહે એ પોતાના II૮૭II વિશ્વાસ ન રાખે દેવ પર I કહે નસીબ હોય બલવત્તર I સુખ મળે જીનવભર I દેવ કાંઇ કરી ન શકે II૮૮II એને બે બાળકો હતા I એક છોકરો ને બીજી છોકરી I ઓપરેશન લીધું કરાવીને I પ્રપંચ ન જોઇએ માટે II૮૯II સમજે એ સુખી જીવન I ત્યાં જ અપઘાત આવ્યો ઘડાઇ I એમાં છોકરો પામ્યો મરણ I જાણે પડ્યું આકાશ તેનાપર II૯૦II પુત્ર વિયોગ ન સહન થતાં I કુસુમ થઈ બેચૈન I પણ ન હતો કોઇ ઉપાય I નિશ્ચિત તેની પાસે II૯૧II એની જોઇને દુઃખદ સ્થિતી I કોઇને ઉપજી સન્મતી I કહે જાનકીની હોતા ઉપસ્થિતી I રસ્તો કાંઈ નીકળશે II૯૨II એટલે તેને પુછાવો I ત્યારે કુસુમ આપે સંમતી I પુત્ર વિયોગની આપત્તિ I સહી ના શકે માવડી II૯૩II જ્યાં સુધી પડે ન આપત્તિ I ત્યાં સુધી ન સમજાય મહતિ I દેવની પણ થશે સ્મૃતિ I મનુષ્ય માત્રને ત્યારે II૯૪II જાનકીના પડતા ચરણે I કહે આવી તું પુત્ર આકાંક્ષાથી I પણ ગર્ભાશય લીધું કાઢીને I કહે શું હું કરી શકું II૯૫II પહેલા ન કર્યો વિચાર I પછી દૈવમાં ક્યાંથી આવે I પણ વિશ્વાસીતા મારા પર I પ્રયત્ન જોઇશ કરીને II૯૬II પુત્ર પ્રેમની કાંક્ષાથી I કુસુમ કહે નમ્રતાથી I તમે જેમ કહેશો તે રીતે I ભક્તિભાવે કરીશ હું II૯૭II ઉપાસના કહેતા એને I કાંઇ મહિના કરવા I ગર્ભાશય જો ઉત્પન્ન થયું I પેટની અંદર એના II૯૮II ડોકટર જોતા તપાસીને I તો ગર્ભાશય આવ્યું દેખાઇ I પુત્ર કાંક્ષાની ફરીથી I આશા ઉત્પન્ન થઈ II૯૯II ત્યારે નિષ્ઠાથી બેસી ચરણે I કહે માતા અગાધ તારી કરણી I હવે પુત્ર આપ ફરીથી I ખોળામાં મારા II૧૦૦II ત્યારે જાનકી દે હસી I એક શ્રીફળ ખોળામાં I કહે પુત્ર આવ્યો આયુષ્યમાન I ચિંતા ન કરવી જરા પણ II૧૦૧II આગળ વિશ્વાસથી સેવા કરી I ત્યાં કુસુમ ગરોદર થઈ I સુપુત્રવતી તે થઈ I જાનકીની કૃપાથી II૧૦૨II અભક્ત થઈ સુભક્ત I એના કૃપા છત્ર નીચે આવે I જાનકીના અસંખ્ય ભક્ત I કૃતાર્થ થયા જીવને II૧૦૩II એટલા માટે શ્રોતાજન I તમને આપ્યું ખોબો ભરીને I જાનકીનું મધુ-જીવન I તૃષ્ણાની તૃપ્તિ કરવા II૧૦૪II  સંતુષ્ટ તમે થાવો તેથી I ધરીને બેઠા શ્રીચરણ I કે સ્ફૂર્તિ આવે ઉતરીને I જાનકી જીવન વર્ણન કરવા II૧૦૫II તેમજ જાનકીના પણ ચરણે I માથુ ટેકી મનોમન I જીવન પ્રકટ થાય તેથી I વાંરવાર પ્રાર્થના કરું II૧૦૬II ત્યારે જાનકી કહે હસીને I તારી કલમમાં ઉતરીને I હું પ્રગટ થઈ ભુવનમાં I વાંગ્મય મુર્તિ તરીકે II૧૦૭II જેને ગમશે મારી ભક્તિ I એણે વાંચવી આ સપ્તશતિ I હું નિત્ય રહીશ સંગાથે I સુભક્તો પાસે મારા II૧૦૮II

ઇતિ શ્રી જાનકી મહિમા કથનં નામ સપ્તમોડધ્યાયઃ I શ્રી જગજનની જગદંબા – એકવીરા I માતાર્પણમસ્તું  I શુભં ભવતુ I શ્રી રસ્તુ I

Click to rate this post!
[Total: 0 Average: 0]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *