

સાવલી અધ્યાય ૩
II શ્રી II
II અથ તૃતીયોડધ્યાયઃ II
શ્રી ગણેશાય નમઃ I શ્રી સરસ્વત્યૈ નમઃ I શ્રી કુલદેવતાયૈ નમઃ I શ્રી ગુરૂભ્યો નમઃ I શ્રોતાઓ કહે મુજને I કે અમારૂ થાય છે પ્રસન્ન ચિત્ત I કિર્તી થકી તમે જે કહો છો I મહિમા અમને જાનકીનો II૧II ભક્તિનો ઉભરો આવે I ઘોડાપુર આવે હ્રદયમાં I ભરાઇ આવે નયનો I અમારા ભાવભક્તિથી થકી II૨II તરસ ભૂખ ભુલીને I શ્રવણનું મળે સુખ તો થઈને ભિખારી I બેસીએ તુજ સમક્ષ II૩II હ્રદયની આ ઝોળીમાં I દાન આપી ચરિતામૃત I ઓત-પ્રોત પ્રેમ આનંદથી I ભરાઇ જાય હ્રદય II૪II તમે ન થશો નિરાશ I કહું છું સંથ રીતે તમને I જાનકીનો જીવન પ્રવાસ I સાંભળો પ્રસન્ન ચિત્તે II૫II માર્ગ એનો હતો કંટકમય I ન હતું સ્વર્ગ કલ્પનામાં પણ I એ સદેવ રહે ગર્ક I પોતાના કર્મ માર્ગમાં II૬II પોતાનો કરીને સંસાર I બીજાને પણ આપે હાથભાર I સદા કરે પરોપકાર I પરપીડા જાણીને II૭II ગોકુળમાં રમમાણ I ગાયો ભેંસો પણ ગમાણે I ઘરમાં નિરંતર ઘી-દુધ I થાય પુષ્કળ II૮II ગોધન હતું ઉત્તમ I એજ જાણે પરમાર્થ સાધન I જાનકી કરે એનું પુજન I સેવા નિત્ય કરીને II૯II કર માયાળુ ફેરવી I બોલે ગાયનાં વાછરડા સાથે I દુગ્ધધનથી સિધ્ધ થાય I ત્યાર પછી આવે ગાયો II૧૦II ચરીને આવે સાંયકાળે I અને થાય જાનકી દર્શન I સ્વાગત કરે હણહણી I જનાવરની મુંગી માયા II૧૧II જો ન થાય દર્શન I તો ધાર કરે સ્તંભન I એવું હતું પ્રેમનું બંધન I ગાય-વાછરડા પર એનું II૧૨II દાદા ઉઠીને પ્રભાતે I સંભાળ લે ગાય-વાછરડાની I પણ કોઇક વાર મારે I પીઠ પર ગુસ્સાથી II૧૩II જાનકી વિનવીને કહે I રાગ ન ધરશો તમે I પણ ક્રોધ અનાવર થવાથી I મારે તે ઢોરોને II૧૪II ઢોરો માત્ર શાંત રહેતા I માર ન બેસે પીઠ ઉપર I માટે પીઠ ઉપર ઝીલી થઈ I જાનકી એજ પોતાની II૧૫II સોળ ઉમટે લાકડીના I જાનકી ની પીઠ પર ત્યારે દાદા શાંત થાય I અપરાધ કર્યો માટે II૧૬II ઢોરોને સમજાય એ I મોટુ મન જાનકીનું I ભરીને કૃતજ્ઞતાથી I અશ્રુધાર વહે એમની II૧૭II દુઃખી ગરીબોને આપે I ઘી-દુધની લ્હાણી I છોરૂ-સુવાવડીને મળે I આધાર આ માવડીનો II૧૮II કોઇ એક અડચણ-ઉપાધિવાળો I આવ્યો ગણદેવી ગામમાં I એને જાનકીનો વરદહસ્ત કૃપાનો II૧૯II ગણદેવી ગામમાં એકવાર I સાથ ચાલી પ્લેગની I ગ્રામજનો ભયભીત થયા I વધવાથી મૃત્યુનો આંક II૨૦II ગામ કરો ખાલી I પીટાયો એવો ઢંઢેરો I દુર જંગલમાં દોડી I વસ્તીગ્રામજનોની II૨૧II પણ જાનકી કહે ભક્તોને I ન થાશો ભયભીત મનમાં I હું બાંધીશ આ સાથને પણ I રોકીશ સીમા પર II૨૨II લોટ લઇને કરમાં I છાંટીને સીમા ઉપર I કહે સાથ ન આવીશ ગામમાં I બંધન આપ્યું આમ તેને II૨૩II પોતે ફરે ગામમાં I મૃત ઉંદરોની શોધમાં I ભેગા કરી નાખે I આ માવડી સ્વહસ્તે II૨૪II લાગે જો કોઇને અસર I કબુતર વિષ્ટા લાવીને I સ્વહસ્તે ચોપડી આપે I સેવા કરે રોગીની II૨૫II એવું વાંચ્યું હતું કથામાં I શ્રી સાઇબાબાની પોથીમાં એ પણ રોગોને રોકતા I લોટથી સીમા ઉપર II૨૬II કથાની થઈ પુનરાવૃત્તિ I મહત્તાવધી તેથી જાનકીની I જય જયકાર કરે લોકો I બોલીને જય જાનકી II૨૭II જ્યારે તે હોય ખુશીમાં I મુખે ગાન હોય ઓવીઓનું I બાળકોને પણ કથે I વાતો જુદા જુદા સંતોની II૨૮II હાથમાં અગરબત્તી ધરીને I કહે જોવું ધુમાડામાં I સ્થિર નજરે I દશ્ય જોવા મળે I શીર્દીના સાંઈનાથનું II૨૯II દેખાય મંદિર દ્વારકામાઇનું I અને સામે દિસે બાબા I દેખાય સુંદર ધૂનીપણ I એ દર્શન થાય શીર્દીનું II૩૦II આરસામાં બતાવે કોઇ વાર I ગમ્મત કૃષ્ણલીલાની I રમંતા રાસક્રીડા પણા શ્રી કૃષ્ણ ગોપી સંગે II૩૧II નિત્ય આવી બોલે I બાળોને વાર્તા કહે I બતાવી ચિત્રા સાક્ષાત I જાણે સિનેમા બાળકોને II૩૨II તેની સાંભળી આવી લીલ I દર્શનાર્થે આવે ઘણા લોકો I પણ ક્રોધ વધ્યો દાદાનો I જવા ન દે ક્યાંય II૩૩II કહે વંદન કરે લોકો આજે I કાલે એજ કરશે નિંદા I તારી ન થાય અપ-કિર્તી I એજ ઇચ્છાઅંતરે II૩૪II પણ માનાપમાન અને કિર્તી I સંતને ચિંતા ન હોય તેની I ધરે આસ સત્કર્મની I કેવળ નિઃસ્વાર્થ બુધ્ધિથી II૩૫II જેમ ખીલતા ફુલોનો સુગંધ I પ્રસરે જેમ વાતાવરણમાં I શોધતા આવે ભમરો I કોણ રોકી શકે એને II૩૬II એવા હોય આ સંત I શોધે ભ્રમર ભવભય રૂપી I જીવે પરોપકાર માટે I સમજીને હરિઇચ્છા II૩૭II ગણદેવી નગરમાં એક I ભવ્ય મોટા મેદાનમાં I શોભે શિવમંદિર એક I વેંગણીયા નદીની પાસમાં II૩૮II આવતા સુદિવસો નવરાત્રિના I ગ્રામજનો મળે ભેગા થઈ I રમે ગરબા આનંદથી I ઉત્સવ ઉજવે મેદાનમાં II૩૯II રમે રાસને ગરબા I ગાતા જોગવા ને ગીતો I ફરે અસંખ્ય ફેર ગરબાના I જાગીને અહો રાત્ર II૪૦II જોવા આવે નગરજનો I રમવા જાય નારીવૃંદપણ I જાનકીની માત્ર દયા I આવે સર્વ જનોને II૪૧II દાદાનું બંધન હતું I ન જાવુ ગામમાં I ઓરડીમા પુરી એને I લગાવી તાળ પોતાનું II૪૨II ઉપરથી સુવે ઓટલા પર I જેથી નજર રહે જાનકી પર I પહેરો કરે રાત ભર I પોતે રાત ભર જાગ્રત રહીને II૪૩II પરંતુ કોઇ આવે ગામમાંથી I પૂછે શું કરો અહીં જાગીને I જાનકી ગવડાવે ગરબા I ઘૂમે ગરબો સુંદર રીતે II૪૪II ગાય ગરબા જુદા જુદા I આજે તાનમાં આવ્યા સરસ I આખું ગામ ભેગુ થયું I શું બેઠા અભાગી તમે અહીં II૪૫II દાદા ગુસ્સામાં બોલે I કે જાનકી છે ઓરડીમાં I કેવી જાય મંદિરે I રમવા એ ગરબો II૪૬II પણ મિત્રો કહે વિનવીને I કે તમે પોતે આવી જુઓ I કે મારુ આ કથન I ખરૂકે ખોટુ તે II૪૭II જુએ દાદા ખોલીમાં I તો જાનકી હતી નિંદ્રિસ્તા I સંશય રહિત થઈને I જાય એ ઉત્સવસ્થળે II૪૮II ગરબો આવે રંગમાં I રાત્રીના ઉત્તરપ્રહરમાં I હતા રમતા અબાલ વૃધ્ધ I મધ્યે બેઠી જાનકી II૪૯II મોટા અવાજે ગાતી હતી I સંગીત સાથે લય-તાલમાં I દાદા આંખો ચોળી જુવે I વિશ્વાસ એમને બેસે ના II૫૦II કહે કેવુ આ અઘટિત I દેખાય ઘરમાં અને ગરબામાં I જાનકીનો આ અદ્ભૂત I ચમત્કાર ન સમજાય આજ મને II૫૧II ગ્રામજનોનો પ્રેમ જોઇને I કરે અવતરણ પોતે દેવી I રમે ગરબા થકી I જાનકીના રૂપમાં II૫૨II આવું એનું દેવી સ્વરૂપ I મતિહીન હું વર્ણવુ કેમ?I કેવળ જાણીને ભક્તિભાવથીI બોધ લો સુભક્ત તમે II૫૩II જ્યાં હોય નિસ્વાર્થ ભક્તિ I ત્યાં વસતી નિત્ય દેવીની I દોડે સહાય કરવા I ભક્તો માટે ત્વરિત II૫૪II સુભક્ત એવા તામ્હણે દંપત્તિ I રહે નવસારી નગરમાં I એમના છોકરાને આવે I એકવાર દેવી અચાનક II૫૫II મોટી મુશ્કેલી થઈ I દાહ લાગે સર્વાંગમાં I તળમળ થવા લાગી I છોકરાની એ જોવાયના II૫૬II ફોલ્લા ઉઠયા સર્વાંગે I ભીતી ઉપજે જનની મનમાં I માટે બોલાવી ડોક્ટરને I સાંયકાળ સમયે II૫૭II નખશિખાન્ત ફોલ્લા થયા I ડોક્ટર I પણ ચિંતિત થયા I કહે કાલે આવીશ જો I આજે કંઇ થાય ના II૫૮II ડોક્ટરના ગયા પછી I બાળની થાય ગંભીર સ્થીતી I અને કેળના પાન ઉપર I મુકે દેહ બાળનો II૫૯II રાત્ર થઈ ભયંકર I આધાર ન મળે કોઇનો I જાનકીનો કરે વારંવાર I પુકારે દોડ માવડી II૬૦II જય જય જાનકી જનની I કરૂણા સાંભળ મારી I મારા પુત્રનું જીવન I તું કર એનું રક્ષણ II૬૧II હું વિસરીશ નહી તને I જોજે કુળ દિપક બુઝાય ના I દાન આપ ખોળામાં I અર્ચના આ તવ ચરણે II૬૨II તામ્હણે દંપતિની સુણતા હાંક I દરવાજા પર પડી થાપ I ઉઘાડી જુવે આશ્ચર્યથી I ઉભી સામે જાનકી II૬૩II કહે સહજ આવી નવસારી I ઇચ્છા થઈ મળવા તને I એટલે શોધીને રાત્રે I ઘેર આવી તારા હું II૬૪II જોતા બાળકની સ્થીતી I હવે નિશ્ચીત નથી ભિતી I હાથ ફેરવી શરીર પર I પ્રસાદ આપે સ્વહસ્તે II૬૫II આરતી ગાન કરે રાતભર I કરીને સ્તુતિ દેવ-દેવીની I વિશ્રાંતી મળે બાળકને I સમજાય ના ક્યારે થઈ સવાર II૬૬II કહે છ વાગ્યાની બસ છે I હું જાઉ ગણદેવી હવે I આરામ થયો બાળકને I ચિંતા ન કરશો એવું કહીને II૬૭II એવી એ જતાં ઘરમાંથી I ડોક્ટર આવે પાછળથી I કારણ લક્ષણો રાત્રીના જોઈ I ચિંતા કરે મનોમન II૬૮II તપાસી જોઇ બાળકને I તો ફોલ્લા ગયા હતા સુકાઈ I વિશ્રાંતી મળી એટલે I પ્રસન્ન દેખાય મખડું II૬૯II કહે હવે નથી ભિતી I બાળક આવ્યું તમારે હાથ I ત્યારે બાઇ તામ્હણે કહે I બાયજી આવી ગયા ને II૭૦II રાત્રી ના સમયે આવ્યા I રોકાયા સવાર સુધી I હમણા ગયા સવારે I બસમાં ગણદેવી II૭૧II ડોક્ટર જાણતા હતા કિર્તી I પણ મનમાં અચરજ કરે I કે આ અશિક્ષીત સ્ત્રી માતા I રાત્રે કેવી આવી એ II૭૨II ગણદેવી થી નવસારીમાં I ન હતી બસની ફેરી I અને ધાક હતો ઘરનાનો પણ I આવીને એ ગઈ કેવી II૭૩II પણ જે કહ્યું તામ્હણે બાઇએ I વિશ્વાસ મુકી એ પર I અને ગણદેવી ગયા I પોતાના વાહન થકી II૭૪II ત્યાં જઈને જુવે I તો જાનકી જોઇ તળમળતાં I વાયુગોળાથી દુઃખે I હતો પેટમાં તેનાથી II૭૫II એ ન ગઈ ઘરમાંથી I તો કોણ ગયું દોડીને I સાંભળીને ભક્તની હાંકા I ગયુ દેવી સ્વરૂપ II૭૬II દ્રષ્ટાંત છે શ્રી ગુરુ ચરિત્રમાં I કે ગાણગાપુર સ્થિત દત્તાત્રેય I ધારણ કરે અષ્ટરૂપ I રહેવા જાય ભક્તોને ઘેર II૭૭II પોતે રહે છે મઠમાં I અને જઈ ઘેર દરેકના I કરે પુજાનો સ્વીકાર I આનંદથી એક જ સમયે II૭૮II આવું આ જાનકી નું મોટાપણ I ધારણ કરે અનેકરૂપ I અભયદાન આપે ભક્તોને I કેવળ ભક્તિ-પ્રમથી II૭૯II સપ્તશતિમાં આવે વર્ણન I કે નવ રૂપધર્યા પોતે I સહાય માટે દોડી જાતી I માતૃદૈવત બધે II૮૦II ગૌરી લક્ષ્મી સરસ્વતી I વાવરે જાનકી સ્વરૂપે I ઇચ્છાની કરે પુર્તિ I જોઇને શુધ્ધભાવ II૮૧II જાનકી ને કરવા વંદન I મહેમાનો આવે દુરથી I બિલીમોરા-નવસારીથી I નિત્ય આવે કોઇ-કોઇ II૮૨II ત્રિબંક રાજે એકદા આવે I રહે ત્યાં થોડા દિવસ I સ્નાન કરવા જાયે I નદિ પર ચંદ્રકાંતા સાથ II૮૩II માહિતી ન કોઈને I આ બંન્ને ક્યા જાય છે I લાગે ફરે છે ગણદેવીમાં I અન્ય ઠેકાણે સહજતાથી II૮૪II જાનકી હતી દેવ ખોલીમાં I બોલતી છોકરી સાથે I ગપ્પા મારે રંગમાં I ત્યાં જ થોભી ક્ષણિક II૮૫II દેવ પાસે બેઠી ધ્યાનમાં I અને જોતા જોતા થઈ I ભીની પલળેલી એકદમ I કરે આશ્ચર્ય સર્વ II૮૬II માને પૂછે છોકરીઓ I આટલો પરસેવો થયો કેમ I અને લુછીને એની I સેવા કરે માતની II૮૭II ત્યારે તે કહેતી હતી I કે ત્રિબંક ડુબતો હતો I કાઢીને પાણીમાંથી એને I પલળી એટલે હું II૮૮II અહી જ્યારે ડુબતો હતો રાજે I કરે ધ્યાન જાનકીનું I લાગે કોઇએ આપ્યો હાથ I ધકેલ્યો તીરકાંઠે II૮૯II લોકોએ જોયા એમને I પાણી પેટનું કાઢી I પહોચાડ્યા ઘેર I ત્યારે સમજાઇ બધી હકીકત II૯૦II બીજા દિને પત્નિ એમની I આવી પુજા સાહિત્ય સાથે I જાનકીના પડી ચરણે I સૌભાગ્ય આપ્યું તે માટે II૯૧II જય જય જાનકી માતા I ભક્ત સૌભાગ્ય વરદાયીની I હે ભવ ભય હારિણી I કૃપા હજો અમ પર II૯૨II કેવળ તારી કૃપા સિવાયા I ન ચાલે અમારુ જીવન I અવલંબીને તારા પર I રહીએ છે પ્રત્યેક ક્ષણ II૯૩II તારુ નિત્ય થાયે સ્મરણ I મન રમે તવ ગુણગાને I પ્રેમભક્તિથી અંતઃકરણ I ભરાઇ આવે અમારુ II૯૪II એવી કરીને સ્તુતિ I વંદે પગ જાનકીના I આશીર્વાદ લઈ તેનો I રાજે કાકા પતિ-પત્નિ II૯૫II એકવાર વરસે શ્રાવણધારા I થાય કડાડી મેઘગર્જના I જાનકી ઉભી ઓટલા પર I સહજ છોકરાઓ સાથે II૯૬II વરસાદની જુવે ગમ્મત I વળી વિજળી પણ ચમકે I છોકરાઓ પલળીને કહે I મઝા આવે કેટલી બધી II૯૭II ત્યાં જ વિજ પડી કડાડીને I છોકરા બધા ગભરાઇ ગયા I વળગી રહે માતાને I પડતા ન સમજણ II૯૮II ત્યાં જ માલુ કહે દાદીને I વિજપ્રકાશ કેવો ગયો I પુર્ણ થયો ક્ષણ માત્રામાં I જોઇ ન શકે કોઈ II૯૯II ત્યાં જ દાદી હસીને કહે I ઉભી રહે બતાવું તને I જે વિજ જાય કડાડીને I હાથ બતાવ્યો ઉભો રહેવા II૧૦૦II દેખાય નાગમોડી સમ I ક્ષણૈક રોકી રાખી એને I સ્તબ્ધ એવી આકાશમાં I કેવળ ઇશારાથી II૧૦૧II છોકરાઓ જોતા હતા ગમ્મત I શાંત વિજ આકાશે I અને કરતા નીચે હાથ I અદ્રશ્ય થઈ ક્ષણમાં II૧૦૨II જોતા હતા કેટલાક લોકો પણ I તેમના આશ્ચર્ય થકી “આ” રહ્યો મુખે I પ્રચંડ શક્તિની દાતા I જાનકી લાગે એમને II૧૦૩II સુકન્યા મારી જેમ કંસે I ને વિજ થઈ કડકડી I લાગે જન્મ લીધો વિજે I યશોદાના પેટે II૧૦૪II જાનકી એવી જ જન્મી I ઉછરી વિજ જેમ I આ ગણદેવીમાં રહી I ઉધ્ધાર કરવા અમ તમ થકી II૧૦૫II વિજળી એટલે જ્ઞાનપ્રકાશ I અજ્ઞાનરૂપી અંધકારનો કરે નાશ I તોડીને પાશમાયાના I લઈ જાય આત્મસ્વરૂપે II૧૦૬II કરવા પ્રાપ્તિ આત્મજ્ઞાનની I જોઇએ ભક્તિ જ્ઞાનનિષ્ઠાની I કેવળ શરણાગતિ અનન્ય I સાધતા મળશેએ II૧૦૭II એટલા માટે શ્રોતાજનો I જાનકીના ચરણે શરણ I આળોટો પદ-કમલમાં I કરવા સફળ જીવન II૧૦૮II
ઇતિ શ્રી જાનકી મહિમા કથનં નામ તૃતિયોધ્યાયઃ I શ્રી જગન્જનની જગદંબા-એકવીરા માતાર્પણમસ્તુ I શુભં ભવતુ I શ્રી રસ્તુ I