સાવલી અધ્યાય ૪

II શ્રી II

II અથ ચતુર્થોડધ્યાયઃ II

શ્રી ગણેશાય નમઃ I શ્રી સરસ્વત્યૈ નમઃ I શ્રી કુલદેવતાયૈ નમઃ I શ્રી ગુરૂભ્યો નમઃ II પાછલા અધ્યાયે કહ્યું I કે લીધું ઘર દરૂવાડામાં I જે ઘેરાયેલું હતુ ભૂતોથી I તે મુક્ત કર્યું માવડીએ II૧II ભૂતો મુક્ત થયા સાંભળીને I દોડીને આવ્યો માલિક પહેલો I કહે ખોદવા દો મને I સંપત્તિ મારા ઘર માહે  II૨II ખોદતા જે કંઇ પડશે I બાંધી આપી સરસ તે I લાગ્યું ઉઘડ્યું મારૂ નસીબ I કરવા દો પ્રયત્ન કૃપા કરી II૩II જાનકી કહે એને I કે બેઠો છે મુળ પુરૂષ ત્યાં I રહયો છે થઈને ભુજંગ I સદેવ છે વાવર II૪II માટે તું ન કરીશ પ્રયત્ન I અપમૃત્યું ન લઇશ ખેંચીને I તારા નસીબમાં નથી ધન I વ્યર્થ શ્રમ કરીશ ના II૫II પણ કરે વિનવણી વંનદિને નમ્ર I મેળવે પરવાનગી I માંગીને સંરક્ષણ I જોવા યોગ દૈવનો II૬II ધીરે ધીરે ખોદીને જુવે I પણ નિકળી આવે કોલસા I જાનકી હસીને વદે I આજ લખ્યું તારા કર્મમાં II૭II ત્યારે ગુસ્સે થયો મનમાં I દુર્દૈવ મારૂ કહેત I અપરાધની ક્ષમા માંગી I પોતાના મુર્ખ પણા બદ્દલ II૮II એ ભુજંગ હતો સેનાપતિ I જેણે સંપત્તિ હતી પુરી I એણે ન લીધી મુક્તિ I આવે જાનકી દર્શને II૯II ઉંઘ ન આવે રાત રાત I જાગી રહે સવાર સુધી I કોઇવાર ઉઠીને જાય I પાછળના આંગણમાં II૧૦II એને જાગી થતા જોઇને I કુસુમ પણ ઉઠે તુરંત I ધિરેથી જાય પાછળ I હોચ ઉભી ઓટલા પર II૧૧II રાત્રીના અંધકારમાં I માતા પુછે તેને I શું દેખાય છે તને I સામે જુવે માટે II૧૨II એવુ લાગે કે દુરથી I દિવો આવે દેખાઇ એક I જાણે પ્રકાશ સરકીને I આવે દિશામાં આપણી II૧૩II ધીરે ધીરે આવે પાસે I ત્યારે જણાય ચળવળ I એ હતો કેવળ ભુજંગ I પ્રત્યક્ષ નાગમણિધર II૧૪II હતો થોડો તે દુર I સત્વર થોભાવે ઇશારાથી I પુછે ગભરાય છોકરીને I નહીને તુ એને II૧૫II ડોક હલાવી નકારાર્થે I કરે ઇશારો ત્યાં આવવા તેને I ભુજંગ પાસે આવીને I ફળ મુકે પદકમલે II૧૬II ત્યારે પ્રત્યક્ષ થાય દર્શન I બેઠો ફેલાવી જ્યારે ફેણ I માથે મણિ હતો તેથી I ચારે બાજુ પડે પ્રકાશ II૧૭II સુપડા જેવી મોટી ફેણ I ચિન્હો જખમના ઉપર દેખાય I એટલે જાણે દર્શને જાનકીના I આવ્યો છે લાગે કે II૧૮II ફેણ ઉપર ફેરવ્યો હાથ I કંકુ ભર્યું જખમમાં I વળી કહે તેને I આવવું પંદર દિવસે તારે II૧૯II જતા દેખાયુ શરીર I કાળો ભોર ને લાંબો લચક I પણ દેખાય વૃધ્ધ જર્જર I પાક્યા વાળ શરીર પર II૨૦II પુચ્છયો કુસુમે પ્રશ્ન I આ કોણ ક્યાંથી આવ્યો I કહે આજ છે ધન પરનો I દર્શન લેવા આવ્યો છે II૨૧II રહે તે જ્યાં છે I ત્યાંનું ઝાડ પડ્યું માથા પર I તેથી થઈ ફેણમાં જખમ I આવ્યો ભસ્મ લગાવવા તે II૨૨II આમ તો આવે એ નિત્ય I પખવાડિયાના દિવસ સુધી I બધી છોડીઓ જુવે તેને I રાત્રીના જ સમયે II૨૩II એવો કાલિયો કર્દનકાળ I આવે વંદવા જાનકી પદે I પ્રેમ માયા આપીને એને I કર્યો સારો સંપુર્ણ II૨૪II જેને સર્વત્ર દેખાય ઇશ્વર I એ ન કરે અંતર પ્રેમમાં I પશુ-પક્ષી માણસ બધા પર I માયા કરે જ સરખી સદા II૨૫II જાનકીની ગૌશાળામાં I વસે એક પાડો પણ I ઉંચો, મજબુત અને શાંત I લાગે ભય જોનારને lI૨૬II ઘરના આગળનાં ભાગમાં I પાડાને બાંધતા હતા I થાંભલે ઓટલા પાસેના I ઢોરો પાસેથી જુદો પારણા II૨૭II જાનકી બધાને કહે I પુર્વ જન્મ આ ભાઈ હતો I હવે રહે પાડો થઈને I હંમેશા મારે ઘરે Il૨૮II ઉંઘવા પૂર્વ નિત્ય રાત્રે I જાનકી બેસે ઓટલા પર I પાડો મુકે પલાંઠી પર ડોક I માયાથી થાબડે એને II૨૯II ઉપરથી બોલે એની સાથે I લાગે હુંકારો આપે એ પણ I શરીર પર ફેરવીને હાથ I ઉઠે કહેતા ઉઠો II૩૦II આવી મુંગા પ્રાણીની સાથે I એના ચાલે મનોવિચાર I વ્યક્ત હુંકારાથી એ પણ I ભાવ બતાવે પોતાના lI૩૧II એકવાર ગણદેવી ગામમાં I ફરતો હતો પાડો દેવીનો I હતો આડદાંડ ને મજબુત I કરે ધમાલ ગામમાં Il૩૨II ખેતરમાં કરે નુકસાન I તો પણ કોઇ આવરે નહિ I ગભરાય દેવીનો સમજીને I મારવા એને II૩૩II મારે લાતો ધાંધલ-ધમાલથી I ગ્રામજનો થયા ભયભીત I એને જોઇને દોડે I બાળકો, પશુઓ ને માણસો II૩૪II એવો એ ફરતો ફરતો I અને આવીને મસ્તીમાં I ગુસ્સામાં રહ્યો ઉભો I લડાઈ કરવા ઘર આગળ II૩૫II દાદાનો પાડો હતો શાંત I પણ હતો આવનારો ગુસ્સામાં I નજરથી નજર ભીડાવીને I સામે રહ્યો ઉભો lI૩૬II દાદાએ સામે જોયું I તો દશ્ય હતું ભયંકર I લાગે થશે હવે લડાઇ I મરશે પાડો આપણો lI૩૭II એટલે કહે જાનકીને I કે કુહાડી આપો મને I હું આપણાજ પાડાને I સ્વહસ્તે મારી નાખીશ II૩૮II હવે આનો ભરોંસો નહી I એ ન રાખે જીવંત I તે પૂર્વે મારવા દે મસ્તકે I ઘા મારો કુહાડીનો Il૩૯II જાનકી દોડતી આવી I અને નજર રોખી પાડા પર I ત્યારે પતિ ક્રોધે કહે I શું જુવે છે ગાંડા જેમ II૪૦II તું જો સાંભળે નહિ I હું સામેથી કુદી પડીશ I પાડાઓની વચ્ચે I ને ઉભો રહીશ ત્વરિત II૪૧II આવું પતિનું સાંભળતા સંભાષણ I જાનકીએ ઉચક્યો રજકણ I એ પાડા સામે ફેંકીને I કહે ચાલતો થા તું અહિંથી II૪૨II પછી ક્રોધે ભરાયેલો એ I પાડા એ કરી પીછેહઠ I ભયથી દોડીને ત્યાંથી I ફરી ન આવ્યો ગામમાં II૪૩II પ્રાર્થના હાથીની સાંભળી I દોડી આવ્યા નારાયણ I આપી મોક્ષ ગજેન્દ્રને  I ઉધ્ધાર્યો જો પશૂ II૪૪II જેમ જ્ઞાનદેવે I વદાવ્યા વેદ ભેંસમુખે I મુક્તિ પશુને આપીને I કર્યું ધન્ય જીવન એનું II૪૫II તેવી જ આખલાની મુકવાણી I સાંભળીને દોડી જનની I કરી મુકત બંન્નેને I પાવન કર્યું જીવન એમનું II૪૬II જ્યારે છછુંદરી ફરે ઘરમાં I લાગે વાવરે છે શ્રીલક્ષ્મી I એવો જુનો છે પ્રઘાત I સાંભળેલો પરંપરાથી II૪૭II એવી જ એકવાર સાત I છછુંદરીઓ ફરે ઘરમાં I દેવ ખોલીમાં વાવર એમનો I સંધ્યાકાળ સમયે II૪૮II હતી છોકરીઓ ઓરડીમાં I ગંંમત પડી એમને I કેવી ફરે આ લાઇનમાં I પુંછડી પકડીને II૪૯II માલુ કહે દાદીને I કેવી જાય ગંમતથી I છછુંદરીઓને જોવા I તું આવ જલદીથી II૫૦II જાનકી આવીને જુવે I તો લગોલગ હતી સાત I કહે ઢાંક ત્વરિત I છુપાવી દે એમને I જેવી જાય ખુણામાં I ઉપર કપડું નાખી દે I અને રાખે ઢાંકીને I આખી રાત્ર એમને II૫૨II સવારે બીજા દિવસે I યાદ એમની આવી I કપડું હઠાવી જોયું I કેવી સ્થિતી છે તે જોવા II૫૩II જેવું કપડું કર્યુ દુર I ન હતી સામે છછુંદરીઓ I ગુલાબનાં ફૂલો સુંદર I હતા સાત અવેજીમાં II૫૪II કુલો થયા છછુંદરીઓના I એ બધા એજ જોયું I શ્રી લક્ષ્મી જ અવતરી I લાગે એ  બધાને II૫૫II ઘરમાં ચાલે વાતચીત I ત્યાં દાદા આવે સામેથી I ફુલો લઇને હાથમાં I બાળાઓ બતાવે એમને II૫૬II જાનકી કરતી હતી પુજા I કહે લો કુલ હાથમાં I નાચે  આનંદ મગ્ન થઈ I બધા જુવે અચંબાથી II૫૭II ફુલો ઉછાળ્યા માથા પર I અને શું થાય આશ્ચર્ય I રૂપીયા થઈને ઘરભર I વેરાયા એ સર્વત્ર II૫૮II બધા દોડ્યા ખોલીમાં I કહે વરસાદ પૈસાનો પડે I આશ્ચર્ય થી થઈ સ્તિમીત I પગે પડે જાનકીના II૫૯II ત્યારે બોલે એ હસીને I ઉદ્દેશી દાદાને I હું એજ લક્ષ્મી જાણો I તમારા ઘરની જ છું Il૬૦II ગણી રૂપીયા ચાંદીના I જોતા નિકળ્યા બેંતાલીસ જાણ I કહે રાખો આ સંભાળીને I શ્રીકૃપા પ્રસાદ તમારી પાસે II૬૧II એવી જ બીના બીજી બની I ત્રણ કરચલા આવે એકદા I બેસતા પણિયારા પાસે I સહજ ધ્યાન ગયું કોઇનું II૬૨II ત્યારે જાનકી તેને બોલી I કે ઢાંકો એમને ટોપલી નીચે I મુકજો એવી રાતભર I ઢાંકીને એમને II૬૩II બીજા દિવસે સવારે I ટોપલી કાઢીને જુવે I દેખાય કરચલાને બદલે I નાનકડા ત્રણલીંગ II૬૪II વહેંચી છોકરાઓને આપ્યા I કહે પુજામાં આ રાખજો I શિવ કરશે કલ્યાણ I તમારો કરશે સંભાળ II૬૫II તે હતા નાના દ્રાક્ષની જેમ I લાગે આજ જાણે સજીવ I મોટા થયા છે માટે I કરે સર્વ આશ્ચર્ય II૬૬II અને શરૂ શ્રાવણ માસથી I નિકળે તીર્થ એ લીંગ થકી I ભરાઇ જાય વાટકી પણ I વહી જાય એ બહાર II૬૭II તીર્થ લાગે જાણે અમૃત I મધુર કેસર મિશ્રીત I પ્રાશન કરતાં લાગે અદભૂત I કરણી એવી દેવીની II૬૮II સોમવારે શ્રાવણ માસે I અભિષેક થયો શિવ પર I બપોરે ભોજનાદિ થયા I બધા બેઠા આંગણમાં II૬૯II ત્યાં અચાનક વાયો પવન I પાંદડા કચરો ભેગો થયો I બીલીના ઝાડ પાસે જામ્યો I ઢગલો કેવો સમજાય ના II૭૦II બધા જુવે ગંમત I જામે ઢગલો પાંદડાનો I જાણે લાગે દેખાય તે I શિવલીંગ સામે જાણે II૭૧II આશ્ચર્ય થકી ચર્ચા ચાલે I ત્યાં જાનકી આવીને કહે I પ્રત્યક્ષ પધાર્યા ભોલેનાથ I દર્શન તમોને આપવા II૭૨II ફેરી આવી પવનરૂપે I પ્રચિતી બતાવી સાક્ષાત I સ્વીકાર્યો શિવ અભિષેક I પ્રસન્ન છે તમ પરે II૭૩II પાલાની એ પિંડી I વંદે સર્વ ભાવથી I ત્યાર પછી તે વિખરાયા I નજર સામે એમની II૭૪II એકવાર બહેનપણી જાનકીની I આવી કરીને તિર્થયાત્રા I કરે એ પ્રવાસ વર્ણન I ઉત્સુકતાથી સાંભળે છોકરા II૭૫II જઈ આવી આબુએ I અંબાજીનું કર્યું દર્શન I અતિ સુંદર છે ધ્યાન I લોભાય આંખો એવું II૭૬II એનું સાંભળીને વર્ણન I મનમાં થાય ઉત્સુકતા I છોકરીઓ કહે વિનવીને I એ ગયા પછી માતને II૭૭II કાલા કહે માતાને I કે આબુ જઇએ આપણે I જોતું અમને લઇ જાય તો I અમે આવીશું તારી સાથે II૭૮II પણ હાથ અડાડી કપાળે I એ કહે કાલાને I કે અહિ લેખ લખાયો નથી I જવા તમારી સાથે II૭૯II ત્યારે માલુ બોલે હસીને I કે હું જ્યારે મોટી થઈશ I તને લઈ જઈશ ચોક્કસ I મારી સાથે અંબાજીએ II૮૦II એવી મશ્કરી કરી હસે I વાતચીત ચાલે એમની I છોકરીઓ ગઈ ઉઠીને I પોતાનો કરવા અભ્યાસ ll૮૧II ત્યાંજ સાંયકાળ સમયે I આંગણમાંથી આવે જાનકી I દેખાય ઘડો અંગ પર I પહેરી એવી ચુંદડી II૮૨II ચુંદડી જોતા શીરે I કાલા પુછે હસીને I આજે શું વિચીત્ર તારૂં I માતા તારું રૂપ આ ll૮૩II ત્યારે એ વદે હસીને I જઈ આવી આબુએ I ભેટ મળી જો ચુંદડી I દેવી અંબાએ આપી જો lI૮૪II તેનું કરીને દર્શન I પાવાગઢ ગઈ તક્ષણ I ભેટીને મહાકાલીને I હમણા જ પાછી આવી હું II૮૫II પ્રેમે આપ્યું આલિંગન I પ્રસાદમાં બર્ફી આપી I ખોળો ભરીને ચુંદડી આપી I મારી એ માવડીએ II૮૬II દેવ પાસે બેઠી I છોકરીઓને બતાવી ચુંદડી I આપ્યો પ્રસાદ બરફીનો I કહીને પ્રવાસનું વર્ણન II૮૭II જઈને મનવેગે I બધી ભગીનીઓને મળીને I આવી હું પાછી I રહેવા તમ સંગે II૮૮II આશ્ચર્ય મનમાં છોકરીઓ પામે I માતા છે પ્રત્યક્ષ ભવાની I પુણ્યાઇ પુર્વની એટલે I જનમ લીધો અમે ઉદરે એના II૮૯II એ ચુંદડી પ્રસાદ તરીકે I કરમાં કાલાને આપીને I કહે કે રાખ સંભાળીને I પુજામાં પોતાની II૯૦II મુકી છોકરીએ પુજામાં તે I નવાઇ એવી થાય પણ I વધતી જાય એ ચુંદડી I ધીરે ધીરે લંબાઇમાં II૯૧II પ્રસાદ સ્મૃતિ આ આવી I ભક્તિ વધારે કાલાની I કાયમ રાખે સ્મૃતિમાં I સ્મરણ એની માતાનું II૯૨II એકવાર માતા ખુશીમાં હતી I ગણગણતી હતી ઓવીઓ I અતિત મહાકાલીનું I ગાતી હતી વર્ણન II૯૩II વર્ણન હતું ભવ્યતાનું I એને કંકુ જોઇએ મણનું I કાપડ જોઇએ જોજન ભર I   એટલું જ લાંબુ ચોળી માટે II૯૪II આવા આશયનું કઇ I વર્ણન હતું એ ભવ્યતાનું I એ સાંભળી કાલાનું I પામે આશ્ચર્ય મનમાં lI૯૫II કહે માતાને વિનવીએ I જેવું કર્યું ત્હે વર્ણન I મને થાય એવું દર્શન I જીવનમાં એકવાર II૯૬II એવાં કાંઇ દિવસ જાતાં I એ આંગણે બેઠી હતી I બોલાવે કાલાને અતિપ્રેમથી I પાસે બેસવાનું કહીને II૯૭II કહે તને કરવું છે દર્શન I મહાકાલીકાનું માટે I આમંત્રી અને વિનવીને I માટે આવી છે તે અહિં II૯૮II કહે જો સામે I કર મુકી દઇ શિરે I કાલાને દર્શન ઘડે I વિશ્વરૂપ માવડીનું II૯૯II અષ્ટભુજા હતી સામે I રંગ કાળો ભયંકર I લાલ રંગની લાંબી જીભ I મુકુટ સુંદર શિરે II૧૦૦II બેઠી હતી ભૂમી પર I જાણે અડે મસ્તક આકાશમાં I તેજોમય જોઇને શરીર I કાલાની આંખો દિપી ઉઠી II૧૦૧II અલંકાર હતા નખશિખાન્ત I આયુધો કરમાં હતા ભયંકર I એવું રૂપ જોતાં સત્વર I કાલા થઈ બેશુધ્ધ II૧૦૨II છોકરીઓ દોડી સમીપમાં I કહે શું થયું કાલાને I શુધ્ધિમાં લાવી એને I મળીને બધા ક્ષણમાં II૧૦૩II કંપીત થયું સર્વ શરીર I પગે એવી માતાના પડે I જય માતા કૃપાવંત I ઇચ્છાપૂર્તિ કરી તમે II૧૦૪II તું છે જનેતા વિશ્વની I પ્રત્યક્ષ જોયું મેં લોચને I ભરી રહી અણુરેણું માં I રહી અદશ્ય રૂપે ll૧૦૫II ભ્રમનું થયું નિરસન I તારી કૃપાથી I હવે કાંઈ ન હું માંગીશ I રહે દ્રઢ વિશ્વાસ તવ ચરણે II૧૦૬II મોટું એવું બ્રહ્માંડનું પિંડ I એ તારૂ જ સ્વરૂપ જાણ I એ સગુણ રૂપ લઇને I અવતરી તું જાનકીરૂપે II૧૦૭II આવું આ જાનકી-જીવન I જાણે કામધેનું નું દુગ્ધપાન I તમને યેથેચ્છ આપુ છું પીવા I તૃપતિ નો આપો ઓડકાર II૧૦૮II

ઇતિ શ્રી જાનકી મહિમાં કથનં નામ ચતુર્થોડધ્યાયઃ I શ્રી જગજજનની જગદંબા – એકવીરા માતાર્પણ મસ્તુ I શુભં ભવતુ I શ્રી રસ્તુ I

Click to rate this post!
[Total: 0 Average: 0]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *