
સાવલી અધ્યાય ૫
IIશ્રીII
II અથ પંચમોધ્યાયઃ II
શ્રી ગણેશાય નમઃ I શ્રી સરસ્વત્યૈ નમઃ I શ્રી કુલદેવતાયૈ નમ I શ્રી ગુરૂભ્યો નમ: I શ્રોતા થાવો સાવધ I કથાનું નિરૂપણ કરૂં આગળ I સાધશો સમાધાન શ્રવણથી I હરશે ભવભય II૧II આ સંસાર ચક્રમાં I ચિત્ત રહે ચિંતાગ્રસ્ત I આધિવ્યાધિથી ત્રસ્ત I રહે શરીર માનવનું II૨II પેટ પાણીની ચિંતા I જીવ ધડ પડે સુખ માટે I ક્યાંથી મળે સ્વસ્થતા I કરવા નામ સ્મરણ II૩II માટે સંસારી જનોએ I કરવી શ્રવણભકિત I સાધે એ સહજ-સુલભ I સુસંધી છોડો નહિ એવી II૪II શ્રવણે સાધશો ભક્તિ I શ્રવણે સાધશો શાંતિ I શ્રવણે સાધશો મુક્તિ I દેવી સાનિધ્ય મેળવી II૫II માટે કરૂં વિનંતી I સાંભળો મહત્તા એકચિત્તે I પ્રેમસાગરે આવે ભરતી I જાનકી કથા શ્રવણથી II૬II એવાજ એક શુભ દિને I બધા બેઠા આગળનાં પ્રાંગણમાં I સુખસંવાદ મજાક કરતા I વખત જાય બધાનો II૭II ત્યારે દુર એવા ઠેકાણેથી I મંજાુળ સ્વર પડે કાને I વેધીને લીધું ધ્યાન I બધાનું જ ક્ષણમાં II૮II જેવો નજદિક આવે સ્વર I અરે તે સુસ્વર શરણાઇના I માતાને પુછે સત્વર I કહે આ શું હશે II૯II કહે શુભ કાર્ય ચાલે સ્વર્ગે I યજ્ઞ કરે છે ઇન્દ્ર I માટે આવે દેવા નિમંત્રણ I કાર્ય નિમીત્ત શ્રી ગજાનન II૧૦II આવે વાજતે – ગાજતે I તમે સાંભળ્યોએજ ધ્વની I એવું કહીને સ્વહસ્ત I આગળ ધર્યો જાનકીએ II૧૧II ત્યારે હાથ ઉપર પડ્યો I કાંકરો દેખાવ સિંદુર તણો I એ જોયો બધાએ I આશ્ચર્યથી દષ્ટિ સામે II૧૨II જાુઓ, મને શ્રી ગણપતિ I યજ્ઞનું આપે નિમંત્રણ I એની જુવો સાબિતી I કર મધ્યે મારા II૧૩II હાથમાં લઇને જુવે I તો એ શ્રી ગણેશ મૂર્તિ I સીંદુરની એ હતી બની I વંદન કરે સર્વ II૧૪II કહે મૂર્તિ મુકો દેવમાં I રહેશે મહેમાન થઈ I શ્રી ગણેશ ઘરમાં આપણા I દિન પંદર સુધી II૧પII મુર્તિ મુકી દેવઘરમાં I મિષ્ટાન્ન બનાવે રોજ રોજ I મહેમાનને સન્માનવા I પુજા અર્ચા કરીને II૧૬II પુર્ણ થતા દિન પંદર I ત્યા મૂર્તિ થઈ અદ્દશ્ય I બાળાઓ પુછે માતાને I ક્યાં ગયા શ્રી ગણપતી II૧૭II કહે જેવા આવ્યા I તેવા ગયા I રહ્યા મારા આગ્રહથી I પાછા ગયા કાર્ચ કારણે II૧૮II કેવું મોટાપણ જાનકીનું I દેવાદિક પણ આપે નિમંત્રણ I શ્રી ગણેશ કરે સન્માન I આવીને પૃથ્વી તલે II૧૯II પુરાણ માં વાંચી કથા I ભુલોકના રાજાઓ યુધ્ધ માટે I જાય સ્વર્ગે પરાક્રમ માટે I સન્માન આપે દેવાદિક II૨૦II તેવું આજે પણ કલીયુગમાં I દેવ સન્માન થી આમંત્રે I જાનકી જેવા શ્રેષ્ઠ સંતને I જોયું નયનોથી પ્રત્યક્ષ II૨૧II ધણી સુકન્યાઓ પછી I ઉદરે જન્મે એક જ પુત્ર I નસીબ માં એ કૃપા I પ્રસાદ જાનકીનો હોય એ II૨૨II રહે ઘેરે એ સ્વજનના I શિક્ષણ નિમિત્તે હતો મુંબઇ I થતું પેટમાં એના શુળ I વધે ચુંકો ભયંકર II૨૩II કે.ઇ.એમ. દવાખાનામાં I કર્યો દાખલ ઉપચારાર્થે I અને પેટનું તરત I ઓપરેશન કરે II૨૪II પણ લોહી વહે જખમમાંથી I રોકાયના એ એકદમ I ઉઘાડીને જાુવે જખમ ફરી ફરી I અનેકવાર ધવંતરી II૨૫II લઈલે ટાંકા ફરીથી I તો પણ થાય પુનઃએવું I વહે રક્ત જખમ માંથી I ઉપાય કાંઇ સુઝેનાં II૨૬II ફરી ફરી ઉઘાડે જખમ I ટાંકા પાછા લઇને I પુનરાવૃતી થાય છ વખત I મતી મારે બ્હેર ધન્વન્તરીની II૨૭II બાપુ અશક્ત થયો બહુ I અને ગભરાયો મનમાંહિ I કરી તાર ગણદેવી I જલદી આવે તે માટે II૨૮II દાદા ગભરાઇ જાય I સંદેશો કરતા કથન I તેમા હતી તંગી પૈસાની I શું કરવું સમજાય ના II૨૯II દેવને પ્રાર્થના કરે બન્ને I આરોગ્ય આપજે પુત્રને I ત્યાં જ જાનકી આપે પતિને I ખડીસાકર કાઢીને II૩૦II કહે ગણી જુવો કેટલા I ટુકડા છે ખડીસાકરના I ભાગ્યવાન અંક એકીનો I તમારા આ પુત્રને II૩૧II ટુકડા જુવે ગણીને I એકી નિકળતા આનંદે I કહે છોકરો બચશે I પગે પડે જાનકીના II૩૨II પ્રવાસાદી ખર્ચ માટે I પૈસા પણ આપ્યા કાઢીને I કહે બાળને આપ્યું અભયદાન I ચિંતા કરશો નહી બિલકુલ II૩૩II બન્ને આવે મુંબઇમાં I જાય સીધા દવાખાને I તપાસતા હતા ડોકટર I તે સમયે બાપુને lI૩૪II પાસે જઇને બેઠી I ઓળખી બાપુએ માતાને I ખબર અંતર પુત્રની પુછી I ડોક્ટર સાથે એમન II૩૫II બતાવો ક્યાંથી આવે લોહી I ફેરવે પેટ ઉપરથી હાથ I ગુલાબનું ફુલ નિકળે કરમાં I ડોક્ટરની સામે II૩૬II એજ ફેરવ્યું જખમ પરથી I લોહી ત્યાં જ થીજી ગયું I ડોક્ટર કરે વંદન I જાનકીના પદચરણે II૩૭II બાપુ થઈને સારો I ઘેર આવ્યો પાછો પણ I માત્ર ડોક્ટરને મળ્યો I આશીર્વાદ જાનકીનો II૩૮II ફોટો કઢાવી જાનકીનો I સ્થાનબધ્ધ કર્યો દવાખાનામાં I આજે પણ વંદી એને I કાર્ય કરે પોતાનું II૩૯II જાનકીની એક ભાણીની I વાર્તા થઈ ગમત ભરી I ઉત્કટ ભક્તિ છે પ્રેમની I છે નિરાળી એ કથા II૪૦II એનો દુઃખતો હતો પગ I રોગ ભરાયો અંગમા I મુકે એને દવાખાને I તેણીને મુંબઇમાં Il૪૧II ડોકટર જુવે તપાસીને I કહે શસ્ત્રક્રિયા કરીને I પગ નાખીએ કાપીને I પછી નથી ભય છોકરીને II૪૨II જો કાપીએ નહિ પગ I દવાનો ન ચાલે ઉપાય I રોગી જશે જીવ થકી I સ્પષ્ટ કહે સર્વને II૪૩II નિર્ણય સાંભળી ડોક્ટરનો I ભાણી જાયે ગભરાઈ I કહે કરવું છે મને દર્શન I બાયજીનું એ પૂર્વે II૪૪II જ્યાં સુધી ન થાય દર્શન I ત્યાં સુધી ન કરવું ઓપરેશન I અતિ દિનતાથી વિનવી I કહે બધાને II૪૫II પણ જોઇને ગંભીરતા રોગની I નિર્ણય લે ત્વરિત I અને શસ્ત્રક્રિયા માટે I લઈ જાય ટેબલ પર II૪૬II ઔષધ ઘેનનું આપીને I નાખે પગ કાપી I એ શુધ્ધી પર આવીને I બુમો પાડે જોરશોરથી II૪૭II બાયજીનું ન ઘડતા દર્શન I પગ કાપી નાખ્યો કેમ ? I ગુસ્સો જતા મસ્તકમાંથી I બેશુધ્ધિમાંજ અવસાન પામી એ II૪૮II જાનકીના નામની પાડીને રાડ I એનો આત્મા નિકળી ગયો I એનું ક્રિયાકર્મ કરીને I સગાસબંધી આવે પાછા II૪૯II અહિંયા જાનકી પડી માંદી I થાય ઘણી અશક્ત I ડોક્ટર પણ બોલાવ્યા ઘેરે I પણ સુધારો દેખાય ના II૫૦II એટલે કરે વિચાર I કે મુંબઇ જઇએ સત્વર I નિષ્ણાંત ડોક્ટર નો ઉપાય I કરવો એના ઉપર II૫૧II જાનકીને લાવે મુંબઇ I અને સિંધાણીના દવાખાને I મુકી એ જ વોર્ડમાં I જ્યાં ભાણીનું થયું મરણ II૫૨II યોગાયોગ થયો કહોને I કે જાનકી દર્દી થઈને I એ જ વોર્ડમાં આવી દોડીને I હાંક આત્માની સાંભળીને II૫૩II નિત્ય ફરે વોર્ડમાં I રોગીઓની પુછે ખબર I પોતે માત્ર મુખમાં I પાણી પણ ન લે ત્યાંનું II૫૪II ડોક્ટર આવીને તપાસે I ઔષધ લેવા વિનવે I શરીરે આવે અશક્તિ તો પણ I સાંભળે નહિ કોઇનું પણ II૫૫II એવી હતી દસ-બાર દિવસ I ડોકટર માત્ર કરે આશ્ચર્ય I કેવી દર્દીની વિચિત્ર સ્થિતી I રહે અન્નપાણી વિના II૫૬II એક દિવસ મધ્યરાત્રીએ I એક સ્ત્રી દર્દી ગભરાયા I બુમો મારે ચીસપાડીને I પરિચારિકા બધી ભેગી થાય II૫૭II રોગીની ધડપડ ચાલે I કોઇ કરે હુમલો તેના પર I ફેંકી દે ઉંચકી એને I બધા જુવે પ્રત્યક્ષ II૫૮II ડોકટર ભેગા થયા તો પણ I લાગે આયુષ્ય ખુટ્યું એનું I વખતો વખત આવું જ થયું I ચણભણ કરે સર્વ જણ II૫૯II એ વિશીષ્ટ પલંગ પર I કોઇ દર્દીને મુક્તા સત્વર I રાત્રિનો ગભરાય ભયંકર I પડે એ મૃત્યુ મુખે II૬૦II એવી રીતે આજ પર્યત I મરે રોગી પલંગ પર I પ્રત્યક્ષમાં એવું ધડે I આવું કહે સર્વજણ II૬૧II સાંભળીને ઉઠી જાનકી I દર્દી પાસે ઉભી રહી I નજર રોકી એના પર I શાંત શાંત થાય તેથી lI૬૨II શરીરે ફેરવ્યો હાથ I કહે હવે લાગશે સારૂ I નમસ્કાર જાનકીને કરે I ડોક્ટર જુએ એકીટશે II૬૩II શ્રેષ્ઠ ડોક્ટર આવે દોડી I વંદન કરે જાનકી ચરણે I ત્યારે એ કહે હકિકત I પલંગ પરના મૃત્યુ ની II૬૪ll કહે એક સ્ત્રી દર્દી આવી હતી I એનો પગ કાપ્યો હતો I એને અહિં જ રાખી હતી I મૃત્યુ પામી આ પલંગ પર II૬૫II એના દેહ વિસર્જન વખતે I તમે પગ એ ન આપ્યો I એ આજે પણ એવો જ રહયો I એટલે એ પિશાચ્ય થઈ II૬૬II જ્યારે તમે કરો ઓપરેશન I ત્યારે તમ પાછળ ઉભા રહી I મારો પગ પાછો આપો I આજે પણ માંગે એ II૬૭II જ્યારે તમે આપો ઇજેકશન I ત્યારે ગભરાઇ જાઓ મનમાં I લાગે હાથ પકડીને કોઇ I રોકે છે તમને lI૬૮II એવી એ કહેતા હકીકત I ડોકટર જાુવે આશ્ચર્યથી I કારણ એવું જ થતું હતું I જેવું બોલી જાનકી II૬૯II તપાસ કરાવ્યો ત્વરિત I એ પગ હતો દવાખાનામાં I એ વિસર્જિત કર્યો સોપસ્કારે I કર્યો ત્યારે તે ઘડી II૭૦II ભાણીને કરી પિશાચ્યમુકત I અને બીજાને કર્યા બંદિસ્ત I બધા ડોકટર થાય સુભક્ત I આશીર્વાદ યાચે જાનકીનો II૭૧II એનો ફોટો પડાવીને I લગાડીને શસ્ત્રક્રિયાની ખોલીમાં I નિત્ય એને વંદીને I સત્કાર્ય કરે પોતાનું II૭૨II બીજે દિવસે ઉઠીને જાનકી I કહે ચાલો ઘેર જવું છે I પણ ડોક્ટર એને વિનવીને I કહે રહેવા માટે II૭૩II કહે મને કશું થયું નથી I આજ કાર્ય કરવા આવી I કાર્ય મારું પૂર્ણ થયું I હવે રહેવું ન અહિં II૭૪II એ પછી કદી પણ એવો I ત્રાસ થયો નથી I વોર્ડ પિશાચ્યમુક્ત થાય I શ્રી જાનકીની કૃપા થકી II૭૫II દિકરી આવી બપોરે I જાનકીની થઈ હતી તૈયારી I કહે ચાલો આપણા ઘરે I અહિંયાથી સત્વર II૭૬II દવાખાનામાંથી નિસરી I આવે મહાલક્ષ્મીના દર્શને I જે હતી સમુદ્રતીરે I પ્રસિધ્ધ મંદિર મુંબઇનું II૭૭II એ વખત હતો મધ્યાન્હનો I દુકાનો પણ બંધ હતી I પ્રસાદ-પુષ્પો પણ ન મળે I ખાલી હાથે જઉં છું કહીને II૭૮II પુજારી નિકળ્યો કરવા ભોજન I એટલે બંધ દરવાજો કરવા લાગે I કહે હવે ન થાય દર્શન I ફરી આવો સંધ્યા સમયે II૭૯II નિરાશા ઉપજી મનમાં I શું દેવીનું દર્શન થાય ના I આટલા દુર આવ્યા દુરથી I વ્યર્થ મહેનત થઈ હવે II૮૦II ત્યાં જ ફરી દરવાજો ઉઘડે I પુજારી કહે વિનવિને I તમે ત્વરિત કરો દર્શન I મારે જવું ભોજન માટે II૮૧II ખાલી હાથે પ્રવેશીને I શ્રી લક્ષ્મીનું લે દર્શન બોલીને I વંદન કરે નમ્રભાવે II૮૨II મહાલક્ષ્મી-કાલી-સરસ્વતી I ત્રણ દેવીઓની સુંદરમુર્તિ I જાનકી મળે અતિભાવે I પોતાની ભગીનિઓને II૮૩II છેડો પાથરી સ્વકરે I ખોળામાંથી કાઢી લઇને I શ્રીફળ-ફુલો અને કાપડ I પુજારીને આપે એ II૮૪II શ્રી લક્ષ્મી સામે જોઈ હસે I કાલા જાુવે તે તત્ક્ષણ I ત્યાં દેવીનું કપાળ ભર્યું I કંકુ લાગે આપોઆપ II૮૫II ગોલ કંકુ હતું કપાળ પર I વધવા લાગ્યું એ ઝટપટ I પુજારી પણ જાુવે ચમત્કાર I વંદન કરે એ ચરણોમાં II૮૬II કહે આટલા વરસ સેવા કરી I પણ આવી ભક્તિ જોઇ ના I ધન્ય ધન્ય તું માવડી I કૃપા કરજે મુજ પર II૮૭II પુજારીની સાંભળતા વાણી I જાનકી કહે સંતોષીને I અરે અનન્ય ભાવે વંદીને I શરણ જવું માવડીને ll૮૮II કોઇનું ન દુઃખવવું મન I સેવા કરવી કાયા-વાચા મન થકી I સર્વ કર્મો કરવા સમર્પણ I મહાલક્ષ્મીનાં ચરણમાં Il૮૯II એવો જો વર્તીશ તું I શ્રી લક્ષ્મી થશે પ્રસન્ન I તું પણ સુભક્ત થઈને I સુખી થઈ સંસારે II૯૦II એવો આશીર્વાદ દઇને I બન્ને નિકળે ત્યાંથી I થોડા દિ વિશ્રાંતી લઇને I પાછા આવે ગણદેવી II૯૧II બીજા જાગતીક યુધ્ધ માટે I પરદેશ જવા માટે I ડોક્ટર દેશપાંડે માટે I વૉરંટ નિકળ્યું મીલીટરીનું II૯૨II નિકળીને ત્વરિત I દાખલ થવું કેમ્પમાં I જે યુધ્ધમાં હતો પ્રત્યક્ષ I ભારતીય સૈન્યના II૯૩II જાણીને યુધ્ધની ગંભીરતા I ગણદેવી જાય દોડીને I જાનકીના પડે ચરણ I લેવા આશીર્વાદ માટે II૯૪II જય જય જાનકી જનની I કૃપા કરજે રણાંગણે I જય રણ ચંડીકા દોડીને I રક્ષજે તું અમોને II૯૫II શ્રીફળ લીધું માંગીને I એ આપી સૌભાગ્યવતીને I કહે બાળ આવશે સાત વર્ષે I ત્યાં સુધી આ સંભાળજે II૯૬II ચિંતા ન કરવી મનમાં I સુરક્ષિત રહેશે યુધ્ધમાં I પાછા આવતા ભારતમાં I શ્રીફળ ફોડજે ત્યારે II૯૭II દેશપાંડે જતા યુધ્ધમોરચે I ત્યાં વિજય શ્રી મળે I આવે સાત વર્ષ પછી I પાછા માતૃભૂમી એ II૯૮II ત્યારે વંદીને વિનમ્ર ભાવે I શ્રીફળ પહેલા ફોડીને I પાણી સહ અંદરથી તાજો I નિકળતા અનુભવે આશ્ચર્ય II૯૯II બધાને થયો અચંબો I શ્રીફળ તાજું કેવું રહ્યું I દેશપાંડે કૃતાર્થ થયા મને I કૃપા છત્ર જોઈને II૧૦૦II જે ચળવળ ચાલે ભારતમાં I એનું ભવિષ્ય પણ વરતારે I બધા ભક્તોને કહે I પડધમ ત્યારના રાજકારણના II૧૦૧II કરીને ટીળકનો ગૌરવ I કહે આમનો પ્રભાવ પડે જન પર I કારાવાસ ભોગીને પણ I કહેશે કર્મ માર્ગ II૧૦૨II ભલે સ્વતંત્ર ન થાય ભારત I તો પણ જન જાગૃત કરશે જ્ઞાનથી I નેતા બુદ્ધિવંત-જ્ઞાનવંત I મળશે ભારતને II૧૦૩II ગાંધીની અહિંસા ચળવળ I ઈંગ્રેજો માટે થશે કપાળશુળ I જનજાગૃતીનો વડવાનલ I ભડકશે આ ભારતે II૧૦૪II ગાંધી ના નેતૃત્વ પદે I પારતંત્રની તુટશે સાંકળ I ભારત થશે ભાગ્યશાળી I સ્વતંત્રતા એને મળશે II૧૦૫II ભારત થશે સ્વતંત્ર I પણ લાડકા નેતાને ગુમાવશે I ખુન ગાંધીનું થશે I સત્ય કહું છું તમોને II૧૦૬II તો પણ સાંભળો શ્રોતાજનો I ધડી આવ્યું એવું દેશમાં I સાક્ષી છે આખું જગત I સ્વઆંખો એ જોયું એ II૧૦૭II એટલા માટે શ્રોતાજનો I જાનકીનું આ સર્વજ્ઞપણ I એકલો એજ જાણશે સુજ્ઞ I જે અનન્ય ભાવે વંદશે II૧૦૮II
ઇતિ શ્રી જાનકીમહિમાં કથન પંચમોધ્યાય: I શ્રી જગજ્જનની જગદંબા – એકવીરા માતાર્પણમસ્તુ I શુભં ભવતુ I શ્રી રસ્તુ I