Sawali Adhyay 1

સાવલી અધ્યાય ૧

II શ્રી II

II અથ પ્રથમોધ્યાયઃ II

શ્રી ગણેશાય નમઃ । શ્રી સરસ્વત્યૈ નમઃ । શ્રી કુલદેવતાયૈ નમઃ । શ્રી ગુરૂભ્યો નમઃ I મનોભાવથી વંદન I શ્રી ગજાનન ચરણે I આશિર્વાદ લેવા માટે । પ્રાર્થના છે વારંવાર ।।૧।। ગણરાજા ગજાનન I કાર્યારંભ કરવા । દેવ પણ પડે તારા ચરણે । એવાજ ગણગંધર્વો પણ ।।૨।। તારો મહિમા મહાન । ત્રિભૂવન પર તારો અધિકાર I સૂત્રધાર બધા કાર્યોનો । તુંજ છે મોરેશ્વર ।।૩।। તુંજ છે ૐકાર । નિરાકાર સૃષ્ટિમાંહી । સાકાર – તું સગુણ રૂપે I થઈને આવે પૃથ્વી તલે ।।૪।। પુત્ર મહાન તું શિવ શક્તિનો I મોરેશ્વર તું મોદકપ્રિય । દુષ્ટ દૈત્યોનો સંહાર । કર્યો ત્હેંજ અનેકદા ।।૫।। હરીને સર્વ વિઘ્નો I મન વાંછિત આપીને I ઋણી કર્યા દેવાધિકને I કૃપા પ્રસાદથી તારા ।।૬।। પ્રસાદવાણી શ્રી વ્યાસજીની । વધુમાં તારી ચપળ લેખણી I અવતરીને શ્રી મહાભારત I જગમધ્યે થઈ અક્ષર ।।૭।। શ્રી વ્યાસમુની કરે કથન I વિચારાર્થે થોભે પળવાર । એ શ્રી ગણેશ પુરાણ I લખીને પૂર્ણ કર્યું  તેં ।।૮।। એવી તારી દિવ્ય મતિ । રિધ્ધી-સિધ્ધી તવસંગાથે I અધિપતી તું સર્વ ગણોનો I ગૌરીપુત્ર તું વિનાયક ।।૯।। મનની મારા મનોકામના । પૂર્ણ કરજે તું ગજાનન । કામના દેવી ચરિત્રના લેખનની । પૂર્ણ કરાવી લેજે ।।૧૦।। તે દેવી ન કોઈ અન્ય । શ્રી ભગવતી જનની તુંજની । એના સદગુણ ગાવા I મતિ મજ કરજે પ્રકાશીત ।।૧૧।। લેખન કરાવજે મજ થકી । સપ્તશતિનું અભિનવ કથન I અવતરીને મૃત્યુલોકમાં I કાર્ય કેવું કરી રહ્યો II૧૨।। હવે વંદુ શ્રી સરસ્વતીને । જે મુળ દેવી વિધ્યાની I મૂર્તિ સાક્ષાત વાગ્યેવતાની । નમન મારૂં તવ ચરણે II૧૩।। કાલિકા, લક્ષ્મી, સરસ્વતી । પ્રકૃતિ એવી મુળ તારી । માયાની પ્રપંચજાળ । વિશ્વ નિર્મિતી તુજ કારણે II૧૪।। થયું તુજ થકી વિશ્વનિર્માણ । થઈ તું જગત્-જનની I રહીને પંચભૂતોમાં I પાલન કરે તું હર ક્ષણે II૧પ।। ભાષા, જ્ઞાન, વિજ્ઞાન સર્વ I તવ મુખે શોભે શબ્દ થઈ । અવતરી પ્રસાદરૂપે । પ્રગટ થયા જ્ઞાનરૂપે II૧૬II જે સકલ વિશ્વનું જ્ઞાન । જે સકલ સૃષ્ટિનું ચૈતન્ય I ફોડીને શબ્દ બ્રહ્માંડ। થયું સાકાર તવરૂપે II૧૭।। કૃપા કરીને મુજ પર I ચૈતન્ય રૂપે સ્ફૂર્તિ I ગમે કલમથી લખવા । તારા ગુણ ગૌરવ અર્થે II૧૮II હવે નમન કુળદેવતાને । એકવીરા-નવલાઇમાતાને I મુકી ચરણે એના શીશ । યાચું આશિર્વાદ II૧9।। હું લાડકો બાળ તારો I આર્તતાથી મારું હાંક । પૂર્ણ કરજે મારી માંગ I માટે પ્રાર્થ તુજ પાસે ।।૨૦।। એવું કદી થયું નથી I મા એ જે ન સાંભળ્યું । પુર્ણ કર્યા પુત્રનાં કોડ I મનગમતા દોડીને ।।૨૧।। યજ્ઞકુંડમાંથી સ્વયં । પ્રગટ થયા મુજસદને । માતા તું ભદ્રકારીણી । કુળ અમારે અવતરી II૨૨।। યુધ્ધો કર્યા અપાર । વળી પ્રસવ્યો એકવીરને । દુષ્ટોનો કરી સંહાર I બાળકો રક્ષ્યા યુગે યુગે II૨૩।। યુગયુગાન્તરની ગાથા I ભાસે નિત્ય નવિન કથા I મનમાં છે લખવા માટે । સફળતા અર્પો પ્રયત્નોને II ૨૪ II બાળકનાં છે બોબડા બોલા । લાગે અનમોલ જનનીને । ભલે ન મળે સુરતાલ । કૌતુકાસ્પદ લાગે એને II૨પII માટે જ કરૂં છું વિનંતી I મને આપો અંતઃસ્સ્ફૂર્તિ I ગાવા કિર્તી તારી । નિત્ય એવી નવી નવી ।।૨૬II હવે નમન સદ્ગુરુને । ભાઉકાકાના ચરણકમળે I પૂર્વ સુકૃતે લાભ મળ્યો I સદગુરુ ભક્તિ કરવાનો ।।૨૭।। મારા પર તમારી પ્રિતી I માટે શક્ય થયું સગપણ । જીવન સર્વ તમારે હાથે I જન્મ જન્માંતરનું કર્યું એવું Il૨૮II સત્કર્મનો કરતા ધ્યાસ I ત્યાં ગુરુનો નિત્યવાસ । સન્માર્ગ બતાવે ભક્તોને । આગળ પોતે આવીને ।।૨૯।। જે જે ભક્તોની કામના I વાસના સદ્ગુરુનીજ એ । ભક્ત સદ્ગુરુની યંત્રણા । ચાલના આપનાર બીજો કોઇ ।।૩૦।। સદ્ગુરુ જેવા વિભૂતી I આવે અનેક યુગમાં I પાવન કરે પતિતોને । પર પીડા નિવારીને ll૩૧II સંત હોય પતિત પાવન I એજ ખરા લક્ષ્મિનારાયણ I ગાતા એમના ગુણગાન I ઉધ્ધરે અસંખ્ય સુભક્ત ।।૩૨।। તેથી જ આ સંતચરિત્ર I ગમે લખવા ઉત્સાહથી I પઠણ કરી તરે સુભક્ત । રાખુ ઇચ્છા અંતરે Il૩૩।। તમારી સુપ્ત પ્રેરણાથી । સત્કાર્ય થાય મારાથી જાનકી જીવન કથન કરું । સર્વ ભક્તજનો માટે ।।૩૪ll ગાથા આ જાનકી- જીવનની I કરાવી લે જે પૂર્ણ તું I માટે કરૂં છું સ્મરણ । સદ્ગુરુ ભાઉકાકાનું II ૩૫ II હવે નમન શ્રી વેતોબાને I સદ્ગુરૂના આરાધ્ય દૈવતને । જેમણે કર્યા બહુ ઉપકાર I સન્માર્ગ દાખવી મને II૩૬।। આરવલી નું શ્રેષ્ઠ દૈવત । રૂદ્રાવતારી આદિભગવાન । આવું ઉજ્જવલ સદ્ભાગ્ય I સદ્ગુરૂ હસ્તે સોંપીને ।I૩૭।। પૂર્ણ કરી મુજ મનોકાંક્ષા I મારી મનોકાંક્ષા પૂર્ણ કરી । “વિસાવા (વિશ્રામ)” પુસ્તકરૂપે પ્રગટ થયું । તેણે કરીને મનોકામના ઉદ્ભવી I એ પણ કરજે પરિપુર્ણ II૩૮II વિસરાય ન તમ થકી । વિહાર સ્ફૂર્તિદાયી કરો I કલ્પના થકી વિસ્તાર । કથા સ્વરૂપે કરાવો ।I૩૯।। ખબર નથી જે વાતો મને । એ કરાવો અવગત તમ કૃપાથી । જાનકી જીવનનો ઇતિહાસ । પ્રકટ થાય તે માટે II૪૦I। શ્રી વેતોબા કરૂણા કર I શુભં કરો રૂદ્રપ્રિય I પુર્ણ કરો મમ સંકલ્પ । તમ થકી કૂર્મ દષ્ટિથી II૪૧II હવે સકલ શ્રોતાજનો । કરીને વંદન તમોને I જાનકી-જીવન તમોને II૪૨ાા પાવન કરો ગંગાજેમ । પહેલા આ આવું કથન I સાર્વણિક મન્વન્તર માંથી I માર્કંડેય પુરાણસ્થિત । દેવી મહાત્મનું કથન આવું કર્યું Il૪૩।। અજન્માએ ધારણ કર્યો જન્મ । કર્યું અવતરણ ભૂતલે I પાતાળે મોકલી રાક્ષસોને । અર્પે સુખ દેવાદિકોને ll૪૪।। એવી એની સુરમ્ય કથા I દેવો માનવ ભજે નિત્ય I અને યુધ્ધની ગૌરવગાથા । “સપ્તશતી” માં વર્ણવે II૪પ।। શ્રી વિષ્ણુ હતાં નિંદ્રા- ધીન I શેષ શૈય્યા ઉપર શાંત I મધુ કૈટભ-રાક્ષસ નિકળી I કાનમાંથી વિષ્ણુના II૪૬।। ચાલ કરે વિષ્ણુ ઉપર I વિરંચીજુએ સાક્ષીભાવે I ભયથી પ્રાર્થે નિંદ્રાદેવીને । જાગૃતિ આવે તે કારણે II૪૭।। સાંભળીને બ્રહ્મદેવની સ્તુતિ । પ્રગટે માયા બ્રહ્માસામે । શ્રી વિષ્ણુને આવે જાગૃતિ । સજ્જ થાય એ યુધ્ધ માટે ll૪૮।। યુદ્ધ ચાલે હજાર વર્ષ । મોહે માયા દૈત્યોને । ત્વરિત મારે મધુ-કૈટભને । માયા દેવીની સહાયથી II૪૯ાા જ્યારે મહિસાસુર થયો પ્રબળ । ધમપછાડા મારે દેવાદિકો I ઇન્દ્ર પણ થયા દુર્બળ I રાજ્ય ગુમાવ્યું એટલે II૫૦II ત્યારે દેવો-ગંધર્વો ભેગા થઈ । પ્રાર્થે બ્રહ્મા, વિષ્ણુ, શિવને । કઇ યોજના કરવા માટે । પ્રાર્થના કરે વારંવાર ।।પ૧।। ક્રોધ થયો અનાવર દેવોનો । ત્યાં થયો એક ચમત્કાર I તેજરેષા નિકળી અતિ પ્રખર । દેવોનાં દેહ માંથી ।।૫૨।। તેજગોળો થયો પ્રચંડ I વ્યાપ્યો એ વ્યોમ પૃથ્વીતલે I સ્ત્રીદેહ ધારણ કરીને I પ્રચંડ ચંડીકા કહેવાઇને ।।૫૩।। જોઇને પ્રચંડ દેહ એનો I થયો સંતોષ દેવા દિકને I પોતપોતાના આયુધો કાઢીને । માવડીને અર્પણ કરે ।।પ૪।। કોઇ આપે વસ્ત્ર-આભુષણ । કોઇ આપે કંકણ-અલંકાર I શસ્ત્રાદિ યુધ્ધસાધનો I સજ્જ કરે આપીને ।।૫૫।। ઉપરથી સ્તુતિ કરી અપરંપાર I ચરણ વંદના કરી વાંરવાર I માવડી હવે તુ ઉપકાર કર । તારા બાળકો પર II૫૬।। રાક્ષસો થયા છે બહુ મદમસ્ત I કર્યો અપહાર રાજ્યોનો । છીનવ્યો દેવોનો અધિકાર I લુટફાટ કરીને બધું ।।૫૭।। ત્યારે અભય આપી દેવોને I પ્રચંડ ગર્જના કરીને । કહ્યું, તમારી પ્રાર્થના સાંભળીને । હું થઈ છું પ્રસન્ન II૫૮।। દેવી થઈ સજ્જ યુધ્ધ માટે । તે જોઇને દૈત્યો સાવધ થયા I પણ દૈત્યો માટે કર્દનકાળ થઈ I ત્વરિત યુધ્ધ માંહે ।।૫૯।। રાજ્ય આપ્યું ઇન્દ્રને । દેવોને પણ થયો આનંદ I જયઘોષ કર્યો ઋષીમુનિઓએ I ગાઇને સ્તુતિ-સ્તોત્ર માવડીના II૬૦।। ચંડીકા થઈ પ્રસન્ન I કહે આપુ તમને વરદાન I જ્યારે જ્યારે દૈત્યો પિડા કરે I અવતરણ કરીશ હું રક્ષવા તમને II ૬૧I। સંભાળ લઇશ તમારી હું । કુળો ઉધ્ધારીશ સર્વકાળ I મનોવાંચ્છા પુર્ણ કરીશ । એવુ અભય તમોને છે l।૬૨।। એવી એની અભયવાણી । અનુભવાય આ કલીયુગમાં । અનેક યોગી રૂપે જન્મીને । વચન પાળવા જાગૃત રહીને ।I૬૩II કલ્યાણ કરવા માનવોનું । દુઃખોનુ કરવા નિવારણ । પતિતોને કરવા પાવન । અંબિકા જન્મે મૃત્યલોકે ।I૬૪।। એ જ થયા સંત । પ્રત્યક્ષ ક્લીયુગમાં । દેવી આજ્ઞા શીરો ધાર્ય । કરવા એમનું કાર્ચ II૬પI। આવી આ આભીનવ કથા I અવતરે છે જગન્માતા । સહન કરી સ્ત્રી જન્મવ્યથા । દયા રાખી અંતરે II૬૬II કારણ આ કલીયુગમાં । ધ્વેશ-કલહ વધે બહુ । દુખી થાયે સાધુ સંત । નષ્ટ થઈ સુખશાંતિ II૬૭।। સ્વાર્થ વધ્યો અતિ । કરે ભેદભાવ દેવોમાં । સત્યનો થયો અંત । માનવતા કોરે મુકી l।૬૮II દુઃખમાં ડુબી જનતા । પ્રાર્થના સાંભળે જગન્માતા । પ્રેમથી ચિત દ્રવતા I હાંક સુણી દોડે સર્વથા ।।૬૯।। મહારાષ્ટ્ર રાજ્યમાં I મહાડ નજીકના જીલ્લામાં । નગરી નામે પોલાદપુર । બાળકી જન્મી અંબા નામે II૭૦।। ચિત્રે રામકૃષ્ણ ગણપત I મા બાપ મળ્યા ભાગ્યવંત । જન્મે એમના કુળમાં । કન્યા એક સુલક્ષણી II૭૧।। થયું દુર્ગા નામકરણ I ઉજળ્યું ભાગ્ય ચિત્રેનું  I માતાએ સજાવ્યું સ્વપ્ન I ભંગ નિયતી થકી થયું Il૭શા મનુષ્ય સજાવે છે સ્વપ્ના I પણ નિયમ નિયતીના છે જુદા । નિયોજન પુર્ણ સંકલ્પના I જોવા મળે જુદો અર્થ II૭૩।। નિધન થયું માતાનું I મા વિનાની થઈ દુર્ગા । એને મોકલી મોસાળમાં । માલુસ્તે  નગરમાં II૭૪।। દાદા અને દાદી I દુર્ગા પર હતા રાજી । એની સંભાળીને મરજી I પ્રેમ માયા આપે અપાર II૭૫।। સમય થકી વધે બાળપણ । પણ જુદા દેખાય લક્ષણ । પુજા અર્ચા અને દેવધ્યાન । મગ્ન થાય એમાંજ તે II૭૬II ગ્રામ દેવતા માલુસ્તેની । માલજાઈ નામ ધરતા I નિત્ય એની પૂજા માટે । ફક્ત જોઇએ કુમારીકા II૭૭।। પાંચ વર્ષની ઉમરથી । દુર્ગા જાય ફુલો લઇને I પુજા કરે ઉમળકાભેર I શ્રી માલજાઇ દેવીની II૭૮II ક્યારેક કહે દાદાજીને । દૂધ આપો નૈવેધ માટે I બાળહઠની સામે । કોણ ના કહેનાર II૭૯।। નિત્ય જાય મંદિરમાં । દૂધ સાથે નિયમીત । પણ દાદાજીના મનમાં I આવી શંકા કુશંકા ।।૮૦।। દેખરેખ રાખી દુર્ગા ઉપર । જાય મંદિરમાં પાછળ પાછળ I દ્રશ્ય જોઇ પ્રત્યક્ષમાં । આશ્ચર્ય કરે મનોમન ll૮૧II માલજાઈને ફુલો અર્પિ । પાછી ફરી વંદન કરી । શિવપિંડી આગળ આવી I ઓટલા પર બહાર II૮૨।। ફુલ ચઢાવ્યા પિંડી ઉપર I ધર્યો નૈવેધ દૂધનો । કર્યા એણે નમસ્કાર । ત્યાંજ અચરજ જોવા મળ્યું l।૮૩।। ભુજંગ આવ્યો સામેથી । કર્યું એણે દૂધપાન । દુર્ગા માત્ર વંદન કરીને । ઝડપથી નીકળી બહાર II૮૪ II આવું થાયે નિત્ય I દાદા મનમાં વિચાર કરે I લાગે બધુ અઘટિત I પૌત્રી કોણ તે સમજાયના ll૮૫।। માલુસ્તે ગામની સીમા પર । ઝાડ ‘‘આળુ” નું સુંદર । છોકરા જાયે વારંવાર I રમવા સંતાકુકડી II ૮૬II મધુર ફળોથી લથપથ ઝાડ I બાળકો જાય એ પાડવા I વૃક્ષ ઉપર સર્પોનો વાસ । તેથી અશક્ય બાળકોને II૮૭।। પણ દુર્ગા જાય વૃક્ષ પાસે । સર્પોની થાય દોડાદોડી । ફળો તોડીને બધા । આપે તે બાળકોને II૮૮II આ વાત જાણી દાદીએ । અને ગભરાયો જીવ બન્નેનો । ધાક બતાવે બાળકોને । કહે જવાનું નથી l।૮૯ાા એ આળુના ઝાડ પાસે । ત્યાં વસ્તી ભુતોની I તો પણ ન જવુ સીમા ઉપર । સમજાવે બાળકોને II૯૦।। એવા કાંઇ મહિના ગયા I આવ્યા દિવસો નવરાત્રિના । અને છોકરાઓનું ધ્યાન ગયું । સીમોલંઘન કરવા II ૯૧II શરૂઆત થઈ નવરાત્રિની । ભેગા થયા ફરી બધા । અને ફરવા ગયા । તે પણ આળુના જ ઝાડ પાસે II૯૨II જેવી થઈ સંધ્યાકાળ । પરત ફર્યા છોકરાઓ I પણ દુર્ગા દેખાઇ નહી । તેથી ચિંતામય  સર્વજણ II૯૩।। દાદા અને દાદીના I ઉડી ગયા હોંશકોશ । ક્યાં શોધવી દુર્ગાને । રાત થઈ છે ભયાનક II૯૪l। ભેગા થયા ગામ લોકો I શોધ કરતા સર્વ દિશામાં । વિચારે કોઇ હિંસ્ત્ર પશુએ । શુ બાળભક્ષ કર્યો સમજાયના I।૯પ।। ઘરમાં કરે સર્વ આર્કંદ । હે દેવ, કેમ જુવે છે અંત । દુર્ગાને આપ સહિસલામત I અમારા સાનિધ્યમાં II૯૬।। એવા ગયા કાંઇ દિવસ । લાગે ખેલ થયો ખતમ । ત્યાંજ સમાચાર મળ્યાં I દસરાના શુભ દિને II૯૭।। ગામનો જણ કહેતો હતો । કે કડાપ્યાના મંદિરમાં I જોઇ મે દુર્ગાને । તો પણ ચાલો સત્વરે I।૯૮II દાદા નિકળ્યા દોડતા । ત્યાં જ દેખાઇ મંદિરે દુર્ગા । હતી ગાઢ નિંદ્રાધીન I દેવી કાલીકાના સાનિધ્યમાં l।૯૯।। ઉઠાડીને એને । ઘેર લાવ્યા દુર્ગાને I બધાએ મનાવ્યો આનંદ । દેવની કૃપા સમજીને II૧૦૦II પૃચ્છાકરી ક્યાં હતી । એમ પુછ્યું બધાએ । કહે સાનિધ્યમાં દેવીના । ગઈ હતી રમવા II૧૦૧ll મને મળી દેવતાઓ I લઈ ગયા ઉંચકી મને । રહી એમની સાથે I આજે અહીં મોકલી મને II૧૦૨।। રમીને-રાસ ગરબા I ગીતો જોગવા ગાયા મેં I ખાધુ મિષ્ઠાન્ન મેં બહું । દિવસો વિતાવ્યા આનંદમાં ।।૧૦૩।। ગમે નહીં પાછું આવવું । હતી ઘણા જ આનંદમાં । લાગે કે સાથ દેવીનો । છોડું નહિ કદાપિ ।।૧૦૪II હઠાગ્રહ કર્યો બહુ । કે મને પાછી ન મોકલો । પણ કહયું નિશ્ચયાત્મક રીતે I હોવુ તારુ જરૂરી પૃથ્વી ઉપર II૧૦પા। અમે રહિશું તારી સાથે I સહન કરીશું સુખ દુઃખ I જોઇશું અમે તારી કિર્તી I વિજયી થઈશ લાડકી ।।૧૦૬।। હું થઈ જાગ્રત I ત્યારે દાદા હતા સાથમાં । એવો અનુભવ કથન કરી I દુર્ગા થઈ સર્વની ll૧૦૭।। એવું જાનકીનું બાળપણ I કથતા નાચે મારું મન । આગળ કથાનું કરૂ નિરૂપણ । સાંભળો સાવધચિત્તે ।।૧૦૮II

ઇતિ શ્રી જાનકી મહિમાં કથન નામ પ્રથમોધ્યાયઃ I શ્રી જગજ્જનની જગદંબા -એકવીરા માતાર્પણમસ્તુ II શુભં ભવતુ । શ્રી રસ્તુ ।

Click to rate this post!
[Total: 2 Average: 4.5]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *