Sawali Adhyay 02

સાવલી અધ્યાય ૨

|| શ્રી ||

|| અથ દ્વિતીડયોધ્યાયઃ ||

શ્રી ગણેશાય નમઃ | શ્રી સરસ્વત્યૈ નમઃ । શ્રી કુલદેવતાયૈ નમઃ | શ્રી ગુરૂભ્યો નમઃ | એવા આ માલુસ્તે  નગરમાં | દુર્ગાવધે બાળપણમાં | ધીરે ધીરે આવે યૌવનમાં | ચિંતા થવા લાગી દાદાને ||૧।। પરિસ્થીતી એકદમ ગરીબીની | અઢાર વિશ્વનું દારિદ્ર । ચિંતા પુર્ણ થાય આજની | પણ ઉદ્ભવે આવતી કાલની I।2।। કષ્ટ કરે અપાર । ત્યારે પામે રોટલો | અથવા ચણા-મમરા ઉપર | પસાર થાયે દિવસો ||૩।। રોજમદારનું જીવન નિત્ય । લાકડા ફોડવાના ધંધા પર । ઉપવાસ થાયે કંઇક દિવસ | દેવ ભરોંસે પસાર કરે II૪।। ધોઇને વાસણો કપડા । જોજન દુરથી પાણી ભરી । કાંટા તુટે પગમાં | દુર્ગા સંભાળે ઘર બાર ।।5।। લાજ ઢાંકવા પુરતું । એક જ વસ્ત્ર શરીર પર । પુર્તિ ન થાય એકે ઇચ્છાની | કેવળ દરિદ્રતા માત્રથી ll6II પરિસ્થીતી દારૂણ હતી । લગ્ન નામે ઉપજે ભીતી । કોણ ભાગ્યવંતની સાથે । દુર્ગા આપવી સમજાયના II7।। ધ્યાનમાં આવ્યું દાદાના | કે દુર્ગા છે ભાગ્યવંત | અનુભવ એનો રાખી ધ્યાને | કંઠફુટે એમનો II8II અશ્રુઆવે લોચને । કહે કરણી શું દેવ તારી । મારૂ સૌભાગ્ય એટલે । પોષવા આપી હિરકણી II૯II દુર્ગા ન હતા ભાઇ-બ્હેન । સગા લઈ ગયા તેમને I માતા ન હતી એટલે | ભાઇ-બ્હેનો દુર થયા ||૧૦।। શું છે તારા મનમાં । કે દુર્ગાનું જીવન દારિદ્રમાં | બાળકોની થઈ વાતાહાત | શું નિર્ધાયું ભગવાન આ II૧૧|| આવું હળવતા મન । સાંભર્યુ ત્યાં જ દુર્ગાનું સંભાષણ । હું દેવીની સાથે રહીને । રમી છું ઘણા દિવસ II૧૨ાા હતી હું આનંદમાં બહુ I થાય એમ કે ન જાવું પાછુ I સ્વર્ગ સુખના સાનિધ્યમાં | રમમાણ થવું સદૈવ ll૧૩।। હોઠે ચખાડ્યું અમૃત । અહિં ચાટે છે શુષ્ક હોઠ | કેવી અઘટિત કરણી તારી | નિષ્ઠુર માયા સમજાયના ll૧૪।। સંત સખુ અને બહીણા | સંતમુક્તા અને જના | યાતના ભોગવે દારિદ્રની । ત્યાં દુર્ગાના શું પાડ? I।૧પ।। એવો કરતા હતા વિચાર | દાદાને દેખાય એક વર | હતો મોટો અને બીજવર | વિચારે થવું મુક્ત કન્યાદાને II૧૬ll નાડસુર ના સુળે- દેશમુખ | શાંતારામ નામે કુટુમ્બમાં | લગ્નનો પોતે મુકે પ્રસ્તાવ | ઉતારી દુર્ગા પર પસંદ II૧૭।। આવતા ચાલી આવી સંઘી । લગ્ન કર્યા ત્વરિત । જેમ ગંગા મળે સિંધુને । ચંદ્રસુર્યની સાક્ષીએ II૧૮II દુર્ગાની થઈ જાનકી | સંસારે ઝંપલાવ્યું કળીએ | પુર્ણ ખીલી પ્રસન્નતાથી | વહન કરવા સંસાર સારી રીતે ।।૧૯।। પતિ નામ શાંતારામ । પણ ના મળે શાંતિ સ્વભાવે | હતી પ્રકૃતિ ક્રોધિષ્ટ । બીજો જાણે જમદગ્નિ ।।20।। છતા દુર્ગા હતી શાંત । ખબર પડી ત્યાં એક વાત | ત્યજી પ્રથમ પત્નિ ને । આવો આપણો પતિદેવ ।l૨૧II જાણીને દુખ વિરહનું I લાવવા માટે શોકયને । સમ આપે પતિદેવને । પગે પડી વારંવાર ||૨૨ાા પણ સાંભળ્યું ન સાંભળ્યું કરીને । વધુ થાય કોપાયમાન | જાનકી એકદમ શાંત । સહન કરે એવું બધુ ।।૨૩।। વળી ગરીબીનો સંસાર | એમાં નોકરી નહિ પતિને | ઉર બળે ચિંતા થકી વધતા સંસાર વ્યાપથી ||૨૪।| મહારાષ્ટ્ર છોડીને નિસર્યા | આવી વસ્યા ગુજરાતમાં । રહ્યા ગણદેવી આવીને । વચન સત્ય કરવા દેવીનું Il૨પા। સાથ આપ્યો દૈવે અહિંયા । કામ ધંધો પણ મળ્યો | તલાટીની નોકરીમાં । સ્થીરતા થઈ પ્રાપ્ત થોડી ઘણી I।૨૬।। પણ જે કાંઇ મળતું હતું । એમાં સંસાર ગાડુ ચાલે ના । કારણ સગા વહાલા હતા બહુ । અવલંબીને એમના ઉપર ||27।। જાણે દરિદ્રએ કર્યો સંગાથ | જાનકી ના આ સંસારમાં પણ । ઉપવાસ ઘડતા અનેક | પણ ચિત્ત રાખે સમાધાન ||૨૮|| દાદા માત્ર અકળાય । તો પણ જાનકી રહે શાંત | માયા-મમતા-પ્રિતી | વર્ષાવે સ્વજનો ઉપર ||૨૯।। એના કષ્ટને ન હતો વિરામ । જવુ પડે નદીએ પાણી લેવા । ઢાળ પરથી આવતા ધ્રુજે | પગ નાજુક જાનકીના ।।૩૦।। કેટલાય વર્ષો સુધી | પહેરણ એક લુગડા થકી | અર્ધ ધોઈને પહેરે | પોતાના શરીર પર Il૩૧II દુકાને જઈ દરજીની I ધાગા ચિંધી ભેગી કરે | બનાવી તેની પહેરે | ચોળી પોતાના અંગ પર I।૩૨ાા જીવી જે જાનકી જીવન | દારૂણભર્યું કારુણ્યમય | સાંભળતા દ્રવે પાષાણ | વર્ણવવા શબ્દો ટુંકા પડે l।૩૩।। જાનકીની નણંદનું થયું નિધન | બાળકો એના પણ આવીયા । જાનકી થઈ બચરવાળ | નિર્મી ગોકુળ સંસારે ||૩૪।। સંસારના અપાર કષ્ટોથી I થઈ જાનકી બિમાર | સંતાપે દાદા ઉપરા છાપરી । ઉપાય શોધ્યો જડેના ।।35।। જાનકી થઈ પથારીવશ । દેહમાંથી તાવ જાય ના । હવે માત્ર દેવ ઉપર | ભરોંસો સર્વ નાખીને ।।૩૬ાા ખબર સાંભળી જાનકીના | દોડતા આવે ચંપુ માસી । જોઇને એને બોલે | ઉઠ ઉઠ ચંપાવતી Il37।। અરે આને નથી કોઇ મંદવાડ । દેહે ચંપાવતીના સંચાર I સુખે કરો વ્યવહાર | ખુલ્લા મનથી સંસાર Il૩૮|| બેઠી ઉઠીને જાનકી । નાચી બહુ આનંદથી | ઓળખાણ પડી એવી । હર્ષ વિભોર થઈ એટલે II૩૯II પણ આ દિવસો પછી । દૈવી ચક્ર ફરતું થયું । અભ્યુદયની થઈ શરૂવાત | ધીરે ધીરે એ કુટુમ્બની ||40|| હવે દાદાનો પણ જોરમાં | ધંધો જામ્યો વાહન દલાલીનો | જમીન ખેતીની લીધી | સંસાર ચાલે સુખમય ll૪૧।। ગોકુળ વસ્યુ ઘરમાં । મહેમાનોની વધી અવર જવર | માયા બતાવે એનો ખેલ | લાજ રાખી સંસારની ll૪૨ાા આવે ભેટવા મિત્ર પરિવાર | લોટ ન હોય જરાય તે । કેમ આપવી ભાખરી | થાય સવાલ છોકરીઓને II૪૩।। ચાળણીમાં લઇ કુસકી । બેસે જાનકી છોકરીઓ સંગ | ઓવી ગીતો ગાતા જાય । ચાલાકી હાથથી કરે ll૪૪ll જોતા જોતા ચાળણીમાંથી । લોટ નીકળે ભરી ભરી | બધાનો સમાય ના આનંદ | કરે આશ્ચર્ય મનોમન ||૪પ।। હવે માત્ર જાનકી ઉપર । રહે અભયકર દેવીનો । સર્વ ભાર સંસારનો । સ્વ શિરે લીધી ચિંતા ||૪૬।। દિવસો થોડા સારા આવ્યા | લાવે ઘડાવીને દાદા | બંગડીઓ સોના થકી । જાનકી હાથે ધારણ કરવા ।।૪૭।। એના જીનવમાં પ્રથમ । આવી સુવર્ણ સંધિ મળી । એ સહજ હસી ને બોલી | બંગડીઓ રહેશે કેટલો વખત ll૪૮II ગુસ્સે થઈ જાય દાદા | અરે બોલે કેમ અભદ્ર । પણ સમજાય એ વખતસર I સુમધુર હાસ્ય પત્નિનું II૪૯।। દરૂવાડામાં મળ્યું । પ્રશસ્ત જગ્યાવાળુ । કૌલારૂ ઘર સુંદર | બંગડીઓ વેચીને લીધું ।।50।। હતું તે પ્રશસ્તને સુંદર । રહી ન શકે સહોદર | કારણ ભૂતોનો હતો વાવર | આજુ બાજુ ના ઘરોમાં ।।૫૧।। વસ્તી હતી રજપુતોની | યુધ્ધમાં મર્યા પુર્વજ જેમના । વિચરણ કરે એ મૃતાત્માઓ | ધમાલ કરે બહુત ।।52।। છતા ગયા દાદા રહેવાને । પણ ત્રાસ વધ્યો ભૂતોનો | માંદગી આવી જુદા જ પ્રકારની I એમનાં ઘરમાં ।।53l। લુંટી જે સંપત્તિ યુધ્ધમાં | એ દાટી હતી ઘરમાં | એ પર વસ્તી સર્પ-ભુજંગોની | એમનો વાવર ઘરમાં । પણ આવા વિવિધ તાપથી । ત્રાસ થાય બંન્નેને । પ્રાર્થના કરે દેવોને । મનોમન બન્ને ।।55।। પણ વૃતિ નિગ્રહી દાદાની । સહે ત્રાસ શારિરીક | પ્રસંગ આવ્યો જીવન મરણનો | સંતપ્ત થઈ જાનકી ||પ૬ll મહાકાલીકા સંચારી | બાંધ્યા સર્વ ભૂતોને । નિર્ધારી એમની સીમા । નદિપાર ત્વરિત ||57।। ત્યારથી સંધ્યાકાળે I ઘરની પશ્ચિમ દિશાએ | ધ્યાન રાખી પાછળનાં આંગણમાં । જાનકી બેસે નિત્ય દિન ||૫૮।। અગરબત્તિ રાખી હાથે | ધ્યાન માત્ર નદિ ઉપર | નજર રાખે શુન્યવત । આવુ ચાલે દિન-માસ ।।59।। બેસાડી બાળકો હિંચકે । કહે બોલો શુંભ કરોતિ । પોતે બેસે દેવ સામે | રાખી લક્ષ્ય પશ્ચિમ દિશે II૬ol। આવી જ એક વાર ધ્યાન રાખીને । ઉભી હતી આંગણે | એક મનુષ્ય આવે ઘરે । કહે ભવિષ્ય જોઉં છું ઉત્તમ II૬૧II બાળાઓ લાવે એને । માતા સમીપ પાછલા દરવાજે । કહે ભાખ ભવિષ્ય નિશ્ચયે । માતાનું તું અમને ।।62।। જ્યોતિષ કહે લાવો હાથ | અંગુલી નિર્દેશ કરી સામી બાજુ । કહે વરતારો કહો જલદી | તમો આજ વ્યક્તિનું I ત્યાં દશ્ય દેખાયા એવું । નાચે ભુતો અસંખ્ય | આહ ભરી કકળાટ કરે | જોઇ પરસેવો વળ્યો II૬૪।। કહે માવડી બચાવ,બચાવ | મારી મતી ખુટી અહી । એવી બોબડી એની વળી । જાય સ્થળ છોડીએ દોડીને ।।૬પ।। બાળાઓ પુછે માતાને | શુ થયુ જ્યોતિષિને । ત્યારે એ કહે બધાને | ઇતિહાસ આ ભૂતોનો ||૬૬।। આ હતી પુર્વે યુધ્ધભુમી । ત્યા કતલ થઈ સૈન્યની । મુક્તિ ન મળતા એમને | વસ્તી કરી રહ્યા અહી ।।૬૭।। રોજ સંધ્યાકાળ સમયે | હાંક મારે એ મને । કહે મુક્તી આપો અમોને । શરણ આવ્યા તૂજ ચરણે II૬૮II એવા કઇ મહિના ગયા । દિવસો આવ્યા અષાઢના | જુઓ ગજર્યા મેઘ ગગનમાં । વર્ષા થઈ ચારે બાજુ l।૬૯ll વેંગણીયા નદી છે દુર | ત્યાં આવ્યું ભયંકર પુર | પાણી આવ્યું ઘર સુધી । રહે કેટલાય દિવસ ll૭૦।। અસંખ્ય સર્પો સળવળે । બીક લાગે નીકળવા બહાર । ભેગી થાય સ્ત્રીઓ દરૂવાડાની | દોડતી આવે જાનકી પાસે II૭૧।। કહે કાંઇ ઉપાય કરો । ઓસરે હવે પુર । યાચના કરે જાનકીની | માવડી કરો રક્ષણ II72।। દેવનું લઇ તીર્થ કરમાં | બધા બોલો મારી સાથે | ચાલો આ પાણીમાંથી । સાત પગલા બરોબર ।I73।। તો પણ સળવળે સાપ પાણીમાં । બીક લાગે પગ મુકવા | તેથી જાનકી ચાલે આગળ | તીર્થ પાણીમાં રેડીને ।I૭૪|| કહે ગંગા તુ થા શાંત । હવે થા ત્વરિત ગુપ્ત । મુક્ત કરો સર્વ ભૂત-પ્રેત । તારા કૃપાપ્રસાદથી II૭૫।। ત્વરિત પાણી ઓસર્યું | ગુપ્ત થયા સર્પો સર્વ । ગ્રામજનો કરે આશ્ચર્ય | થયું બધુ આ કેવી રીતે ।I૭૬ાા ત્યારે જાનકીએ કહયું બધાને । કે ગંગા આવી પ્રત્યક્ષ | ઉધ્ધાર્યા ભૂતો પરિસરના | જે વાવરે સર્પ રૂપે II૭૭।। હવે ભીતી નથી તમને । સુખે કરો અહી વસ્તી | પાવન કરી તમ ધરતી | પ્રગટીને સ્વય ગંગાએ II૭૮II લોકો અચંબો કરે । શુ ભગીરથની થઈ પુનરૂકિત | જય હો જાનકી તારી કિર્દીનો | ગાઇશું ગુણગાન તવ જન્મ ભર ।I79|| કિર્તી પ્રસરતા ધીરે ધીરે | સ્ત્રીવૃંદ આવે કરવા દર્શન | ભક્તોને જાનકી પ્રસાદ આપે । આપે સંતોષ સર્વને II80।। સૌભાગ્યવંતી કોઇ પણ આવે | ખોળો ભરે આપી શ્રીફળ | શ્રીફળ મળે ગોખલામાંથી । ખબર નહી ક્યાંથી આવે ll૮૧II ભગવાન પાસેના ગોખમાં | જાણે કલ્પતરૂ વસી રહ્યો | પ્રાપ્તી થતી ઇચ્છીત વસ્તુની । બોલાય જો જાનકી મુખે ||82।। એકદા કરતા હતા દેવવંદન દાદા | ત્યાં ધ્યાન ગયું ગોખલા તરફ | દિસતા શ્રીફળ થયા ક્રોધિત | થયા જાનકી ઉપર II૮૩।। શા માટે ભેગા કરો । શ્રી ફળ લાવી ઘરમાં | હું દઉ છું એને ફેંકી | માટે ઉચક્યો એ એમણે ll૮૪ll ઉંચકીને મુકતા બહાર । અને પાછળ સત્વર જોતા | બીજો હતો જગ્યા પર | એ પણ કાઢ્યો ગુસ્સાથી ll૮પ।। આમ કાઢીને મુકતા મુકતા । ઉત્પન્ન થાય બીજો ત્તક્ષણ | શ્રી ફળ નો ઢગલો જોઇ । થાકી જઇને પામે અચંબો II૮૬II ત્યારે વંદિને જાનકી ને । કહે કેટલા હશે કોણ જાણે । કહે અમે બધા મળીને । દેવો જેટલા હોઇશું અહીં ।।૮૭।। ગણી જોયા શ્રી ફળ । સંખ્યા થઈ હજાર તેથી I કરે નમન દંડવત | ક્ષમા કરે તે માટે II૮૮|| આ પરથી શ્રોતા જનો | સમજાયુ હશે તમને હવે | કે “દરિદ્રી-નારાયણી” તરીકે | દુર્ગા અવતરી ભૂમી પર ll૮૯।। કરવા નિવારણ ઘરિદ્રનું । દુખીઓના હરણ કરવા દુઃખો । નજીકથી અનુભવ લેવા | જન્મી-ગરીબ કુળે II૯૦|| દુઃખ એમના હરીને । અશ્રુ નાખે પુછી | પોતે કટોરો દુઃખનો પીને | આપે સુખ જનસમુદાયને l।૯૧|। એ ન હતી સુશિક્ષીત । તો પણ સર્વભાષા અવગત । ઓવીઓ નિત્ય હોય મુખે | ગાન કરે ગીતો જુદા જુદા II92।। હોય વર્ણન દેવીનું । એમની સુંદર ભવ્યતાનું । સાંભળનાર થાય ગાનમુગ્ધ । જ્યારે ગાય એ મુખથી II૯૩।। હિંચકા ઉપર બેસી પોતે | આનંદ ગાના કરે મુખથી ઓવીનું । ચક્રાઇ જાય જોનારો | ક્ષણિક દશ્ય એ જોતા I।૯૪।। ત્યાં ન દેખાય એ જનની । પ્રત્યક્ષ જુવે ‘‘દુર્ગા ભવાની’ ’| નખ શિખાન્ત જોઇ સુંદરતા | થક્ક થાય મન થકી ।।૯૫।। દેખાય સુંદર પરિઓ આવે | નાખે હિંચકા સ્વ કરે । જાનકી થાયે જગજજ નની | અદ્રશ્ય થાય એ દ્રશ્ય I।૯૬ાા જેમને થયા આવા દર્શન | સમજે એ પોતાને ધન્ય | સર્વ થયા એ પાવન | કેવળ માવડી સાનિધ્યથી II૯૭।।  સુદિવસો આવતા નવરાત્રિના । અને હોય પુજન સૌભાગ્યવંતીઓનું । મંજુળ સ્વર આવે ક્યાંથી । સાંભળવા સંગીતના ।।૯૮।। જેમ જેમ પાસે આવે । થાય કોણ ગરબે રમે । ફેર લે છે ઓરડીમાં | થાય અનુભુતિ એટલી સ્પષ્ટ II૯૯ાા ઇશારો કરે જાનકી । સ્વસ્થતાથી બેસવા | તમે જોઇ રહો । દેવીઓ ગરબે ફરે ||100।| રમે આવીને દેવતા | ઉઠાવ લે કુમકુમ પગલા | પછી જાનકી ની પણ । કરે આરતી સર્વ મળીને ||૧૦૧।। પુજન થતા દેવીનું I વંદન કરે સૌભાગ્યવંતી । જાનકી કાઢે ખોળામાંથી । પ્રસાદ કંકુ ઉછાળવા II૧૦૨।। કાઢી આપે ખડીસાકર | ઇચ્છા કરે તવ પુર્ણ | વરદહસ્ત મુકી માથે | આર્શીવાદ દે ભક્તોને II૧૦૩।। જય હો જય હો જાનકી જગજજનની । લેવા તારો આર્શીવાદ । લીન થયો તવ ચરણે । કૃપા રાખજે ભક્તો પર ।।૧૦૪ll તું પ્રત્યક્ષ પ્રેમ સ્વરૂપ | ધ્યાને ન ધરીશ અમારા દોષ | તારો મળે સહવાસ । સદૈવ અમ જીવ થકી II105।। જાનકી દીસે ‘‘દારિદ્ર-નારાયણી” | પણ તે પ્રત્યક્ષમાં એ ભદ્રકારિણી | વિનંતી કરી વારંવાર | નમો દૈવ્યે – બોલીને ll૧૦૬II દેવતા ઉતરે પૃથ્વી પર । જાનકીને કરવા વંદન વારંવાર । પછી હું અલ્પમતિને પામર । વર્ણન શું કરી શકું II૧૦૭।। તો પણ સાંભળો શ્રોતાજનો | શરણ જાવું મનોભાવે । જાનકી કથાનું કરતા શ્રવણ । કામના ફળશે તમ થકી II૧૦૮l।

|| ઇતિ શ્રી જાનકી મહિમા કથનં નામ દ્વિતીયોડધ્યાયઃ | શ્રી જગજ્જનની જગદંબા – એકવીરા માતાર્પણ મસ્તુ II શુભં ભવતુ I શ્રી રસ્તુ I

Click to rate this post!
[Total: 0 Average: 0]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *