
સાવલી અધ્યાય ૬
IIશ્રીII
II અથ ષષ્ઠોડધ્યાયઃ II
શ્રી ગણેશાય નમઃ I શ્રી સરસ્વત્યૈ નમઃ I શ્રી કુલદેવતાયૈ નમ: I શ્રી ગુરૂભ્યો નમ: I આવું આ જાનકીનું જીવન I અગાધ લીલાથી ભર્યું પૂર્ણ I તર્ક, વિતર્ક, બુદ્ધિ, જ્ઞાન I ટુંકા પડે સમજવા જાણ II૧II આ વિજ્ઞાનના યુગમાં I તર્ક વિતર્ક વધ્યા બહુ I કાર્ય કારણ શોધીને I સમાધાન માને ચિકિત્સક II૨II પણ ન થશે સમાધાન I અથવા તેમનું ભ્રમનિરસન I કેવળ જોઇને ચમત્કાર I કરે અંધત્વે નમસ્કાર II૩II પણ ચમત્કારમાં નથી મહાનતા I સંત તેનાથી શ્રેષ્ઠ છે જાણ I ભક્તોનો વિશ્વાસ બેસે માટે I દિવ્યતા કરીને બતાવે II૪II જયારે પ્રચિતી આવે દિવ્યત્વની I ત્યારે વંદે વિનમ્ર ભાવે I ખીલીને ચિત્તે ભક્તિ I દૃઢતાથી પકડે એ ચરણ II૫II અસ્તુ ! જાનકીના એક ભક્ત I ગુપ્ત કરીને કુટુમ્બમાં I એમના કુળે પુત્ર જન્મે I આનંદિત એટલે એ થાય II૬II પૂર્વે સુવાવડીની ઓરડીમાં I અંધારૂ રાખે પૂર્ણતયા I તે વખતે બીલકુલ ન જણાય I કેવું છે સર્વાંગે બાળક II૭II વિશ્વાસે દાયણ પર I કહે એ સર્વાંગે સુંદર I એટલે ન જાય કોઇ સત્વર I જોવા અંધારે બાળકને II૮II પહેલા તેને ન કોઇ અડે I છાયા પણ ન પડવા દે I કોઇ જોવા પણ ન જાય I હોય સખત આદેશ કુટુમ્બે II૯II એવા જાયે દસ દિવસ I બાળકને લાવે ઉઘાડમાં I બધા આશ્ચર્યથી જાુવે I હોય ચક્ષુહિન બાળક તે II૧૦II પરિવારના ગભરાઇ જાય I હવે શું કરવું કરીને I ડોકટરને બોલાવીને I લાવ્યા એને સત્વર II૧૧II ડોકટર તપાસીને જાુવે I કહે ડોળાજ નથી એને I કહે ઉદ્દેશી બધાને I ઉપાય આનો કાંઇ નથી II૧૨II બધા થયા નિરાશ I અંધાપો બાળકને કેવો આવ્યો I કેવું એનું ભાવિ આયુષ્ય I માવડી સંચિત થાયે II૧૩II પતિ-પત્ની ગભરાઇ ગયા I કેવું બાળક આવ્યું ચક્ષુહિન I પોતાના નસિબને આપે દોષ I એ વિનવણી કરે દેવને II૧૪II જય જગદંબા કુળ સ્વામીની I કૃપા અમ પર કરીને I આ બાળકને દૃષ્ટિ આપીને I સંરક્ષજે હે જનની II૧૫II જો અપરાધ અમારો થયો હોય I તેનું પ્રાયશ્ચિત્ત ન આપીશ બાળકને I પગે પસાર્યો છેડો એવો I શિક્ષા મને આપોને II૧૬II એવું માતા કરતા રૂદન I ત્યાં થયું જાનકીનું સ્મરણ I કહે બોલાવો બાયજીને I લઇ આવોને જલદી II૧૭II મોકલ્યો સંદેશો ગણદેવી I જાનકી આવે સંથપણે I જોઇને બાળકને I લીધું એને શરીર પર II૧૮II અશ્રુ ભરેલા નયને I માતા પડે જાનકી ચરણે I કહે કૃપા બાળક પર કરીને I પરિહરો એનું અંધત્વ II૧૯II જો એની હોય ઓછી પુણ્યાઇ I તો કાઢી આપો મારી એને I પણ તેને દૃષ્ટિ આપીને I જીવન સફળ કરો સત્વર II૨૦II ત્યારે બાળકને લઇ ખોળામાં I હાથ ફેરવ્યો શરીર પર I કહે “કાશીનાથ” જલદી I ઉઘાડ તારી આંખો II૨૧II જીજ્ઞાસાથી બધા જુવે I ત્યાં “કાશીનાથ” ઉઘાડે આંખો I દૃષ્ટિ આપી લોચનમાં I ટકમક જુવે બધા સામે II૨૨II હર્ષ થયો કુટુમ્બમાં I કરતા જય જયકાર જાનકીનો I અમને કર્યા ચિંતામુક્ત I વંદે વારંવાર ચરણે II૨૩II તું મુંગાને આપે વાણી I ગીરીવર ચઢાવે પાંગળાને I નયનો આપી અંધને I પોતાની તવ કૃપાથી II૨૪II એવી પ્રાર્થના કરી મનોમન I ત્યાંજ બાળકને ઉંચકીને I આપીને માતાના ખોળામાં I કહે સંભાળજે પ્રેમથી આને II૨૫II આવા એ સંત શીરોમણી I જોઇને ભક્તોનો ભાવ I કરે કરણી અગાધ I લીલા કરે કૃપાદ્રષ્ટિથી II૨૬II આવી જ કૃપાની બીજી કથા I હું કહું છું તમને I હવે આ પરથી સંત મહાનતા I તમને આવશે સમજાઇ II૨૭II એક સુભક્ત નામે હિરા I હતી ખરેખર ગર્ભવતી I શરીરે સારી ગોળમટોળ I ગર્ભ તેજથી પ્રતિદિને II૨૮II સુંદર દેખાય ખરેખર I કોઇની લાગે ત્યારે નજર I ઉપજી દુષ્ટ સ્ત્રીને મત્સર I કરણી કરે એના ઉપર II૨૯II પેટ લાગે ત્યાં ઉતરવા I હવે ગર્ભ લાગે ઝરવા I લાગે તેજ ઓસરવા I તેજ વખતે હિરાનું II૩૦II હિરા ગઇ ગભરાઇ I જુએ ડોકટર પણ તપાસીને I પણ કારણ નકકર કોઈ I જડેના એમને II૩૧II એવી એ રહી ઝુરતા I દિવસો આવ્યા ભરાઇને I એના એવા કૃષ દેહમાંથી પુત્રી જન્મી દુર્બળ II૩૨II પુત્રી જન્મી એ વિચિત્ર I એક પગ હતો ગળામાં I બીજો ઉલટો હતો દેહમાં I શરીર પણ હતું વિદ્રુપ II૩૩II હિરા જાય ગભરાઇ I જન્મ્યું વિદ્રુપ બાળ તેથી I જાનકીનું ધરીને ધ્યાન I લાગી રડવા તે ક્ષણે II૩૪II શું મારું દુર્દૈવ I આવી પુત્રી જન્મે આવે I કેવી રીતે સંભાળીશ જીવનમાં I લુલુ લંગડું આ બાળક II૩૫II નજર કોઇની લાગી એને I વિકસી કળી અપુર્ણ I જન્મતાંજ એ કરમાયી I કળી મારી કુખની II૩૬II મારા બાળકનું લુલા પણ I મારાથી જોવાયના એક ક્ષણ I એ કરતાં મારૂ જીવન I નષ્ટ થવાદે માવડી II૩૭II મારૂં બચેલું આયુષ્ય I બાળકને આપો સંપુર્ણ I કરીને સુદ્રઢ શરીર I દિર્ધાયુષી એને કર II૩૮II હાંક હિરાની કરૂણ I આવી જાનકીની જાણમાં I જોવા આવી દોડીને I એકવીસ દિવસ પછી II૩૯II બાળકને લઇ ખોળામાં I પોતે જુવે તેને નિરખીને I એ કહે કરણી આને કરીને I મચકોડ્યું છે કોઇએ II૪૦II કહે સમયે સંધ્યાકાળના I કરજો ઉતારો નિયમીત I રોજ સવ્વા મહિના સુધી I પોતાના બાળક પરથી II૪૧II એવું હિરા કરતી નિયમીત I સવ્વા મહિનો પુરો થતાં I ત્યાં જાનકી આવે સસ્મીત I કહે લાવો બાળકને II૪૨II કહે આના કપડા લો કાઢી I પુરી દો એ ખાડામાં I કરાવી બાળાને સ્નાન I હિરા, આપ મારા કરમાં II૪૩II એવું કરીને હિરાએ I બાળાને આપે જાનકી કરે I હૃદયે રાખી પ્રિતી I ફરવા લાગી આનંદે II૪૪II હાથ ફેરવી અંગ ઉપર I ઉચે ઉંચે ઉડાવીને ઉપર I ત્વરિતા લે ઝીલીને I જાનકી આનંદથી II૪૫II એવું રમીને એની સાથે I ફેકી હિરાના ખોળામાં I કહે સંભાળ હવે આ I સુદ્રઢ સારૂં બાળક આII૪૬II બધા જોતા આશ્ચર્યથી I જીવ લઇ આંખોમાં I વિશ્વાસ બેસતો ન હતો I જોનારાનો ઘટના પર II૪૭II જે અશક્ય હતું જીવનમાં I તે સ્પષ્ટ થયું પ્રત્યક્ષમાં I બાળ સર્વાંગ સુંદર થાય I પાંગળાપણું જઇને II૪૮II હૃદય આવ્યું ભરાઈ I હિરા પડે જાનકી ચરણે I ચરણ ધોયા અશ્રુથી I જાનકીના પ્રેમથી II૪૯II જય જાનકી કૃપા કરીને I મને ધન્ય કરી જીવને I દેહચામડીની ચંપલો કરીને I તારા ચરણે પહેરાવીશ II૫૦II આવું હું કરીશ તો એ I તારા અનંત ઉપકાર મારા પર I ન ફીટશે જન્મ જન્માંતર I ઋણ તારૂં પ્રચંડ II૫૧II આ ઉપરથી ભકતજન I તમને સમજાઈ આવશે I કે સંતોનું આશ્રેષ્ઠ પણ I શ્રદ્ધાથી સમજાય તે II૫૨II ત્યાં ન હોય કાર્ય કારણ I એને ન હોય વિશિષ્ટ માપદંડ I કેવળ એમની ઇચ્છાથી I અંતકર્ય આવું બની શકે II૫૩II છોકરીનું નામ પાડ્યું રેવતી I સંસારે થઇ ભાગ્યવતી I થાય ધન સંતાન પ્રાપ્તિ I જાનકીની કૃપાથી II૫૪II છબુરાવ પ્રધાનની છોકરીને I અલ્પ એવી માંદગી આવી I ઉપચારાર્થે એને I દવાખાનામાં રાખે II૫૫II ઉપચાર કરે બહુ દિન I પણ વ્યર્થ ગયા પ્રયત્ન I કાયા વાચે થઇ ક્ષિણ I મૃત્યુ પામી એ છોકરી II૫૬II તૈયારી થઇ બધી લઇ જવાની I એને બહાર કાઢી હતી I રસ્તા પર આવતા સુધી I બાલીકા એ થઇ જાગૃત II૫૭II ફરી લાવે દવાખાના I ડોકટર પણ તપાસે એને I લાગે થઇ કે જીવંત I ઉપચારાર્થે એને મુકે કરી II૫૮II કેટલાક દિવસ રાખીને I એને લઇ ગયા ઘેરે I એનો ચહેરો ગયો બદલાઈ I વિસ્મૃતિ થઇ ઘરની II૫૯II એની વર્તણુક પણ બદલાઇ I ભાષા, જ્ઞાન, જાતી સ્મરણ I ભુલાઇ ગયું એ બધું આશ્ચર્ય કરે મનમાં II૬૦II કોઇને પણ ઓળખે નહી I સંકુચિત થઇ વૃત્તિ I પદાર્થ ચોરીને ખાય એ I બાવરી નજરથી II૬૧II આવું જોઇ એનું વર્તન I ઘરમાં શંકા થાય ઉત્પન્ન I નિષ્ણાંત ડોકટરને લાવીને I બતાડવી શું ફરી એને II૬૨II શ્રીખંડુભાઈ દેસાઈ સર્જન I ડોકટર પ્રખ્યાત હતા કરીને I એમની અધ્યાત્મ પ્રગતી જાણીને I છોકરીને લઇ જાય બતાવવા II૬૩II નાડી જોતાં તપાસીને I કહે બાળકીમાં નથી ચૈતન્ય I મુળ આત્મા જ બદલાઇને I વાવરે બીજો જ શરીરે II૬૪II પરકાયા પ્રવેશીને I બીજાના એ પ્રવેશ કર્યો દેહમાં I માટે છે વિસ્મરણ I તમારી છોકરીને II૬૫II ત્યારે પ્રધાન તેમને કહે I જયારે આની બુઝાઇ પ્રાણ જયોતિ I બીજી છોકરી પણ મરી I હતી તેજ વખતે-તેજ સ્થળે II૬૬II એ હતી વારલી જાતીની I અમે તેને જોઇ હતી I એક જ વોર્ડમાં હતી I દવાખાનામાં એ વખતે II૬૭II એના મડદા પાસેથી લઇ જતા આને I પ્રાણ એ છોકરીનો સંચારીઓ I અમને ઘણો આનંદ થયો I જીવતી થઇ તે માટે II૬૮II પણ દેસાઇ એમને કહે I કે વિચિત્ર છે દર્દીની સ્થિતી વેદ્યકીય ઇલાજ પણ નથી I દેવી માર્ગે કરી જાઓ II૬૮II ત્યાં પ્રધાન કહે એમને I કે અમે ન જાણીએ દેવી-વ્યક્તિ I કે કૃપા કરીને મનથી I સુઝાવ આપો અમોને II૭૦II ત્યારે દેસાઇ કહે તેમને I કે ગણદેવી જાવો ત્વરિત I ઉપાય જડશે ત્યાં નિશ્ચિત I ઉપાય મળશે તમોને II૭૧II જેવા પ્રધાન આવે ગણદેવીમાં I જાનકી છોકરીઓને કહે એવું I આજે જોવા મળશે ગમ્મ્ત I એક છોકરીની તમોને II૭૨II આત્મા બદલીને આવી I પરકાયામાં પ્રવેશી I મરીને રહી જીવંત I આવશે એવી છોકરી II૭૩II છોકરીઓને પડી ગંમત I વાટ જાએ આશ્ચર્યથી I પ્રધાન લઇને આવે I છોકરીને પોતાની સાથે II૭૪II બધા બેસીને ઘરમાં I વૃતાંત કહેતા હતા I ત્યાંજ જાનકી બધુ કહે I આગળનું કથાનક છોકરીનું II૭૫II જયારે આનો ગયો પ્રાણ I ત્યારે બીજી એકને આવ્યું મરણ I એજ જીવ ફરીથી પ્રવેશીને I વસે છે આના દેહે II૭૬II એ વારલી જાતીની હતી I એની એવી સ્મૃતિ રહે I તમારા પ્રપંચની માહિતી I એને કયાંથી હોય II૭૭II ત્યારે પુછે એ છોકરીને I કેમ આવી આ શરીરે I સસ્મીત વદન કહે તે I ઇચ્છા રહી ભોગની II૭૮II હું ગરીબ હતી તેથી I ખાવા ન મળે અન્ન I મોજ અને અનેક મઝા I ભોગવવા આવી હું II૭૯II હું ન જઇશ દેહમાંથી I બધી ઇચ્છા કરીશ પૂર્ણ I મને ન ધકેલી દેશો I વિનંતી કરું ચરણે II૮૦II પ્રધાન ગભરાઇ જાયે I બધું સાંભળી સંભાષણ I કહે કેવું ભવિષ્ય-જીવન I મારી બાળકીનું સમજાયના II૮૧II પગે પડે જાનકીના I કહે કંઇ સુઝાડો યુક્તિ I આનું જીવન તવ હાથે I સોંપી દીધું તમોને II૮૨II કહે તમારી છોકરીનો પ્રાણ I પાછો ન આવે કદાપી I કારણ જન્મ લીધો એને I ફરીથી આ જગમાં II૮૩II એનું એવું આ કલેવર I ઘરમાં ન રાખવું ખરેખર I તો પણ આ પર તમારો વિચાર I શુ છે તે સંભળાવો II૮૪II આગળનું સર્વ ભવિષ્ય જાણીને I પ્રધાન કહે વિનવીને I આવું આ મૃત જીવન I ન જોઇએ અમારા ઘરે II૮૫II જયાં છોકરીનો નથી પ્રાણ I ત્યાં પ્રિત ન થાય ઉત્પન્ન I એવો આ દેહ સંભાળીને I કરવું શું અમારે II૮૬II સ્પષ્ટ કલ્પના છે મને I શું થશે આ છોકરીને I મનોનિશ્ચય થયો અમારો I ચિંતામાથી મુક્ત કરો II૮૭II ત્યાંજ છોકરીને બોલાવી લઇને I એક તમાચો મારીને I ત્યાંજ એનો જઇને પ્રાણ I શરીર પડ્યું ત્યાં II૮૮II અસ્તુ ! એકવાર ગણદેવી ગામમાં I કોઇના ઘેરે લગ્ન હતા I માટે કરે આમંત્રણ I જમવા માટે સર્વેને II૮૯II જાનકીને તે કહે કે I તમે નકકી આવજો I આર્શીવાદ જોઇએ લગ્નમાં I વધુ-વરને માટે II૯૦II જાનકી ન જાય કોઇને ત્યાં I પણ શરમ પડે આગ્રહની I ગામમાં ન લાગે ખોટું I એટલે તે જતી હતી II૯૧II છોકરાની માસી પણ હતી I એને લઇને સંગાથે I બન્ને લગ્ન ઘરે જાતી I તે દિવસે સવારથી II૯૨II લગ્ન થાય શ્રીમંતી થાટમાં I ત્યાં ગરીબનો કોણ પુછે ભાવ? I ધ્યાન પણ ન દે કોઇ I એમની દખલ પણ લીધી નહી II૯૩II તેમાં કપડાં પણ ન હતા શોભે એવા I માટે દુર્લક્ષી બધાએ I કહે ભીખારીઓ આવ્યા I અમારે ત્યાંના લગ્નમાં II૯૪II ત્યાં કોઈ છોકરીના માથામાનું I ખોવાયું સોનાનું ફુલ I જીવ થાય ઉંચો-નિચો I ચાલી શોધખોળ II૯૫II યજમાન બહું સંતાપ્યા I કહે તમે જ લીધું હશે I એવું કહ્યું જાનકી અને માસીને I ઉદ્દેશીને ક્રોધમાં II૯૬II જયાં સુધી મળે નહી ફુલ I તમે અહિંથી ખસતા નહી I બેસજો આ ખુણામાં I તમે બન્ને ત્યાં સુધી II૯૭II જેવું લગ્ન પડ્યું પાર I ત્યાં ટળી ગઇ બપોર I ભોજનાદિ સર્વ વ્યવહાર I પાર પડ્યો બધાનો જો II૯૮II બન્ને બેઠી ખુણામાં I એમનો ભાવ પણ કોઇ પુછે નહીં I ભોજન પાણી પણ ન દેત I સંધ્યાકાળ સુધી II૯૯II જેવો વખત રાત્રિનો થાય I ત્યાં જ દાદા આવે શોધતા I કહે પત્નિ ન આવી ઘેર I કહો ક્યાં છે તે II૧૦૦II યજમાન આવ્યા સામે I કહે લગ્નમાં થઈ ચોરી I એ મળે ના ત્યાં સુધી I તેઓ ત્યાંથી ન હાલશે II૧૦૧II દાદા ગયા સંતાપી I કુહાડી લઇને આવે I કહે આવે મારી સામે I કોણે દોષ મુક્યો એની પર II૧૦૨II મારી પત્નિને કહો છો ચોર I શરમ નથી આવતી હરામખોર I અમારા જેવા ગરીબ પર I આરોપ કરો ચોરીનો II૧૦૩II પ્રસંગ જોઇને ગંભીર I જાનકી આવે દોડી સામે I કહે કુહાડી આવરો સત્વર I ન અહિં એનું કામ II૧૦૪II લગ્ન જાનૈયા ભેગા થયા I એમને ઉદ્દેશીને એ બોલે I શું શ્રીમંતાઇનો થયો I ગર્વ બાધા તમોને II૧૦૫II તમે જુવો અમ સામે I કોણ શ્રીમંત છે ખરેખર I જુવો નજર રોકીને I દેખાઇ આવશે તમોને II૧૦૬II જાનૈયા જુવે રોકીને નજર I તો બંન્નેમાં દેખાઈ આવે I નખશિખાન્ત ઘરેણા પહેરી I ઉભા રહ્યા છે સામે II૧૦૭II મુગુટ ઝગમગે માથા પર I રત્નમાણેકના હતા હાર ગળામાં I દંડ પર ચમકે બાજુબંધ I પગે ઘુઘરા સોનાના II૧૦૮II ભરતજરી ભરેલો શાલુ સુંદર I ઉપર શોભે કમર પટ્ટો I અંગુઠીઓ માં હતા ભારે I હીરા-માણેક જડા વેલા II૧૦૯II રૂપ જોતા એ સુંદર I જાનૈયા ભયભીત થયા I જાનકી ત્યાંથી સત્વર I નિકળી ગઈ સ્વગૃહે II૧૧૦II જુએ નેત્ર વિસ્ફારીને I જાનૈયા એમ આશ્ચર્ય કરે I કહે કેવી અમારી મતી I ભ્રષ્ટ થઈ તે વખતે II૧૧૧II માટે હે ભક્તોજનો I કરવું ન અપમાન ગરીબીનું I જેને જેવું આપ્યું જીવન I એમા સંતોષ માનવો II૧૧૨II
ઇતિ શ્રી જાનકી મહિમાં કથન નામ ષષ્ઠોડધ્યાયઃ I શ્રી જગજનની જગદંબા – એકવીરા I માતાર્પણમસ્તુ I શુભં ભવતુ I શ્રી રસ્તુ I